નેટવર્ક કૉમ્યુનિકેશન ટેક્નોલૉજી
આજ કાલ, નેટવર્કિંગની WAN, LAN અને વાયરલેસના આધારે ટર્મિનલ્સ, ડિવાઇસીસ અને કૉમ્પ્યૂટરને જોડીને સ્થાપના કરાઈ છે. આ પ્રકારની કૉમ્યુનિકેશન ટૅક્નોલૉજીની વિવિધતાની ચર્ચા નીચે મુજબ કરવામાં આવી છે.
ઈથરનેટ
ઇથરનેટ એક પ્રકારની LAN ટેક્નોલૉજી છે, જે કૉમ્પ્યૂટરોને નેટવર્ક સુધી પહોંચવાની સુવિધા કરી આપે છે. ઇથરનેટ દ્વારા માહિતીને ટ્રાન્સફર કરવાની.ઇથરનેટ સૌથી વધુ લોકપ્રિય અને સૌથી ઓછી ખર્ચાળ સિસ્ટમ છે.
નેટવર્કને સેટઅપ કરવા માટેનો તે નેટવર્કનો સૌથી સરળ પ્રકાર છે. તે બસ ટોપોલૉજી પર આધારિત છે, પરંતુ ઇથરનેટ નેટવર્ક સ્ટાર પૅટર્નમાં વાયરયુક્ત હોઈ શકે, ધીમે ધીમે વિવેકભરી વાતચીત દરમિયાન લોકો જે રીતે વાત કરે છે. એવી જ રીતે ઇથરનેટ કામ કરે છે.
જ્યારે ઇથરનેટ કામ કરતું હોય ત્યારે નેટવર્ક દ્વારા માહિતી મોકલતાં પહેલાં દરેક કૉમ્પ્યૂટર અમુક સમય સુધી રાહ જુએ છે. જ્યારે બે કૉમ્પ્યૂટરો એક જ સમયે માહિતી મોકલવાનો પ્રયત્ન કરે તો સામસામે વિરોધ ઊભો થાય છે. ક્ષણવાર પછી, કૉમ્પ્યૂટર ફરીથી માહિતી મોકલે છે.
ઇથરનેટ નેટવર્ક દ્વારા દર સેકંડે ૧૦ મેગા બાઇટ્સની (mbps )ની ઝડપે માહિતી ટ્રાન્સફર કરી શકે છે. ઝડપી ઇન્થરનેટ નેટવર્ક દ્વારા ૧૦૦ mbpsની ઝડપે માહિતી ટ્રાન્સફર કરી શકે છે. ગિગાબાઇટ ઇથરનેટ એક એવા પ્રકારનું ઇથરનેટ ગણાય છે જે નેટવર્ક દ્વારા ૧૦૦૦ mbpsની ઝડપે માહિતી ટ્રાન્સફર કરી શકે છે.
ટોકન-રિંગ
ટોકન-રિંગ એ LAN ટૅક્નોલૉજીનો એક પ્રકાર છે, જે બૅન્કો અને વીમા કંપનીઓ જેવી મોટી સંસ્થાઓમાં ઘણીવાર જોવા મળે છે. ટોકન રિંગ નેટવર્ક ૪ કે ૧૬ mbpsની ઝડપે નેટવર્ક દ્વારા માહિતી મોકલી શકે છે.
ટોકન-રિંગની કામગીરી
ટોકન-રિંગ એક કૉમ્પ્યૂટર પરથી બીજા કૉમ્પ્યૂટર પર સિંગલ ટોકન પસાર કરીને કાર્ય કરે છે. તે માહિતી એકઠી કરે છે અને તેની વહેંચણી કરે છે. ટોકન નેટવર્કની આસપાસ ઠેર ઠેર ફરતું હોવાથી નેટવર્ક પરનું કોઈ પણ કૉમ્પ્યૂટર જ્યારે ડેટા મોકલવા ઇચ્છે તો તે સ્વતંત્ર ટોકનને નિયંત્રણમાં લઈ શકે છે.
કૉમ્પ્યૂટર પછી ડેટા મોકલી શકે છે. જ્યાં સુધી કૉમ્પ્યૂટર દ્વારા ટોકન મુક્ત ન થાય એટલે કે ડેટા ન મોકલે ત્યાં સુધી બીજું કોઈ કૉમ્પ્યૂટર ડેટા મોકલી નહીં શકે. ફક્ત એક જ કૉમ્પ્યૂટર એક જ સમયે ટોકનનો ઉપયોગ કરી શકતું હોવાથી અથડામણની શક્યતા નકારી કઢાય છે.
TCP/IP (ટ્રાન્સમિશન કન્ટ્રોલ પ્રોટોકોલ/ઇન્ટરનેટ પ્રોટોકોલ)
TCP/IP ટ્રાન્સમિશન માટે ડેટાને નાના પૅકેટમાં તોડી પાડે છે. ઇન્ટરનેટ ટ્રાન્સમિશન્સ સામાન્ય રીતે TCP/IPનો ઉપયોગ કરે છે. જ્યારે કૉમ્પ્યૂટર ઇન્ટરનેટ ઉપરથી ડેટા મોકલે છે ત્યારે ડેટા નાના નાના ટુકડાઓમાં કે પૅકેટમાં ફેરવાઈ જાય છે.
