ટેબનું સેટિંગ બદલવું

તમારા ડૉક્યુમેન્ટમાં માહિતીને બરાબર કરવા તમે Tabનો ઉપયોગ કરી શકો છો. Word કેટલાક પ્રકારના આવા tabs આપે છે, જેમાંથી તમે ગમે તે પસંદ કરી શકો છો.

એક ટેબનો ઉમેરો કરવો

  • ૧. જેમાં તમે નવા ટેબનો ઉપયોગ કરવા માગતા હોય એ textને સિલેક્ટ કરો.

જે ટેકસ્ટને તમે ટાઇપ કરવાના છો એ ટેસ્ટની ટેબ ઉમેરવા માટે તમારા ડૉક્યુમેન્ટમાં એ જગ્યા પર ક્લિક કરો જ્યાં તમે ટૅક્સ્ટ ટાઇપ કરવાના છો.

  • ૨. તમારી મનપસંદ ટેબ ન દેખાય ત્યાં સુધી આ એરિયા પર ક્લિક કરો.

   Left tab

   Center tab

   Right tab

   Decimal tab

  • 3. હવે રૂલરના નીચેના અડધા ભાગમાં ક્લિક કરો, જ્યાં તમારે ટેબ ઉમેરવાની છે રૂલર પર નવી tab દેખાવા માંડશે.

Tabનો ઉપયોગ કરવો

  • ૧. ટેબ સુધી લઈ જવા માગતા હોય એ લાઇનની શરૂઆત પર ક્લિક કરો. પછી કીબોર્ડ પરની Tab key દબાવી દો .

ઇન્સશન પૉઇન્ટ અને ટૅક્સ્ટ તમે સેટ કરેલા ટેબ સુધી પહોંચી જશે.

To Remove A tab

  • ૧. ઉપયોગ કરવા માગતા હોય એ ટૅક્સ્ટને સિલેક્ટ કરો. જેને તમે હટાવવાના છો.
  • ૨. માઉસ પૉઇન્ટરને એ ટેબ પર રાખો અને પછી ટેબને રૂલર (ruler)થી નીચે ખેંચો.

ટેકસ્ટને એનિમેટ કરવી

તમારા ડૉક્યુમેન્ટમાં ટૅક્સ્ટને તમે એનિમેટ (જીવંત) પણ કરી શકો છો, જેનાથી તે ભાગ સૌથી અલગ લાગે. ત્યારે તેને કૉમ્પ્યૂટર સ્ક્રીન પર જોઈ શકવાની હોય જ્યારે ડૉક્યુમેન્ટની ટૅસ્ટ પર ભાર મૂકવાનો હોય અને તેને કૉમ્પ્યૂટર સ્ક્રન પર જોઈ શકવાની હોય ત્યારે આ એનિમેશનની ઇફેક્ટ આદર્શ લાગશે.

  • ૧. એનિમેટ કરવા માગતા હોય એ ટૅક્સ્ટને સિલેક્ટ કરો.
  • ૨. મેનું બાર ઉપરના Format મેનુ પર ક્લિક કરો.
  • ૩. Font પર ક્લિક કરો. Font ડાયલૉગ બૉક્સ દેખાશે.
  • ૪. Text Effects tab પર ક્લિક કરો.
  • ૫. ઉપયોગ કરવા માગતા હોય એવી એનિમેશનની ઇફેક્ટ પર ક્લિક કરો. Preview એરિયા એનિમેશનની થનારી ઇફેક્ટનો એક પ્રિવ્યુ બતાવશે.
  • ૬. OK પર ક્લિક કરીને તમારા ફેરફારને કન્ફર્મ કરો.

હવે તમે પસંદ કરેલ text એનિમેશનની ઇફેક્ટ સ્પષ્ટ બતાવે છે. ટૅક્સ્ટને ડિસિલેક્ટ કરવી હોય તો સિલેક્ટ કરેલા એરિયાની બહાર ક્લિક કરો. જો એનિમેશનની ઇફેક્ટ હટાવવી હોય તો ૧ થી ૭ steps રિપીટ કરો અને step પમાં None સિલેક્ટ કરી છે.

એક ડ્રોપ કેપ બનાવવી

તમે કોઈ પણ પેરેગ્રાફની શરૂઆતમાં મોટા મોટા કૅપિટલ લેટર્સ બનાવી શકો છો, જેના કારણે પેરેગ્રાફનો દેખાવ વધારે સારો થઈ જશે.

  • ૧. જેના પર ડ્રોપ કેપ બતાવવા માગતા હોય એ પેરેગ્રાફ પર ક્લિક કરો.
  • ૨. Format પર ક્લિક કરો.
  • ૩. Drop Cap પર ક્લિક કરો. Drop Cap ડાયલોગ બોક્સ દેખાશે.
  • ૪. Drop Capના પ્રકાર પર  ક્લિક કરો. Font ડ્રોપ-ડાઉન મેનુ તે ફોન્ટ દેખાડશે જેને drop cap પ્રદર્શિત કરશે.
  • પ.ડ્રોપ કેપ માટે કોઈ બીજો ફૉન્ટ સિલેક્ટ કરવા આ એરિયાના ડાઉન-ઍરો પર ક્લિક કરો.
  • ૬. એ ફૉન્ટ પર ક્લિક કરો જેને તમે drop capમાં પ્રદર્શિત કરવા માગો છો.
Lines to drop તે એરિયા બતાવશે, જ્યાં સુધી તેની લાઇનો પેરેગ્રાફની પ્રથમ લાઇનથી વિસ્તરીને drop capમાં પહોંચશે.
  • ૭. આ લાઇનોની સંખ્યામાં ફેરફાર કરવા માગતા હોય તો માઉસની સાથે updown ઍરોનો ઉપયોગ કરો.
  • ૮. OK પર ક્લિક કરીને drop cap બનાવો.

drop cap તમારા ડૉક્યુમેન્ટમાં દેખાશે. drop capને ડિસિલેક્ટ કરવા માગતા હોય તો drop capની બહારની બાજુ એ ક્લિક કરો. ડ્રોપ કેપ હટાવવી હોય

તો ૧ થી ૪ step રિપીટ કરો, step ૪માં None સિલેક્ટ કરો પછી step ૮ અજમાવો.

Post a Comment

أحدث أقدم