હેડર અને ફૂટરનો ઉમેરો કરવો

તમારા ડૉક્યુમેન્ટના દરેક પેજ પર હેડર કે ફૂટરને જોડીને વધારાની માહિતી પણ આપી શકો છો. તેમાં ચેપ્ટરનું ટાઇટલ, પેજ નંબર કે હાલની તારીખ જેવી માહિતીનો સમાવેશ હોય છે. દરેક પ્રિન્ટેડ પેજના ઉપરના ભાગે header દેખાશે.

દરેક પ્રિન્ટેડ પેજના નીચેના ભાગે ફૂટ૨ દેખાશે.

  • ૧. View પર ક્લિક કરો. ન્યૂ મેનુ દેખાશે.
  • ૨. View menu પરથી Header and Footer પર ક્લિક કરો. The Header and Footer ટુલબાર દેખાશે. તમારા ડૉક્યુમેન્ટની text ઝાંખી થઈ જશે.
  • ૩. હેડર જોડવા માટે, પહેલાં હેડરની ટૅક્સ્ટ ટાઇપ કરો. તમે હેડર ટૅક્સ્ટને એવી રીતે ફૉરમેટ કરી શકો છો જેવી રીતે કોઈ અન્ય ટેકસ્ટ ડૉક્યુમેન્ટમાં કરો છો.
  • ૪. પર ક્લિક કરીને ફૂટર એરિયા પ્રદર્શિત કરો. તમે step ૪ રિપીટ કરીને કોઈ પણ સમયે હેડર એરિયા પર પાછા આવી શકો છો.
  • ૫. Footer જોડવા માટે પહેલાં Footerની ટૅક્સ્ટ ટાઇપ કરો.

તમે ફૂટર ટૅસ્ટને એવી રીતે ફૉરમેટ કરી શકો છો જેવી રીતે કોઈ અન્ય ડૉક્યુમેન્ટમાં કરો છો. નીચે આપેલાં બટનોમાંથી કોઈ એક પર ક્લિક કરીને હેડર અને ફૂટરમાં કોઈ માહિતી નાખી શકો છો.

   Page number

   Total number of pages

   Date

   Time

  • ૬. તમારા ડૉક્યુમેન્ટમાં હેડર કે ફૂટર જોડી દીધા પછી Close પર ક્લિક કરી દો.

માર્જિન બદલવું

Margin તમારા પેજના ખૂણા અને ડૉક્યુમેન્ટમાં ટૅક્સની વચ્ચેની જગ્યા છે. તમે આ માર્જિનને તમારી જરૂરિયાત મુજબ બદલી શકો છો.

Word ડૉક્યુમેન્ટમાં સામાન્ય રીતે ૧ ઇંચ ઉપર અને નીચે ૧.૨૫ ઇંચનો ડાબી-જમણી બાજુ એ માર્જિન હોય જ છે. તેમ છતાં આ માર્જિન વ્યાપારિક પત્રવ્યવહાર અને રિપોર્ટ વગેરે માટે યોગ્ય રહે છે.

પછી કોઈ કોઈ વાર તમે એમાં ફેરફાર કરવા માગતા હોય તો કરી શકો છો. માની લો કે તમારો એક રિપોર્ટ લગભગ આખા એક પેજમાં આવી જતો હોય તો તમે ડાબા કે જમણા માર્જિનને થોડું ઓછું કરીને તેને યોગ્ય રીતે બંધબેસતું કરી શકો છો.

કોઈ resume લખતી વખતે તમને લાગે કે તે ખૂબ જ નાનો છે તો તમે માર્જિન વધારીને યોગ્ય રીતે adjust કરી શકો છો - જેમ કે ઉપરનો માર્જિન ૧.૨૫ ઇંચનો કરીને - આવી રીતે તે resume લાગુ પડશે. માની લો કે તે આખા પેજમાં બંધબેસતી થઈ ગઈ હોય.

  • ૧. માર્જિનમાં ફેરફાર કરવા માગતા હોય એવા ભાગમાં ડૉક્યુમેન્ટમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો.
  • ૨. File પર ક્લિક કરો.
  • ૩. Page set up પર ક્લિક કરો. Page set up ડાયલૉગ બૉક્સ આવી જશે.
  • ૪. Margins ટેબ પર ક્લિક કરો. આ એરિયા પેજનો માર્જિન બતાવે છે.
  • ૫. જેને તમે બદલવા માગો છો, એ માર્જિનની સાઇઝ પર ડબલ ક્લિક કરો.પછી નવી સાઇઝને ટાઇપ કરો.
  • ૬. માર્જિન માટે નવો નંબર ટાઇપ કરો. માર્જિન ઇંચમાં માપવામાં આવે છે. દરેક માર્જિનને તમે બદલવા માગતા હોય તો step પને રિપીટ કરો.
  • ૭. OK પર ક્લિક કરી ફેરફારને કન્ફર્મ કરો.