દરેક પૅકેટમાં ડેટા હોય છે, જેમાં એની મંજિલ, મોકલનાર (sender) અને ક્રમ મુજબની માહિતીનો સમાવેશ થયેલો હોય છે. આ પ્રકારનાં પેકેટ્સ ડિવાઇસ દ્વારા લક્ષ્ય સુધી સૌથી ઝડપી પહોંચી જાય છે, તેને રાઉટર્સ કહે છે.
સોર્સથી માંડીને અંતિમ સ્થાન સુધી ઉપલબ્ધ ઉત્તમ રૂટ પર પૅકેજ મોકલવાની આ ટૅકનિકને પૉકેટ સ્વિચિંગ કહેવાય છે.
WAP-વેપ
WAP કે વાયરલેસ ઍપ્લિકેશન પ્રોટોકોલ એપ્લિકેશન વાયરલેસ કૉમ્યુનિકેશનમાં વપરાતી એપ્લિકેશનો માટે એક ખુલ્લું આંતરરાષ્ટ્રીય ધોરણ છે. વપરાતી એપ્લિકેશનો તેની મુખ્ય એપ્લિકેશન મોબાઇલ ફોન કે PDA પરથી ઇન્ટરનેટ સુધી પહોંચવા સક્ષમ બનાવે છે.
WAP બ્રાઉઝર વેબ બ્રાઉઝર આધારિત કૉમ્પ્યૂટરની બધી જ પાયાની સેવાઓ પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યું છે પરંતુ મોબાઇલ ફોનની મર્યાદાઓની અંદર તેને ચલાવવાનું સૂચન કરાયું છે.
WAP એ અત્યારે પ્રોટોકોલ છે જે વિશ્વની મોબાઇલ ઇન્ટરનેટ સાઇટ્સની બહુમતી માટે વપરાય છે, તેને WAP સાઇટ્સ કહેવાય છે.
ઇન્ટ્રાનેટ
એક એવું પ્રાઇવેટ નેટવર્ક જે TCP/IP જેવા ઇન્ટરનેટ પ્રોટોકોલ્સ પર આધારિત છે, પરંતુ તેને કંપની કે સંસ્થાની અંદર માહિતી પ્રબંધન માટે બનાવવામાં આવ્યું હોય છે. તેમાં ડૉક્યુમેન્ટનું વિતરણ, સૉફ્ટવેર વિતરણ અને ડેટાબેઝ એક્સેસનો સમાવેશ થયેલો હોય છે.
તેને ઇન્ટ્રાનેટ કહેવાય છે. તે વર્લ્ડ વાઇડ વેબસાઇટ જેવું લાગતું હોવાથી એના જેવી જ ટેક્નોલૉજી પર આધારિત છે, છતાં સંસ્થા માટે સખત આંતરિક નેટવર્ક ધરાવે છે. અને તે યોગ્ય ઇન્ટરનેટ સાથે જોડાયેલું નથી.
કેટલાક ઇન્ટ્રાનેટ ઇન્ટરનેટ સુધી પહોંચવાની સુવિધા કરી આપે છે, પરંતુ આવાં જોડાણો ફાયરવૉલ દ્વારા દિશાસુચન કરવામાં આવે છે જે બહારના વેબ પરથી આંતરિક નેટવર્કનું રક્ષણ કરે છે. કેટલીક વાર કંપની એકસ્ટ્રાનેટનો ઉપયોગ કરે છે, જે કસ્ટમરો કે સપ્લાયરોને તેના ઇન્ટ્રાનેટના ભાગ સુધી પહોંચવા દે છે.
દા.ત. કેટલીક બેંકો પોતાના ગ્રાહકોને ઇન્ટ્રાનેટના એક્સેસની સુવિધા આપે છે. જેથી તેઓ પોતાના એકાઉન્ટ બૅલેન્સ અને બીજી સેવાઓની જાણકારી મેળવી શકે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકે.
ફાયરવૉલ
ફાયરવૉલ શબ્દ એવા હાર્ડવેર અને સૉફ્ટવેરને રિફર કરે છે જે નેટવર્ક પર ડેટા અને માહિતી સુધી પહોંચવાના માર્ગને સીમિત કરી દે છે. તેનો સૌથી મોટો ઉપયોગ છે. બહારના લોકોને નેટવર્ક સુધી એક્સેસ કરતાં રોકવા જાહેર નેટવર્કમાં કનેક્શન લઈને કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટ સુધી પહોંચી શકે છે.
પ્રાઇવેટ કોર્પોરેટ, ઇન્ટ્રાનેટ કે એકસ્ટ્રાનેટ વિશિષ્ટ પ્રકારના અધિકૃત યુઝર્સ સામાન્ય રીતે નોકરિયાતો, સપ્લાયરો, ફેરિયાઓ અને ગ્રાહકો સુધી એક્સેસ કરતાં અટકાવી દે છે. અનધિકૃત યુઝર્સને એક્સેસથી રોકવા કંપનીઓ પોતાના ઇન્ટ્રાનેટ કે એકસ્ટ્રાનેટમાં ફાયરવૉલનો ઉપયોગ કરે છે.
إرسال تعليق