ટેબલ બનાવવું
તમારા ડૉક્યુમેન્ટમાં માહિતીને સુઘડ રીતે બતાવવા તમે એક ટેબલ (કોઠો) બનાવી શકો છો. Ms-Word Programમાં ટેબલનું ઓપ્શન in-built હોય છે. અને તે એક ઉપયોગી ફૉરમેટિંગ ટૂલ છે જે તમને સરળતાથી rows અને columns સ્વરૂપે વ્યવસ્થિત હોય છે.
તે થોડું ઘણું spreadsheet (જેના વિશે તમે આ પુસ્તકના આગળના ચૅપ્ટરમાં શીખશો) જવું હોય છે. ટેબલમાંના Insertion Point ને cellથી cell સુધી ચલાવવા માટે તમે નીચેના વિકલ્પોમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકો છો.
- બીજા સેલ (cell)માં જવા માટે Tab દબાવો .
- પાછલા cell પર જવા માટે shift + Tab દબાવો.
- Arrow Keysના એક cellની ઍરોની દિશામાં ચલાવવા માટે ઉપયોગ કરો.
- જેમાં તમે ટાઇપ કરવા માગતા હોય એ cell પર ક્લિક કરો.
એક ટેબલની સાથે કામ કરતી વખતે ટેબલ મેનુમાં ઉપયોગ કરવા માટેના બધા જ કમાઝ આવેલા હોય છે. તમે આ મેનુની મદદથી row અને columnsને ઉમેરી કે ઘટાડી શકો છો. વિવિધ પ્રકારના ફૉરમેટિંગના ફંકશનનો પણ ઉપયોગ કરી શકો છો.
કોઈ row કે column નાખવા માટે પહેલાં અસ્તિત્વ ધરાવતા row અને columnsને સિલેક્ટ કરી લો. પછી ક્લિક કરો Insert > Row કે Insert > Column ટુલબાર બટન કે Table મેનુ ખોલીને Insert > Rows કે Insert > Columns સિલેક્ટ કરો.
- ૧. તમારા ડૉક્યુમેન્ટમાં જ્યાં તમે ટેબલ બનાવવા ઇચ્છતા હોય એ જગ્યા પર ક્લિક કરો.
- ૨. Insert Table પર ક્લિક કરીને ટેબલ બનાવો.
- ૩. જ્યાં સુધી તમે મનપસંદ rows અને કૉલમની સંખ્યાને હાઇલાઇટ ન કરી લો ત્યાં સુધી માઉસ પૉઇન્ટરને ડ્રેગ કરો. એક ટેબલ તમારા ડોક્યુમેન્ટમાં દેખાવા માંડશે.
ટેબલમાં ટેકસ્ટ નાખવી
ટૅકસ્ટને ડૉક્યુમેન્ટ માં નાખવામાં આવે છે એવી રીતે તમે ટેબલમાં text નાખી શકો છો.
- ૧. જ્યાં તમે ટેકસ્ટ નાખવા માટે એ cell પર ક્લિક કરો. પછી ટેકસ્ટને ટાઈપ કરી દો.
- ૨. ટેબલમાં ટૅસ્ટ નાખવાથી સંપૂણૅ રીતે મુક્ત ન થઈ જાઓ ત્યાં સુધી તમે step 1 રિપીટ કરતા રહો.
ટેબલ ડિલીટ કરવું
તમે જ્યારે ઇચ્છો ત્યારે કોઈ ટેબલને ડિલીટ કરી શકો છો.
- ૧. જેને તમે ડિલીટ કરવા માગો છો એના પર ક્લિક કરો.
- ૨. Table પર ક્લિક કરો. ટેબલ મેનું દેખાશે.
- ૩. Delete પર ક્લિક કરો.
- ૪. Table પર ક્લિક કરો. તે ટેબલ તમારા ડૉક્યુમેન્ટમાંથી અદ્દશ્ય થઈ જશે.
ટેબલમાં Row ઉમેરવી
તમારા ટેબલમાં એક row નાખીને વધારાની માહિતી દાખલ કરી શકો છો. word તમે સિલેક્ટ કરેલ row ઉપર એક row નાખશે.
- ૧. Row સિલેક્ટ કરવાના હેતુથી માઉસ પૉઇન્ટરને rowની ડાબી બાજુએ રાખો. પછી ક્લિક કરીને row સિલેક્ટ કરી લો.
- ૨. ટેબલમાં નવી row નાખવા માટે પર ક્લિક કરો. તમારા ટેબલમાં નવી row આવી જશે. row ડિસિલેક્ટ કરવી હોય તો સિલેક્ટ કરેલ એરિયાની બહાર ક્લિક કરો.
ટેબલમાં એક કૉલમ ઉમેરવી
તમારા ટેબલમાં એક column ઉમેરીને વધારાની માહિતી દાખલ કરી શકો છો. તમે પસંદ કરેલ columnની ડાબી બાજુ Word એક નવી કૉલમ ઇન્સર્ટ કરશે.
- ૧. માઉસ પૉઇન્ટરને કૉલમની ઉપર લાવીને columnને સિલેક્ટ કરો. માઉસ પૉઇન્ટર બદલાઈને જેવું થઈ જશે. પછી column સિલેક્ટ કરવા માટે ક્લિક કરો.
- ૨. હવે Insert Column બટન પર ક્લિક કરીને એક column જોડી દો.
તમારા ટેબલમાં નવું કૉલમ દેખાશે. Column ડિસિલેક્ટ કરવી હોય તો સિલેક્ટડ એરિયાની બહારની બાજુ એ ક્લિક કરો.
إرسال تعليق