પેજ ઓરિએન્ટેશન બદલવું

તમારા ડૉક્યુમેન્ટમાં પેજીસનું ઓરિએન્ટેશન બદલી શકાય છે. Page Orientation પ્રિન્ટેડ પેજ પરની માહિતીની લેઆઉટ નક્કી કરે છે.

  • ૧. ઉ૫ર બતાવેલ સેકશન ‘Changing Margins 'ની પહેલાં ૧ થી ૪ steps રિપીટ કરો.
  • ૨. ઉપયોગ કરવાના Page Orientation પર ક્લિક કરો. આ એરિયા તમારું પેજ બદલાઇને આ એરિયા કેવું લાગશે એનો Preview બતાવે છે.
  • ૩. OK પર ક્લિક કરીને તમારો ફેરફાર કન્ફર્મ કરો.

વોટરમાર્કનો ઉમેરો કરવો

ડૉક્યુમેન્ટની માહિતીની પાછળ તમે એક ઝાંખું ચિત્ર કે text બતાવી શકો છો. આનાથી તમારો ડૉક્યુમેન્ટ વધુ સુંદર બની શકે છે.

  • ૧. Format પર ક્લિક કરો.
  • ૨. Background પર ક્લિક કરો.
  • ૩. Printed Watermark પર ક્લિક કરો. Printed Watermark ડાયલોગ બોક્સ દેખાશે.
  • ૪. Watermarkનો પ્રકાર જે તમે add કરવાના છો, તે નક્કી કરવા માટે આ ઓપ્શનના રેડિયો-બટન પર ક્લિક કરો.
  • પ. જો તમે step ૪માં Picture Watermark સિલેક્ટ કરશો તો તમારા કોમ્પ્યૂટર પર તે ચિત્ર મેળવવા જે તમે પ્રયોજિત કર્યું છે તેને માટે Select Picture પર ક્લિક કરવું પડશે.

જો તમે text watermarkને step ૪માં સિલેક્ટ કરો છો તો માઉસ પૉઇન્ટરને ડ્રેગ કરીને ટૅક્સ્ટ પરના એરિયા પર લઈ જાઓ ત્યારબાદ ઉપયોગમાં લેવાની ટૅસ્ટને ટાઇપ કરો. પછી step ૮ને સ્કિપ કરો.

Insert Picture ડાયલૉગ બૉક્સ દેખાશે. આ એરિયા પ્રદર્શિત ફાઈલોની જગ્યા બતાવે છે.

  • ૬. વોટરમાર્ક માટે ઉપયોગ કરવા માગતા હોય એ Picture પર ક્લિક કરો.
  • ૭. Insert પર ક્લિક કરો. આ એરિયા એ પિક્સરની જગ્યા અને નામ બતાવે છે જેને તમે સિલેક્ટ કરી લીધું છે.
  • ૮. OK પર ક્લિક કરો. વોટરમાર્ક તમારા ડૉક્યુમેન્ટ પર દેખાવા માંડશે.

જો Watermarkને હટાવવા માગતા હોય તો step ૧ થી ૪ રિપીટ કરો અને step ૪ પર No watermark સિલેક્ટ કરો. પછી step ૮નો ઉપયોગ કરો.

ન્યૂઝપેપર જેવી કૉલમ બનાવવી

તમારી textને તમે ન્યૂઝપેપરની કોલમની જેમ પ્રદર્શિત કરી શકો છો. ન્યૂઝલેટર્સ અને બ્રોશર્સ (brouchers)ની ડૉક્યુમેન્ટ બતાવવા માટે કૉલમ બનાવવી ઉપયોગી થઈ પડે છે.

  • ૧. ડૉક્યુમેન્ટમાં કે સેક્શનમાં એવી જગ્યાએ ક્લિક કરો જેને તમે newspaper columns ની જેમ બતાવવા માગો છો.
  • ૨. પર કરીને ન્યૂઝપેપર જેવી કોલમ બનાવો.
  • ૩. માઉસ પૉઇન્ટરને જેટલાં કૉલમ તમારે બનાવવાનાં હતાં તેટલાં કૉલમને હાઇલાઇટ ન કરી શકો. ત્યાં સુધી ડ્રેગ કરો.

Word એક નવી કોલમ બનાવવાની શરૂઆતે કરતાં પહેલાં એક કૉલમને ટૅક્સ્ટથી ભરી દેશે. જો ન્યૂઝપેપર જેવી કૉલમ હટાવવી હોય તો step ૧ થી ૩ રિપીટ કરો, step ૩ માં column સિલેક્ટ કરો.

Post a Comment

أحدث أقدم