પિયર-ટુ-પિયર નેટવર્ક
બે કે વધારે કૉમ્પ્યૂટરોનું બનેલું નેટવર્ક એક જ પ્રોગ્રામ કે પ્રોગ્રામના પ્રકારને માહિતીની આપ-લે કરવામાં અને ડેટા શેઅર કરવામાં ઉપયોગ કરે છે. દરેક કૉમ્પ્યૂટર કે Peer જવાબદારીની શરતોમાં સમાન ગણાય છે અને દરેક નેટવર્કમાં બીજાઓ સાથે સર્વર તરીકે કાર્ય કરે છે.
client/server આર્કિટેક્ટરથી જુદા પ્રકારની ડેડિકેટેડ ફાઈલ સર્વરની જરૂર રહેતી નથી. તેમ છતાં, નેટવર્કની કામગીરી ખાસ કરીને હેવી લોડમાં client/server હેઠળની કામગીરી જેટલી સારી હોતી નથી.
Peer-to-Peer નેટવર્ક્સ ટૂંકા વાતાવરણમાં ઉત્તમ કાર્ય કરે છે. નેટવર્ક પરનાં બધાં જ કૉમ્પ્યૂટરને વ્યક્તિગત વહીવટ અને મેઇન્ટેનન્સની જરૂર પડે છે. એકસાથે ૧૦ કરતાં વધારે કૉમ્પ્યૂટરો જોડાયેલાં હોય તો તમારે Peer-to-Peer નેટવર્કનો ઉપયોગ ન કરવો જોઈએ.
રીસોર્સીસ
રિસોર્સીસમાં પ્રિન્ટર્સ અને મોડેમ્સનો સમાવેશ થયેલો હોય છે. તે હંમેશાં Peer-to-Peer નેટવર્ક પર એક કૉમ્પ્યૂટરની સાથે જોડાયેલાં હોય છે. આ રિસોર્સીસને કૉમ્પ્યૂટર નેટવર્ક પર બીજાં કૉમ્પ્યૂટરો સાથે ત્યાર પછી શેઅર કરે છે.
પ્રોગ્રામ્સ
Peer-to-Peer નેટવર્ક પર વપરાતી વર્ડ પ્રોસેસર્સ અને સ્પેડશીટ પ્રોગ્રામો જેવી મોટા ભાગની સૉફ્ટવેર એપ્લિકેશન્સ દરેક કૉમ્પ્યૂટર પર ઇન્સ્ટૉલ કરવામાં આવે છે. યુઝર્સ તેમના કૉમ્પ્યૂટર પર પ્રોગ્રામો જોવા માટે તેનો ઉપયોગ કરી શકે છે અને નેટવર્ક પર બીજા યુઝર્સ દ્વારા બનાવેલ ડૉક્યુમેન્ટ્સનો પણ ઉપયોગ કરી શકે છે.
કાર્ય
કૉમ્પ્યૂટરનું કાર્ય જો રિસોર્સીસનો ઉપયોગ કરતું હોય તો તેને અસરકારક બનાવી શકાય. દા.ત. Peer-to-Peer નેટવર્ક પર જો પ્રિન્ટ કૉમ્પ્યૂટર સાથે જોડાયેલું હશે તો, નેટવર્કનો ઉપયોગ કરનાર દરેક વખતે ડૉક્યુમૅન્ટની પ્રિન્ટ કાઢશે ત્યારે કૉમ્પ્યૂટર ખૂબ ધીમેથી ચાલશે.
