ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ (DOS - ડોસ)


DOS એક સિંગલ યુઝર ઑપરેટિંગ સિસ્ટમ છે, જેને પાછલી શતાબ્દીના નવમા દશકાની શરૂઆતમાં વિકસિત પર્સનલ કૉમ્પ્યૂટરો માટે બનાવાયું હતું.

DOSનાં બે વધુ બહોળા પ્રમાણમાં ઉપયોગી થતાં versions છે. PC - DOS અને MS - DOS જેને માઇક્રોસોફ્ટ કોર્પોરેશને બનાવ્યાં હતાં. બંને વર્ઝનોનું ફંકશન એક જ છે. મૂળ તફાવત તેમને જેમની ઉપર ઇન્સ્ટૉલ કરાયાં હતાં.એ કૉમ્પ્યૂટરનો એક પ્રકાર હતો. 

માઇક્રોસોફ્ટ કંપનીએ PC-DOS, IBM માટે બનાવ્યું હતું, જેણે PC-DOS તૈયાર કરીને તેના કૉમ્પ્યૂટરોનું લગાતાર વેચાણ કર્યું હતું. બરાબર એ જ સમયે માઇક્રોસોફ્ટ કંપનીએ MS-DOSનું માર્કેટિંગ કરીને તેના IBMની સાથે કમ્પેટિબલ PCsને વેચ્યું હતું.

જ્યારે માઇક્રોસોફ્ટ કંપનીએ પહેલી વખત DOS બનાવ્યું હતું, ત્યારે તેમાં Command-line ઇન્ટરફેસનો ઉપયોગ કરાયો હતો. ત્યાર પછીનાં વર્ઝનમાં બંને કમાન્ડ લાઇન અને menu-driven યુઝર ઇન્ટરફેસ અને સાથે સાથે વધુ સારી મેમરી અને ડિસ્ક મેનેજમેન્ટનો પણ ઉપયોગ કરાયો હતો.

એક સમયે DOS સૌથી વધુ વપરાતી ઑપરેટિંગ સિસ્ટમ હતી. એક અનુમાન મુજબ એનો ઉપયોગ ૭ કરોડ કરતાં પણ વધારે કૉમ્પ્યૂટરોમાં થઈ રહ્યો હતો. હવે DOSનો વધારે ઉપયોગ થતો નથી, કારણ કે તેમાં graphical user interface (GUI)ની સુવિધા હોતી નથી અને તે modern ૩૨-bit પ્રોસેસર્સની સાથે ઇન્સ્ટૉલ થઈ શકતું નથી.

આપણે જાણીએ છીએ કે ઑપરેટિંગ સિસ્ટમ યુઝર અને કૉમ્પ્યૂટર વચ્ચે એક ઇન્ટરફેસ છે. તેથી ઑપરેટિંગ સિસ્ટમ મેમરીમાં જ લોડ થવી જોઈએ. ત્યાર પછી જ યુઝર મશીનની સાથે ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા કાર્ય કરી શકે છે. 

ઑપરેટિંગ સિસ્ટમ સૉફ્ટવેરને ડિસ્ક પર સ્ટોર કરવામાં આવે છે, અને પછી ડિસ્ક પરથી મેઇન સ્ટોર કે મેઇન મેમરીમાં તેને લોડ કરવામાં આવે છે જ્યાં તે પડેલી હોય છે.


MS-DOSનો પ્રારંભ કરવો કે બૂટિંગ કરવું


જ્યારે કૉમ્પ્યૂટર ચાલુ કરવામાં આવે છે ત્યારે પ્રોગ્રામ ઑટોમેટિક રીતે ચાલુ થઈ જાય છે અને ઑપરેટિંગ સિસ્ટમને લોડ કરવા માંડે છે. જેના કારણે કૉમ્પ્યૂટર કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. આ પ્રકારની પ્રક્રિયાને booting કહેવાય છે.

DOSને મેઇન મેમરીમાં લોડ કરવા માટે ૩ જરૂરી ફાઈલો જેવી કે I0. SYS, MSDOS.SYS અને COMMAND.COM સાથે જોડવી પડે છે. આ ત્રણ ફાઈલોને મેઇન મેમરીમાં લોડ કરવામાં આવે છે તેને બૂટિંગ અપ (booting up) કહેવાય છે. બૂટિંગ પ્રક્રિયાના ક્રમનું વર્ણન નીચે મુજબ કરવામાં આવ્યું છે.

