Auto Textનો ઉપયોગ
Auto Textનો ઉપયોગ તમે અવારનવાર ઉપયોગ કરતા હોય એવી ટૅસ્ટને સ્ટોર કરવા માટે થાય છે. જેમ કે mailing address કે legal disclaimer કે closing remark. એના દ્વારા તમે તે ટૅસ્ટને સરળતાથી તમારા ડૉક્યુમેન્ટમાં નાખી શકો છો.
Auto Text એન્ટ્રી બનાવવી
- ૧. Auto Text એન્ટ્રી તરીકે સ્ટોર કરવા માગતા હોય એવી ટૅક્સ્ટ ટાઈપ કરો.
- ૨. ટેસ્ટને સિલેક્ટ કરો.
- ૩. Insert પર ક્લિક કરો.
- ૪. Auto Text પર ક્લિક કરો.
- ૫. New પર ક્લિક કરો.Create Auto Text ડાયલૉગ બૉક્સ દેખાશે .
- ૬. આ એરિયો Auto Text એન્ટ્રીનું એક નામ બતાવશે. જો કોઈ બીજા નામનો ઉપયોગ કરવો હોય તો એ નામને ટાઈપ કરો.
- ૭. Auto Text એન્ટ્રી બનાવવા OK પર ક્લિક કરો.
Auto Text એન્ટ્રી નાખવી
- ૧. તમારા ડૉક્યુમેન્ટમાં જ્યા તમે Auto Text એન્ટ્રી નાખવા માગતા હોય ત્યાં ક્લિક કરો.
- ૨. Insert પર ક્લિક કરો..
- ૩. Auto Text પર ક્લિક કરો.
- ૪. જેમાં Auto Text એન્ટ્રી સ્ટોર કરેલી હોય છે એ category પર ક્લિક કરો જેનો તમે ઉપયોગ કરવા માંગો છો.
Normal એવી કેટેગરી છે જે તમારી બનાવેલી મોટા ભાગની ભાગની Auto Text એન્ટ્રીઝને સ્ટોર કરે છે.
- પ. તમે ઉપયોગ કરવા માગતા હોય એવી Auto Text એન્ટ્રી પર ક્લિક કરો.તમારા ડોક્યૂમેન્ટમાં તે ટેકસ્ટ આવી જશે.
શબ્દની ગણતરી કરવી (Word count)
Word count featureની મદદથી તમારા ડૉક્યુમેન્ટમાં રહેલા શબ્દોની સંખ્યા ગણી શકાય છે.
- ૧. Tools પર ક્લિક કરો.Tool menu દેખાશે.
- ૨. Word count પર ક્લિક કરો. જો તમારા ડૉકયુમેન્ટના એક ભાગના બે શબ્દો પસંદ કરવાના હોય તો પ્રથમ Step લેતાં પહેલાં તે ભાગને સિલેક્ટ કરી લો.
Word count ડાયલૉગ બૉક્સ દેખાશે. આ એરિયા પેજની કુલ સંખ્યા, શબ્દો, કેરેકટર્સ, પેરેગ્રાફ અને લાઇનો બતાવે છે.
- ૩. જ્યારે તમે માહિતીને રિન્યૂ કરવાનું પૂરું કરી રહો ત્યારે Close પર ક્લિક કરીને word count ડાયલૉગ બૉક્સ બંધ કરી દો.
ડોક્યૂમેન્ટના વ્યૂઝ (Views of document)
Word તમને ચાર જુદા જુદા પ્રકારનાં દૃશ્ય જોવાની સુવિધા કરી આપે છે, Wordમાં તમે ઇચ્છો તો ડૉક્યુમેન્ટનું view બદલી શકો છો.
જેના દ્વારા તમને સ્ક્રીન પર એવો ડૉક્યુમેન્ટ દેખાશે જે તમારી ઇચ્છા મુજબના view સાથે ગાઢ રીતે મળતો આવતો હશે, એટલે કે જે તમે ફાઈનલ પ્રિન્ટ આઉટમાં વિચાર્યું હશે.
- ૧. તમારા ડૉક્યુમેન્ટના viewમાં ફેરફાર કરવા માટે નીચેનાં બટનોમાંથી કોઈ એક બટન પર ક્લિક કરો.
નૉર્મલ
વેબ લેઆઉટ
પ્રિન્ટ લેઆઉટ
આઉટલાઇન
રીડિંગ લેઆઉટ
તમે જેવો View સિલેક્ટ કર્યો હશે એવો જ તમારો ડૉક્યુમેન્ટ દેખાશે. તમે સિલેક્ટ કરેલ view ના બટનની ચારે બાજુ એક blue border (વાદળી કિનાર) જોવા મળશે.
વ્યૂઝ
નૉર્મલ વ્યું
આ નૉર્મલ વ્યુ તમારા ડૉક્યુમેન્ટને સરળ રૂપ આપે છે. જેનાથી તમે એમાં કોઈ પણ ટૅકસ્ટ ઝડપથી નાખી શકો છો, એડિટ કરી શકો છો અને ફૉર્મેટ પણ કરી શકો છો. આ વ્યુ તમારા ડૉક્યુમેન્ટના કેટલાક elements જેવા કે - માર્જિન, હેડર, ફૂટર, પેજ , નંબર અને ગ્રાફિકના પ્રકારો નહીં બતાવી શકે.