ઇન્સ્ટૉલેશન
Peer-to-Peer નેટવર્ક પરના દરેક કૉમ્પ્યૂટરમાં નેટવર્ક ઑપરેટિંગ સિસ્ટમ અને બધી જ એપ્લિકેશન્સ ઇન્સ્ટૉલ કરાવી જ જોઈએ. દરેક કૉમ્પ્યૂટર નેટવર્ક પરની માહિતી અને રિસોર્સીસને શેઅર કરવા અને ત્યાં સુધી પહોંચવા દરેક કૉમ્પ્યૂટરને વ્યક્તિગત રીતે ગોઠવેલું હોવું જોઈએ. કૉમ્પ્યૂટરનો ઉપયોગ કરનારાઓએ તેમના પોતાનાં કૉમ્પ્યૂટર પર કેવી રીતે કાબૂ મેળવવો એ શીખવું જોઈએ. Peer-to-Peer નેટવર્ક માટે હંમેશાં કોઈ ડેડિકેટેડ સિસ્ટમનો વહીવટકર્તા હોતો નથી.
ગેઇનિંગ એક્સેસ રિસોર્સીસ
Peer-to-Peer નેટવર્ક પર જો કૉમ્પ્યૂટર યોગ્ય રીતે કાર્ય ન કરી રહ્યું હોય તો નેટવર્ક પરનાં બીજાં કૉમ્પ્યૂટરો કૉમ્પ્યૂટરની ફાઈલો અને રિસોર્સીસને પહોંચી વળવા માટે સક્ષમ નહીં રહે. તેમ છતાં, નેટવર્કમાં બીજાં કૉમ્પ્યૂટરો પરની ફાઈલો અને રિસોર્સીસ અસરકારક બની રહેશે નહિ.
સલામતી (સિક્યૉરિટી)
Peer-to-Peer નેટવર્ક પર યુઝર્સ તેમના પોતાના કૉમ્પ્યૂટર પર ફાઈલો અને માહિતીને સ્ટોર કરે છે. તે કૉમ્પ્યૂટરનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ બીજા યુઝરના કૉમ્પ્યૂટર પરની માહિતી મેળવી શકે છે. તેથી માહિતી Peer-to-Peer નેટવર્ક પર ઓછી સલામત રહે છે.
મૂલ્ય (Cost)
જ્યાં સુધી ઓછાં કૉમ્પ્યૂટરો જોડાયેલાં હોય તો Peer to Peer નેટવર્કનું મૂલ્ય સામાન્ય રીતે ઓછું રહે છે. જેમ જેમ Peer to Peer નેટવર્કનો વિકાસ થતો જશે તેમ સિસ્ટમ તદ્દન ખર્ચાળ બની શકે છે.
ક્લાયન્ટ / સર્વર નેટવર્ક્સ
નેટવર્કમાં એક કે વધારે કૉમ્પ્યૂટરને સર્વર તરીકે સ્પષ્ટ બતાવેલાં હોય છે અને નેટવર્ક પરનાં બીજાં કૉમ્પ્યૂટરને ક્લાયન્ટ કહેવાય છે. જે સર્વર પાસેથી સર્વિસની વિનંતી કરી શકે છે.
સર્વર
કૉમ્પ્યૂટર જે જોડાયેલાં કૉમ્પ્યૂટરને માહિતી સર્વ કરે છે, જેમ કે, વેબ સર્વર્સ, મેઇલ સર્વર્સ અને LAN સર્વર્સ. જ્યારે યુઝર સર્વર સાથે જોડાયેલ હોય છે ત્યારે એપ્લિકેશન્સ, ફાઇલ્સ, પ્રિન્ટર્સ અને બીજી માહિતી ઉપલબ્ધ થાય છે.
ક્લાયન્ટ
ક્લાયન્ટ એક પ્રકારની કૉમ્પ્યૂટર સિસ્ટમ છે જે કોઈ પણ પ્રકારના નેટવર્ક દ્વારા બીજા કૉમ્પ્યૂટર પર રિમોટ સર્વિસને પહોંચી વળે છે.
સાઈઝ
ક્લાયન્ટ | સર્વર નેટવર્ક્સ સામાન્ય રીતે મોટાં નેટવર્ક્સ માટે સગવડભર્યું છે અને કોઈ સાઇઝના નેટવર્ક સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. ક્લાયન્ટ/સર્વર નેટવર્ક્સ ગોઠવવા માટે સરળ છે અને મોટી કંપનીઓની વિશેષ જરૂરિયાતો પૂરી પાડવા તેની રચના કરી શકાય છે.