1. કૉમ્પ્યૂટરો ચાલુ થઈ જાય છે ત્યારે તે self-diagnostic testsની શ્રેણી તૈયાર કરે છે, જેને POST (Power On Self Test) કહે છે. Postનું કાર્ય એ જોવાનું છે કે તમારા કૉમ્પ્યૂટરનું હાર્ડવેર બરાબર કામ કરે છે કે નહીં. જો કોઈ ઘટક (અવયવ) માં કૉમ્પ્યૂટરને કોઈ પ્રોબ્લેમ જણાય તો એરર મૅસેજ (error message) તરત જ સ્ક્રીન પર આવશે.

2. જે પ્રોગ્રામ ROM-BIOSમાં સ્ટોર કરેલો છે અને ઑપરેટિંગ સિસ્ટમને લોડ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે ચાલુ થવા માંડે છે. પછી તેને ચેક કરવામાં આવે છે કે DOS ફાઈલો બરાબર છે કે નહિ. તેને ચેક કરવાના ક્રમ નીચે મુજબ છે.

  • (i) સૌથી પહેલાં ફ્લોપી ડિસ્ક ડ્રાઇવ પર સર્ચ કરવામાં આવે છે અને જો તે જોવા મળે તો, Dosને ફ્લોપી ડ્રાઇવ પરથી લૉડ કરવામાં આવે છે.
  • (ii) જો Dosની ફાઈલો ફ્લોપી ડિસ્ક ડ્રાઇવમાં જોવા ન મળે તો પછી હાર્ડ ડિસ્ક પર સર્ચ કરવામાં આવે છે. જો Dos ની ફાઈલો હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પર જોવા મળે તો Dosને ત્યાંથી લોડ કરવામાં આવે છે.
  • (iii) જો Dosની ફાઈલો ક્યાંય જોવા નહીં મળે તો એરર મૅસેજ સ્ક્રીન પર આવી જશે : Non-system disk or Disk error.

3. જો એક ડ્રાઇવ પર Dos ફાઈલો જોવા મળે તો, તેના boot sector નામે ઓળખાતા પહેલા સેક્ટરને વાંચવામાં આવે છે. આ sector એક સ્મૉલ પ્રોગ્રામ સ્ટૉર કરે છે. જેને bootstrap loader કહેવાય છે. તે બૂટિંગની પ્રક્રિયા માટે Instructions સ્ટોર કરે છે. પછી bootstrap loaderને મેઇન મેમરીમાં લોડ કરવામાં આવે છે અને આપેલ સૂચનાઓનો નીચે જણાવ્યા મુજબની રીતે અમલ કરવામાં આવે છે.

  • (i)  પહેલાં I0.SYS ફાઈલ અને પછી MSDOS.SYS ફાઈલને મેઇન મેમરીમાં લોડ કરવામાં આવે છે. એની સાથે જ અમુક ઇન્ટરનલ ટેબલ્સ જેવાં કે પ્રોસેસ મૅનેજમેન્ટ, મેમરી મૅનેજમેન્ટ, ઇન્ફોર્મેશન મૅનેજમેન્ટનું ઇનિશિયલાઇઝડ કરવામાં આવે છે.
  • (ii) એની પછી CONFIG.SYS નામની ફાઈલ એ જ ડ્રાઇવમાં સર્ચ કરવામાં આવે છે. જ્યાંથી DOS લોડ થઈ રહ્યું છે. એનાથી માલુમ પડે છે કે કૉમ્પ્યૂટર સિસ્ટમ CONFIG.SYS અનુસાર કન્ફિગર છે કે નહિ.
  • (iii) COMMAND.COM ફાઈલને (જે DOSની કમાન્ડ ઇન્ટરપ્રિટર છે.) મેઇન મેમરીમાં લોડ કરવામાં આવે છે.
  • (iv) એક બેચ ફાઈલ જેને ‘AUTOEXEC.BAT’ કહેવાય છે. તેને શોધી કાઢવામાં આવે છે, અને જો તે મળી જાય તો એમાં બધી જ સૂચનાઓ ઍક્ઝિક્યુટ થઈ જાય છે.
  • (v) અંતે Dos Prompt (જે ડ્રાઇવ લેટરને ‘:/>'ની નિશાની પછી લગાડવામાં આવે છે.) પ્રદર્શિત થાય છે, જે ડ્રાઇવ લેટર બતાવે છે. જેના પરથી DOS ને લોડ કરવામાં આવ્યું છે, એટલે કે તે c:\> છે કે A:/> છે.

હવે DOS જે ડ્રાઇવમાં લોડ થયું છે તે ડિફૉલ્ટ ડ્રાઇવ થઈ જાય છે, અર્થાત્ જે કોઈ operation કરવામાં આવશે તે બધું આ ડ્રાઇવની અંતર્ગત જ થશે.

Post a Comment

أحدث أقدم