સ્માર્ટ ટૅગ્સ
Word પર કામ કરતી વખતે સ્માર્ટ ટૅગનો ઉપયોગ કરવાથી કામ ઝડપથી થઈ જાય છે. સ્માર્ટ ટૅગ એવી માહિતી છે. જેમ કે તારીખ (date) કે સરનામું (address) જેને word ઓળખે છે અને લેબલ કરે છે.
સ્માર્ટ ટૅગ તમને કેટલાંક કામ, જેમ કે તમારો કાર્યક્રમ નક્કી કરવો, કોઈ તારીખ પર મીટિંગ કે કોઈ એડ્રેસના મેપને પ્રદર્શિત કરવાની સુવિધા કરી આપે છે. જ્યારે word કોઈ કામ કરતું હોય છે, ત્યારે સ્માર્ટ ગેંગના નામથી ઓળખાતું બટન ઑટોમેટિક રીતે સ્ક્રીન પર દેખાય છે.
Auto Correct ઑપ્શન અને Paste ઑપ્શન ઉપરાંત Word બીજા Smart tags મેળવી આપે છે. Auto Correct Options અને Smart Tags Actionsની મદદથી Word સ્માર્ટ ટૅગ્સને ઉપસ્થિત કરવા વિશે સૂચિત કરે છે અને સ્ક્રીન પર Smart tagના ઇન્ડિકેટરને flash કરીને સ્માર્ટ ટૅગ બતાવે છે.
Auto Correct Option Smart tagનો indicator એક નાનું વાદળી રંગનું બૉક્સ છે. Smart Tag Actionનો Smart tag indicator એક જાંબુડિયા રંગની dotted લાઇન હોય છે.
જ્યારે તમે સ્માર્ટ ટૅગ બટન પર ક્લિક કરો ત્યારે તે એક મેનુ પ્રદર્શિત કરે છે જેમાં આપેલ ઍક્શનથી સ્માર્ટ ટૅગની જગ્યાના સંબંધિત Commandsનો સમાવેશ થયેલો હોય છે.
દા.ત. જ્યારે તમે તમારા Word ડૉક્યુમેન્ટમાં ડેટ નાખવા માગતા હોય તો એક smart tag દેખાઈ આવશે.જેમાં ડેટની નીચે એક પર્પલ (જાંબુડિયા રંગની) dotted લાઇન હોય છે. તમારે dateની નીચે purple dotted લાઇન પર માઉસને લઈ જવાનું છે.
જેથી કરીને smart tag action બટન દેખાય પછી smart tag Action બટન પર ક્લિક કરીને smart tag action મેનુ પ્રદર્શિત કરો- પછી smart tag action મેનુ પર add to contacts પર ક્લિક કરવાથી Outlook પર Contacts ડાયલૉગ બૉક્સ દેખાશે. સ્માર્ટ ટૅગ્સનાં ઓપ્શન્સ બદલી શકાય છે.
- ૧. મેનુ બારમાં Tools પર ક્લિક કરો. Tools મેનુ દેખાશે.
- ૨. Tools ઑપ્શન્સમાં Auto correct Options પર ક્લિક કરો. જો Auto Correct Options મેનુ પર ન દેખાય તો, માઉસ પૉઇન્ટરને મેનુના બટન પર થોડી વાર રાખો જેનાથી બધા જ મેનુ ઓપ્શન્સ દેખાવા માંડશે. Auto Correct ડાયલૉગ બૉક્સ દેખાશે.
- ૩. સ્માર્ટ ટૅગ આપ્શન પ્રદર્શિત કરવા માટે Smart Tags પર ક્લિક કરી દો.
- આ એરિયા એવી માહિતી બતાવે છે કે જેને Smart Tagની જેમ લાગુ પાડી શકાય છે. Smart Tags દરેક પ્રકારની માહિતી જેમાં Check Mark પ્રદર્શિત થાય છે, હાલમાં શરૂ થઈ જાય છે.
- ૪. માહિતીના પ્રકારની પાસેના check boxes પર ક્લિક કરીને તે માહિતી માટે smart tagsને તમે on કે off કરી શકો છો.
- પ. OK બટન પર ક્લિક કરીને તમારા ફેરફારોને કન્ફર્મ કરો.
બધા Smart Tags હટાવવા માટે
- ૧. Tools મેનુ પર Auto Correct ઑપ્શન પર ક્લિક કરીને પછી Smart Tags ટેબ પર ક્લિક કરો.
- ૨. Remove Smart Tags પર ક્લિક કરો.
Smart Tagsનો ઉપયોગ કરવો
એક dotted purple અંડરલાઇન તે textની નીચે દેખાશે, જેનો ઉપયોગ Word સ્માર્ટ ટૅગ તરીકે કરે છે.
- ૧. Smart Tagના ઉપયોગથી કોઈ કાર્ય કરવા માટે માઉસ પૉઇન્ટરને જેનો ઉપયોગ Smart Tag તરીકે કરવાનો હોય તે text પર લઈ જાઓ. જેનો Smart Tag Action બટન સ્કીન પર આવી જશે.
- ૨. Smart Tags નો ઉપયોગ કરવા માટે Smart Tag Action બટન પર ક્લિક કરીને actionના લિસ્ટને પ્રદર્શિત કરો.
- ૩. ઉપયોગ કરવા માગતા હોય એ action પર ક્લિક કરો.
إرسال تعليق