વેબ લેઆઉટ વ્યુ
જ્યારે તમે કોઈ વેબ લેઆઉટ’ બનાવી રહ્યા હોય કે કોઈ ડૉક્યુમેન્ટને તમે ફક્ત કૉપ્યુટરની સ્ક્રીન પર જોવા માગતા હોય ત્યારે જ વેબ લેઆઉટ વ્યુ બનાવવું ઉપયોગી થઈ પડે છે.
પ્રિન્ટ લેઆઉટ વ્યુ
તમે એ જોવા માગતા હોય કે તમારા ડૉક્યુમેન્ટની પ્રિન્ટ થઈને કેવી દેખાશે ત્યારે જ પ્રિન્ટ લેઆઉટ વ્યુથી કામ કરવું યોગ્ય ગણાશે. આ ભૂ તમારા ડૉક્યુમેન્ટના બધા જ elements બતાવે છે. જેવા કે - માર્જિન, હેડર, ફૂટર, પેજ , નંબર અને ગ્રાફિક.
આઉટલાઇન વ્યુ
જ્યારે તમે તમારા ડૉક્યુમેન્ટને જોઈને તેના structureની સાથે કામ કરવા માગતા હોય ત્યારે આ આઉટલાઇન (outline) વ્યુ વધારે ઉપયોગી થઈ પડશે. આ વ્યુની સાથે તમારા ડૉક્યુમેન્ટને તમે નાનો કરીને ફક્ત headings જોઈ શકો છો કે તેને ફેલાવીને સંપૂર્ણ ટૅક્રસ્ટ અને headings પણ સંપૂર્ણ રીતે લખી શકો છો. લાંબા ડૉક્યુમેન્ટની સાથે આપણે કામ કરી રહ્યા હોઈએ ત્યારે outline વ્યુ વધારે ઉપયોગી થાય છે.
રીડિંગ લેઆઉટ વ્યુ
Reading Layout વ્યુ તમારા વાંચવાના અનુભવને તદ્દન સાચી દિશા બતાવે છે. જ્યારે પ્રાથમિક રીતે તમે કોઈ ડૉક્યુમેન્ટ ફક્ત વાંચવા માગતા હોય.
Reading Layout view Reading Layout સિવાય અને Reviewing ટુલ બારનાં બધાં જ ટુલ બાર છુપાવી દે છે.કારણ કે Reading Layout વ્યુનો મુખ્ય ઉદ્દેશ Textની redabilityને વધારવાનો છે.
Text ઓટોમેટિક રીતે microsoft clear type technology દ્વારા પ્રદર્શિત થાય છે. Textની Sizeને સ્પષ્ટ વાંચવા માટે સરળતાથી વધારી કે ઘટાડી શકાય છે. પરંતુ આ બદલાયેલ સાઈઝના મૂળ ડૉક્યુમેન્ટની સાઇઝમાં કોઈ અસર થશે નહીં.
સિમ્બોલ્સ ઇન્સર્ટ કરવા
- તમારા કીબોર્ડ પર ન હોય એવા સિમ્બોલ તમે તમારા ડૉક્યુમેન્ટમાં નાખી શકો છો.
- ૧. જ્યાં તમે સિમ્બોલ જોવા માગતા હોય તે ડૉક્યુમેન્ટની એ જગ્યા પર ક્લિક કરો
- ૨.Insert પર ક્લિક કરો.
- 3. Symbols પર ક્લિક કરો.Symbol ડાયલૉગ બૉક્સ દેખાશે. જે સિમ્બોલને વર્તમાન ફૉન્ટમાં દેખાડશે.
- ૪. જો કોઈ બીજા ફૉન્ટના સિમ્બોલ બતાવવાના હોય તો આ એરિયાના ડાઉન ઍરો બટન પર ક્લિક કરો.
- ૫. એવા ફૉન્ટ પર ક્લિક કરો જે તમારી ઇચ્છા મુજબનો સિમ્બોલ બતાવે છે. તમે સિલેક્ટ કરેલ ફૉન્ટના સિમ્બોલ આ એરિયામાં પ્રગટ થશે. જે સિમ્બોલને તમારા ડૉક્યુમેન્ટમાં નાખવા માગતા હોય તે સિમ્બોલ કે પ્રતિક પર ક્લિક કરો.
- ૬. Insert પર ક્લિક કરો.
- ૭. Close પર ક્લિક કરીને Symbol ડાયલૉગ બૉક્સને બંધ કરી દો.
step ૧ માં તમારા ડૉક્યુમેન્ટમાં જે જગ્યા પર સિમ્બોલ નાખવા માટે તમે ક્લિક કર્યું હતું તે જગ્યા પર સિમ્બોલ દેખાશે. જો કોઈ સિમ્બોલ તમારા ડૉક્યુમેન્ટમાંથી હટાવવા માગતા હોય તો માઉસ પૉઇન્ટરને તે સિમ્બોલ પર જ્યાં સુધી હાઈલાઇટ ન થઈ જાય, ત્યાં સુધી ડ્રેગ કરો. અને પછી Delete કી દબાવી દો.
إرسال تعليق