કાર્યક્ષમતા
ક્લાયન્ટ સર્વર નેટવર્ક પરનાં મોટા ભાગનાં પ્રોસેસિંગ અને રિસોર્સ જેવાં ઘનિષ્ઠ કાર્યો સર્વર્સ પૂરાં પાડે છે. સર્વર્સમાં વધારે મેમરી અને ક્લાયન્ટ કે ડેસ્કટૉપ કૉમ્પ્યૂટર કરતાં વધુ ઝડપી હોવાથી જટિલ કાર્યો કરવામાં વધારે સારાં છે.
ક્લાયન્ટ કૉમ્પ્યૂટર કરતાં સર્વર્સમાં વધારે સ્ટોર કરવાની જગ્યા પણ હોય છે. તેથી સર્વર્સ નેટવર્ક માટે બધી જ ફાઈલોને કુશળતાપૂર્વક સ્ટોર કરી શકે છે અને તેની ગોઠવણ પણ કરી શકે છે.
સર્વિસીસ
સર્વર નેટવર્ક પરના ક્લાયન્ટોને એક વિશિષ્ટ પ્રકારની સેવા પૂરી પાડવા માટે સામાન્ય રીતે વપરાય છે. જેમ કે પ્રિન્ટ સર્વર નેટવર્ક પરના બધા જ ક્લાયન્ટો માટે પ્રિન્ટિંગને અંકુશમાં રાખે છે. એપ્લિકેશન સર્વર નેટવર્ક પરના બધા જ પ્રોગ્રામોને સ્ટૉર કરીને ચલાવે છે. ડેટાબેઝ સર્વર માહિતીના મોટા જથ્થાને સ્ટૉર કરીને તેની ગોઠવણી કરે છે.
મોટા ભાગનાં ક્લાયન્ટ સર્વર નેટવર્કમાં નેટવર્ક ઍડમિનિસ્ટ્રેટર હોય છે. નેટવર્કની વ્યવસ્થા કરવાની ઍડમિનિસ્ટ્રેટરની ફરજ થઈ પડે છે, જેમ કે ડેટા બેકઅપ્સ અને સિક્યૉરિટી. મોનિટરિંગ નિયમિતપણે અવશ્ય પૂરું કરવું જોઈએ. ક્લાયન્ટ/સર્વર નેટવર્ક પરના સર્વર્સ વધુ સરળ બનાવવા હંમેશાં એક મધ્યવર્તી વિસ્તારમાં રાખવામાં આવે છે.
સલામતી
મોટા ભાગની કંપનીઓ બંધ રૂમોમાં નેટવર્ક સર્વર્સને સ્ટૉર કરે છે. ફક્ત નેટવર્ક ઍડમિનિસ્ટ્રેટર જ આ બંધ રૂમો સુધી પહોંચી શકે છે. આને કારણે સર્વર સાથે થતી દખલગીરીથી અનધિકૃત લોકોને તે અટકાવે છે. જો નેટવર્ક સર્વર બરાબર કાર્ય કરતું નહિ હોય તો આખા નેટવર્કને તે અસર કરશે.
કિંમત
ક્લાયન્ટ સર્વર નેટવર્ક્સને વિશિષ્ટ પ્રકારના, ડેડિકેટેડ સર્વરોની જરૂર પડે છે, જે કિંમતમાં ખૂબ જ મોંઘાં પડે છે. મોટા ભાગનું કામ સર્વરોથી થતું હોવાથી ક્લાયન્ટ સર્વર નેટવર્ક પરનાં ક્લાયન્ટ કૉમ્પ્યૂટરો ઓછાં શક્તિશાળી અને ઓછાંખર્ચાળ હોય છે.
إرسال تعليق