ડોક્યુમેન્ટ સેવ કરવો
ડૉક્યુમેન્ટને ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે તમે સેવ (Save) કરી શકો છો. આ ડૉક્યુમેન્ટ ને સેવિંગ કરવાનું એ કામ છે કે પાછળથી તમે રિવ્યૂ-review કરીને યોગ્ય રીતે સંપાદિત (edit) પણ કરી શકો છો. આ સેવ કરેલી ફાઈલનો કોઈ બીજા કૉમ્પ્યૂટરમાં પણ ઉપયોગ થઈ શકે છે.
- ૧. પર ક્લિક કરીને તમારા ડોકયુમેન્ટને સેવ કરો. Save as ડાયલૉગ બૉક્સ દેખાશે. આ એરિયા તમને એવી જગ્યા બતાવશે, જ્યાં Word તમારા ડૉક્યુમેન્ટને સેવ કરશે. તમે આશએરિયા પર ક્લિક કરીને એની જગ્યા પણ બદલી શકો છો.
- ૨. તમારા ડૉક્યુમેન્ટ માટે નામ ટાઈપ કરો.
- ૩. Save પર ક્લિક કરીને તમારા ડૉક્યુમેન્ટને સેવ કરી દો.
Word આવી રીતે તમારા ડૉક્યુમેન્ટને સેવ કરે છે અને સ્ક્રીન પર એ ડૉક્યુમેન્ટનું નામ પણ દેખાડશે.
નોંધ : જો તમે કોઈ ડૉક્યુમેન્ટને પહેલેથી સેવ કરી બેઠા હોય તો; Save as ડાયલૉગ બૉક્સ દેખાશે નહીં, કારણ કે તમે ડૉક્યુમેન્ટનું નામ પહેલેથી આપી દીધેલ છે.
ડોક્યુમેન્ટને ક્લોઝ કરી દેવો
તમારા ડૉક્યુમેન્ટને બંધ કરીને સ્ક્રીન પરથી તેને હટાવી પણ શકો છો. ડૉક્યુમેન્ટને બંધ કરવાનો અર્થ એવો નથી થતો કે તમે Word પ્રોગ્રામમાંથી બહાર નીકળી રહ્યા છો. ડૉક્યુમેન્ટને બંધ કરતાં પહેલાં ડૉક્યુમેન્ટ પર કરેલાં તમારા કામને સેવ કરી લેવાં જોઈએ.
- ૧. File મેનુ પર ક્લિક કરો.
- ૨. Close પર ક્લિક કરો. તે ડૉક્યુમેન્ટ તમારી સ્ક્રીન પરથી અદૃશ્ય થઈ જશે.
વર્ડમાંથી બહાર આવવું
Word પર કામ પૂરું કરી રહ્યા પછી વર્ડ પ્રોગ્રામ બંધ કરી દો.
- ૧. File મેનુ પર ક્લિક કરો.
- ૨. Exit પર ક્લિક કરીને પ્રોગ્રામને બંધ કરી દો. તે પ્રોગ્રામ સ્ક્રીન પરથી દૂર થઈ જશે.
ડૉક્યુમેન્ટ ખોલવો
તમારા સેવ કરેલા ડૉક્યુમેન્ટને ખોલીને તેને સ્ક્રીન પર જોઈ શકો છો. આવી રીતે તે ડૉક્યુમેન્ટ માં તમે ફેરફાર પણ કરી શકો છો.
- 1. Open પર ક્લિક કરો. Open ડાયલૉગ બૉક્સ સ્ક્રીન પર દેખાશે. આ એરિયા ખૂલનાર ડૉક્યુમેન્ટની જગ્યા બતાવશે. તમે આ એરિયા પર ક્લિક કરીને લોકેશન બદલી શકો છો.
- ૨. જે ડૉક્યુમેન્ટ તમે ખોલવા માગતા હોય એના પર ક્લિક કરો.
- ૩. Open પર ક્લિક કરીને ડૉક્યુમેન્ટ ખોલી દો.
ડૉક્યુમેન્ટ ખૂલીને તમારી સ્ક્રીન પર આવી જશે. હવે તમે તેમાં review કરીને ઇચ્છો તો ફેરફાર પણ કરી શકો છો. Title bar ખૂલેલા ડૉક્યુમેન્ટનું નામ બતાવશે.
ડૉક્યુમેન્ટમાં ટૅક્સ્ટ નાખવી
તમે સરળતાથી તમારા ડૉક્યુમેન્ટમાં નવી ટૅસ્ટ નાખી શકો છો.
- ૧. નવી ટેસ્ટ નાખવા માંગતા હોય એ જગ્યા પર ક્લિક કરો. સ્ક્રીન પર જ્યાં Insertion point ચમકશે ત્યાં ટાઈપ કરેલી ટૅસ્ટ દેખાશે.
- ૨. જે ટેસ્ટને Insert કરવા માગતા હોય તે ટૅક્સ્ટને ટાઈપ કરો. ખાલી જગ્યા ઇન્સર્ટ કરવા માટે કી-બોર્ડ પરના space barને દબાવો. નવી ટેક્સના જમણી બાજુના શબ્દો આગળ વધરો.
