ટેબલમાંથી એક રો (ROW) કે કૉલમ (COLUMN) ડિલીટ કરવી

જો રો કે કૉલમની તમારા ટેબલમાં કોઈ જરૂર ન હોય તો તમે તેને ડિલીટ કરી શકો છો.

રો (ROW) ડિલીટ કરવી

  • ૧. જે રો (ROW)ને તમે ડિલીટ કરવા માંગો છો તેને સિલેક્ટ કરવા માટે માઉસ પૉઇન્ટ૨ને તેની ડાબી બાજુએ રાખીને ક્લિક કરો.
  • ૨. CUT પર ક્લિક કરીને ROW ને ડિલીટ કરી દો. તે ROW તમારા ટેબલમાંથી અદૃશ્ય થઈ જશે.

કોલમ ડિલીટ કરવી

  • ૧. જે COLUMN તમે ડિલીટ કરવા માગતા હોય તેને હટાવવા માટે માઉસ પૉઇન્ટ૨ને તેની ઉપર રાખીને ક્લિક કરો.
  • ૨. CUT પર ક્લિક ક૨ીને COLUMN ને ડિલીટ કરી દો. તે COLUMN તમારા ટેબલમાંથી અદૃશ્ય થઈ જશે.

Rowની ઊંચાઈ બદલવી

તમે ઇચ્છો તો Rowની ઊંચાઈ વધારીને તમારા ટેબલનું લેઆઉટ વધારે સુંદર બનાવી શકો છો. પરંતુ જયારે તમારા ડૉક્યુમેન્ટ Print Layout કે Web Layout વ્યૂમાં પ્રદર્શિત થાય ત્યારે તમે આમ કરી શકો.

  • ૧. જે ROWની તમે height બદલવા કે વધારવા માંગો છો એની નીચેના ખૂણા પર માઉસ પૉઇન્ટરને રાખો. માઉસ પૉઇન્ટર બદલાઇને આવું થઈ જશે.
  • ૨. ROW ના ખૂણાને ડ્રેગ કરીને નવી જગ્યાએ લઈ જાઓ.એક dotted લાઇન તેની નવી જગ્યા બતાવશે.

ટેબલને મૂવ કરવું

તમારા ડૉક્યુમેન્ટમાં એક ટેબલને મૂવ કરીને તમે તેને નવી જગ્યાએ પણ લઈ જઈ શકો છો.

  • ૧. જેને તમે મૂવ કરવા માંગો છો એ ટેબલ પર માઉસ પૉઇન્ટરને લઈ જાઓ. એક હેન્ડલ દેખાશે. હેન્ડલને જોવા માટે તમારે ડાબી બાજુ scroll કરવું પડશે.
  • ૨. માઉસને હવે હેન્ડલ પર રાખી દો. માઉસ પૉઇન્ટરનો આકાર આવો થઈ જશે.
  • ૩. ટેબલને ડ્રેગ કરીને નવી જગ્યાએ લઈ જાઓ. એક dashવાળી આઉટલાઇન આ નવી જગ્યાને બતાવશે.

ટેબલ તેની નવી જગ્યાએ આવી જશે. ટેબલને જો કૉપી કરવા માતા હોય તો ૧ થી ૩ સુધીનો steps રિપીટ કરો અને હવે step ૩ લો તો માઉસની સાથે સાથે ctrl કી પણ દબાવી દો.

ટેબલનો આકાર બદલવો

તમે જગ્યાને adjust કરવા માટે તમારા ડૉક્યુમેન્ટમાં ટેબલનો આકાર બદલી શકો છો.

  • ૧. જેનો આકાર તમે બદલવા માગો છો એ ટેબલ પર માઉસ પૉઇન્ટરને કેન્દ્રિત કરો. એક હેન્ડલ આવી જશે.
  • ૨. માઉસને હેન્ડલ પર કેન્દ્રિત કરી દો. માઉસ પૉઇન્ટર બદલાઈને  આવું થઈ જશે.
  • ૩. ટેબલ તમારા મનપસંદ આકારનું ન થઈ જાય ત્યાં સુધી હેન્ડલને ડ્રેગ કરો. એક dashવાળી આઉટલાઇન એની નવી જગ્યા બતાવશે.

ટેબલમાં cellsને એકસાથે મિલાવવા

તમે ઇચ્છો તો એક મોટો cell બનાવવા માટે બે કે વધારે cellsને એકસાથે મિલાવી શકો છો. તમે કોઈ શીર્ષક (title) તમારા ટેબલની ઉપર કે નીચે બતાવવા ઇચ્છતા હોય ત્યારે cellsને મિલાવવા વધારે ઉપયોગી થાય છે.

  • ૧. બીજા cells સાથે જોડવાના પ્રથમ cell પર માઉસ પૉઇન્ટરને કેન્દ્રિત કરી રાખો.
  • ૨. બધા જ મિલાવવાના cellsને તમે હાઇલાઈટ ન કરો ત્યાં સુધી માઉસ પૉઇન્ટરને ડ્રેગ કરો.
  • 3. Table પર ક્લિક કરો. Table મેનુ દેખાશે.
  • ૪. Merge cells પર ક્લિક કરો.

Cells એક બીજા સાથે મળીને એક મોટો cell બનાવશે. cell ને ડિસિલેક્ટ કરવો હોય તો સિલેક્ટ કરેલ એરિયાની બહાર ક્લિક કરો.

Post a Comment

أحدث أقدم