ટૅસ્ટને શોધવી અને તેનું પુનઃસ્થાપન કરવું 

તમે ડૉક્યુમેન્ટ માં ટૅક્સ્ટને કે એના કોઈ ભાગને શોધીને ફરી વ્યવસ્થિત કરી શકો છો. જ્યારે તમે કોઈ નામ વારંવાર લખતા હોય ત્યારે આ વધારે ઉપયોગી થાય છે.

તમારા ખોટા ડૉક્યુમેન્ટને બરાબર કરવા પહેલાં એ જરૂરી છે કે ભૂલો શોધીને પછી એને બરાબર કરીને ટૅકસ્ટમાં સ્થાન આપો. 

દા.ત. તમને ખબર પડે કે તમારા મહત્ત્વના ગ્રાહકનું અંતિમ નામ તમારા પત્રમાં ખોટી રીતે લખી દીધું છે કે કોઈ મહત્વના વેપારી સોદામાં ખોટી રકમ લખી નાખી છે. 

એનાથી પહેલાં તમે કોઈ ભૂલની ખબર હોય તો પણ નજર અંદાજ કરી લો. તમે wordને કહો કે ભૂલ શોધે અને તમને વિકલ્પ આપે કે જેથી કરીને તમે ટેસ્ટને સુધારી શકો.

  • ૧. Edit પર ક્લિક કરો. એડિટ મેનુ દેખાશે.
  • ૨. Replace પર ક્લિક કરો. Find and Replace ડાયલૉગ બૉક્સ દેખાશે.
  • ૩. શોધવા માગતા હોય એવી ટેકસ્ટને ટાઈપ કરો.
  • ૪. આ એરિયા પર ક્લિક કરો. ત્રીજા સ્ટેપમાં તમે જે ટૅક્સ્ટ ટાઈપ કરી છે એની જગ્યાએ ઉપયોગ કરવા માગતા હોય એવી ટૅક્સ્ટ ટાઈપ કરો.
  • ૫. Find next પર ક્લિક કરીને સર્ચ શરૂ કરો. Word એકબીજાને જોડતા એવા શબ્દને હાઈલાઈટ કરશે જે પહેલાં જોવા મળશે.
  • ૬. નીચેના વિકલ્પોમાંથી કોઈ એક પર ક્લિક કરો.

            Replace - શબ્દને બદલી નાખો.

            Replace all - ફક્ત શબ્દ જ નહીં, પરંતુ એકબીજા સાથે જોડતા શબ્દો ડૉક્યુમેન્ટ માં બદલી નાખો.

            Find next - આ શબ્દ પર ધ્યાન ન આપો. શબ્દ બદલાઈ જાય છે.

  • ૭. ડાયલૉગ બૉક્સ ન દેખાય ત્યાં સુધી શબ્દોને બદલો કે ઇગનોર કરો. જે તમને બતાવશે કે સર્ચ પૂરી થઈ ગઈ છે.
  • ૮. OK પર ક્લિક કરીને ડાયલૉગ બૉક્સને બંધ કરી દો.
  • ૯. Cancel પર ક્લિક કરીને Find and Replace ડાયલૉગ બૉક્સને બંધ કરી દો.

ફેરફારોને Undo કરવા

Word ડોક્યુમેન્ટમાં ટાઈપિંગ કરતી વખતે કે ટૅક્સ્ટ નાખતી વખતે અથવા ઈમેજ બનાવતી વખતે જો અંતિમ ફેરફારોને તમે બદલવા કે કેન્સલ કરવા માગતા હોય તો MS-Wordમાં રહેલ Undo ઑપ્શનથી કરી શકો છો. 

આ Undo featureની મદદથી તમે અંતિમ સંપાદિત (editing) અને ફૉરમેટિંગ કરેલા ફેરફારોને કેન્સલ કરી શકો છો.

  • ૧. સ્ટાન્ડર્ડ ટુલ બારમાં Undo button પર ક્લિક કરીને ડૉક્યુમેન્ટના અંતિમ ફેરફારોને હટાવી દો. વર્ડનો આ ઑપ્શન ડૉક્યુમેન્ટમાં કરેલા અંતિમ ફેરફારોને Undo કરી દેશે. 

તમે પહેલાં Step-૧ને રિપીટ કરીને પાછળના ફેરફારોને પણ Undo કરી શકો છો.આવી રીતે સ્ટાન્ડર્ડ ટુલ બારમાં Redo બટન (બ) દ્વારા તમે Undo બટનનાં પરિણામોને ઊલટ (reverse) કરી શકો છો.

સમય અને તારીખ નાખવી (Insert date and time)

તમારા ડોક્યુમેન્ટમાં તમે હાલની તારીખ અને સમય નાખી શકો છો. Word ઑટોમેટિક રીતે તારીખ અને સમયને update કરી દેશે. આમ દરેક વખતે થશે, જ્યારે તમે ડૉક્યુમેન્ટને ખોલશો કે તેની પ્રિન્ટ કાઢતા હશો. 

વર્ડ તમારા કૉમ્પ્યૂટરની built-in ઘડિયાળ (જે windowsના ટાસ્ક બારમાં લાગેલી હોય છે)થી હાલની તારીખ અને સમય નક્કી કરી દેશે.

  • ૧. જ્યાં તમે ઇચ્છો છો એ સમય અને તારીખ તમારા ડોક્યુમેન્ટમાં દેખાય એવી જગ્યા પર ક્લિક કરો.
  • ૨. Insert પર ક્લિક કરો.
  • 3. Date and time પર ક્લિક કરો. Date and time ડાયલૉગ બોક્સ દેખાશે.
  • ૪. જે ડેટ અને ટાઇમની ફૉરમેટનો ઉપયોગ કરવા માગતા હોય એના પર ક્લિક કરો. Update Automatically ના ચેકમાર્ક પર ક્લિક કરીને એની ખાતરી કરી લો કે જ્યારે પણ તમે ડૉક્યુમેન્ટ ખોલશો ત્યારે ડેટ અને ટાઇમ ઓટોમેટિક રીતે update થઈ જશે.
  • ૫. OK પર ક્લિક કરો.જે ડેટ અને ટાઇમની ફૉરમેટ તમે સિલેક્ટ કરી છે તે તમારા ડૉક્યુમેન્ટ માં દેખાવા માંડશે.

Post a Comment

أحدث أقدم