ડૉક્યુમેન્ટમાંથી ટૅક્સ્ટ ડિલીટ કરવી
ડૉક્યુમેન્ટમાં જરૂર ન હોય તેવી ટેસ્ટને તમે હટાવી શકો છો કે ડિલીટ કરી શકો છો.
- ૧. ડિલીટ કરવા માંગતા હોય એવી ટૅક્સ્ટને સિલેક્ટ કરો.
- ૨. ટૅકસ્ટને ડિલીટ કરવા કી-બોર્ડની delete key દબાવો. તે ટૅસ્ટ સ્ક્રીન પર દેખાશે નહિ. ખાલી થયેલી જગ્યાને પેરેગ્રાફ કે લાઇન ટૅક્સ આગળ વધીને તેને પૂરી કરી દેશે.
સ્પેલિંગ અને વ્યાકરણની ભૂલો
તમારા ડૉક્યુમેન્ટ માં રહેલી સ્પેલિંગ અને વ્યાકરણની બંધી જ ભૂલોને તમે સુધારી શકો છો. Word દરેક શબ્દને તેના શબ્દકોશ સાથે મિલાવે છે. જો કોઈ શબ્દ વર્ડના શબ્દકોશમાં નહીં હોય તો, શબ્દ ખોટી રીતે લખાયેલો ગણાશે.
Word ઓટોમેટિક રીતે ખોટા શબ્દની નીચે એક લાલ અંડરલાઇન બતાવશે અને વ્યાકરણની ભૂલ નીચે લીલી (green) અંડરલાઇન બતાવશે.
- ૧. તમારી ટેકસ્ટમાં રહેલી સ્પેલિંગ અને વ્યાકરણની ભૂલો ચેક કરવા માટે (અ) પર ક્લિક કરો. ખોટા સ્પેલિંગવાળા શબ્દોની નીચે ઑટોમેટિક રીતે લોલ રેખા (red અંડરલાઇન) આવી જશે.
- ૨. તમે ભૂલ સુધારવા માટે ઉપયોગ કરવા માગતા હોય એવા suggestion પર ક્લિક કરો.
- ૩. તમારા ડૉક્યુમેન્ટની ભૂલો સુધારવા માટે change પર ક્લિક કરો. જો તમે ભૂલને નજર તળે કાઢવા અને ડૉક્યુમેન્ટ માં checking કરવાનું ચાલુ રાખવા માગતા હોય તો Ignore Once પર ક્લિક કરો.
- જો બધી જ ભૂલોને સુધાર્યા વગર આગળ વધવાનું ચાલુ રાખવા માગતા હોય તો Ignore AII કે Ignore Rules પર ક્લિક કરો. આ એવા બટનની નામ પર આધાર રાખશે કે ભૂલ કોઈ ખોટા સ્પેલિંગની કે વ્યાકરણની છે.
- ૪. તમે વ્યાકરણની કે સ્પેલિંગની ભૂલ correct કે ignore ત્યાં સુધી કરો છો જ્યાં સુધી ડાયલૉગ બૉક્સ સ્ક્રીન પર દેખાઈને તમને એ નહીં બતાવે કે સ્પેલિંગ અને વ્યાકરણની ભૂલોની ચકાસણી પૂરી થઈ ગઈ છે.
- ૫. ડાયલૉગ બૉક્સ બંધ કરવા OK પર ક્લિક કરો.
ટેકસ્ટને મૂવ અને કૉપી કરવી
તમારા ડૉક્યુમેન્ટ માં કોઈ ટૅક્સ્ટને નવી જગ્યા પર ફરીથી ગોઠવીને તેને મૂવ કે કૉપી કરી શકો છો. મૂવ કરેલી ટેસ્ટ તેના મૂળ સ્થાનેથી અદૃશ્ય થઈ જશે. ટેસ્ટની કૉપી કરવાથી તમને એ સુવિધા રહેશે કે તમારી ટૅક્સમાં કોઈ માહિતી રિપીટ કરતી વખતે તમારે તેને ફરીથી ટાઈપ કરવી નહીં પડે અને તે નવી અને મૂળ એમ બંને જગ્યાએ દેખાશે.
- ૧. તમે મૂવ કે કોપી કરવા માગતા હોય એવી ટૅક્સ્ટ પર ક્લિક કરો.
- ૨. નીચેનાં બે બટનોમાંથી એક પર ક્લિક કરો.
Move text
Copy text
clipboard ટાસ્ક પેન જોઈ શકશો.
- ૩. તમે જ્યાં text રાખવા માગતા હોય એવી જગ્યા પર ક્લિક કરો.
- ૪. પેસ્ટ પર ક્લિક કરીને ટેસ્ટને નવી જગ્યાએ લઈ જાઓ. ટેકસ્ટને નવી જગ્યાએ દેખાવા માંડશે.
إرسال تعليق