સોફટવેર ની મહત્વ ની જાણકારી


સોફટવેર કે પ્રોગ્રામ, વિશિષ્ટ પ્રકારનાં કાર્યો કરવામાં મદદ કરે છે. સિસ્ટમ (હાર્ડવેર)ના ભૌતિક ઘટકોથી વિરુદ્ધ હોવાથી આમાં વર્ડ પ્રોસેસર જેવા એપ્લિકેશન સૉફ્ટવેરનો સમાવેશ થાય છે. જે યુઝરને કાર્ય કરવામાં મદદ કરે છે અને ઓપરેટિંગ સિસ્ટમ જેવું સિસ્ટમ સૉફ્ટવેર જે બીજા સોફટવેરને યોગ્ય રીતે ચલાવવા દે છે,


હાર્ડવેર સાથે જોડીને કે બીજા સૉફટવેર કે કસ્ટમ સૉફ્ટવેર સાથે યુઝરના માર્ગદર્શન પ્રમાણે બનાવેલ હોય છે. પત્રો લખવા, ભંડોળનું સંચાલન કરવા, ચિત્રો દોરવા, ગેમ્સ રમવા અને બીજું ઘણુંબધું કરવા તમે સૉફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો.


પ્રેક્ટિકલ કોમ્પ્યૂટર સિસ્ટમ્સ સૉફ્ટવેરને ત્રણ મુખ્ય ભાગમાં વિભાજિત કરે છે : સિસ્ટમ સૉફટવેર, એપ્લિકેશન સૉફટવેર અને પ્રોગ્રામિંગ સૉફ્ટવેર.


સિસ્ટમ સૉફટવેર કોમ્પ્યૂટર હાર્ડવેર અને કૉમ્ય્યૂટર સિસ્ટમ ચલાવવામાં મદદરૂપ થાય છે. Operating સિસ્ટમ્સ , ડિવાઇસ ડ્રાઇવર્સ, ડાયગ્ન્નોસ્ટિક ટુલ્સ, સર્વર્સ, windowing સિસ્ટમ્સ, utilities અને એથી વધારે તેમાં સમાવેશ થાય છે.


સિસ્ટમ સૉફટવેર, યુઝર, એપ્લિકેશન સૉફ્ટવેર અને કોમ્પ્યૂટર હાર્ડવેર જેવા કે કૉમ્યુનિકેશન, પ્રિન્ટર, રીડર્સ , displays, કી- બોર્ડ્ઝ જેવા એસેસરીઝ ડિવાઇસીસ વચ્ચે સમવ્ય કરી આપે છે.


એપ્લિકેશન સૉફૂટવેર છેલ્લા યુઝર્સને પણ એક અથવા તો વધારે ખાસ પ્રકારના (કૉમ્પ્યૂટર સંબંધિત ન હોય તેવાં) કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરે છે. ટિપિકલ એપ્લિકેશનમાં ઑફિસનું યાંત્રિકીકરણ, બિઝનેસ સૉફ્ટવેર, એજ્યુકેશન સૉફ્ટવેર, મેડિકલ સૉફ્ટવેર, ડેટાબેઝ અને કૉમ્પ્યૂટર ગેમનો સમાવેશ થાય છે.


બિઝનેસીસ સંભવિત રીતે એપ્લિકેશન સૉફ્ટવેરના સૌથી મોટા યુઝર્સ છે, પરંતુ લગભગ માનવ પ્રવૃત્તિનું દરેક ક્ષેત્ર અત્યારે એપ્લિકેશન સૉફ્ટવેરના કોઈ સ્વરૂપનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ બધી જ પ્રકારનાં કાર્યો સ્વયંસંચાલિત રીતે કરવામાં થાય છે.


પ્રોગ્રામિંગ સૉફ્ટવેર હંમેશાં કૉમ્પ્યૂટર પ્રોગ્રામો લખવામાં પ્રોગ્રામરને સહાય કરવા ટુલ્સ પૂરાં પાડે છે અને વિવિધ પ્રકારની પ્રોગ્રામિંગ ભાષાઓ વધુ સગવડભરી રીતે ઉપયોગી થાય એ માટે સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. ટુલ્સમાં ટૅક્સ એડિટર્સ, કમ્પાઇલર્સ, ઇન્ટરપ્રિટર્સ, લિકર્સ, debuggers વગેરેનો સમાવેશ થાય છે. 


Integrated development environment (IDE) merges સૉફ્ટવેર બંડલમાં પ્રોગ્રામરને કોઈ જરૂર રહેતી નથી. અનેક પ્રકારના કમાન્ઝ કંમ્પાઇલિંગ,ઇન્ટરપ્રિટર, ડિબજિંગ, ટ્રેસિંગ વગેરે. કારણ કે IDEમાં હંમેશા advanced ગ્રાફિક્સ યુઝર ઇન્ટરફેસ કે GUI હોય છે.


સિસ્ટમ સૉફટવેર

સિસ્ટમ સૉફ્ટવેરના બે પ્રકારોમાં Operating Systems અને Utility Programsનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં પર્સનલ કોમ્પ્યૂટરર્સ માટે ઑપરેટિંગ સિસ્ટમ તેમ જ કેટલાક Utility પ્રોગ્રામોની ચર્ચા કરવામાં આવી છે.


ઑપરેટિંગ સિસ્ટમ 

ઑપરેટિંગ સિસ્ટમ (OS) એ પ્રોગ્રામોનો સેટ છે, જેમાં બધી જ પ્રવૃત્તિઓને સહકાર આપવા માટે કોમ્પ્યૂટર હાર્ડવેર સિસોર્સીસ વચ્ચે સૂચનાઓનો સમાવેશ થવો જોઈએ. દા.ત., ઑપરેટિંગ સિસ્ટમ રેકગ્નાઇઝ કી-બોર્ડ, માઉસ, માઇક્રોફોન, કે PC કેમેરા મોનિટર પર આઉટપુટ ડિપ્લે કરવા કો-ઓર્ડિનેટ કરે છે, 


માહિતીની પ્રિન્ટ ક્યારે અને કેવી રીતે કાઢવી તે ઉન્ટરને સૂચન કરે છે, અને મેમરીમાં રહેલ ડેટા અને સૂચનાઓની અને disk પર સ્પેર કરેલી માહિતીને વ્યવસ્થિત કરે છે. કૉમ્પ્યૂટર કામ કરવા માટે ઑપરેટિંગ સિસ્ટમની અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કે ઉચ્ચ કક્ષાનાં કાર્યો પૂરાં પાડવાની જરૂર પડે છે.


 આપણે ત્યાં અનેક જુદા જુદા પ્રકારની ઑપરેટિંગ સિસ્ટમ્સ ઉપલબ્ધ છે. મોટા ભાગની સિસ્ટમ્સ એક જ જેવાં કામો કરે છે, જેમાં કોમ્યુટરને ચાલુ કરવું, યુઝરને ઇન્ટરફેસ પૂરું પાડવું. પ્રોગ્રામોની વ્યવસ્થા કરવી, મેમરીની વ્યવસ્થા કરવી, જોબનું શિડ્યૂલ બનાવવું, 


કાર્યનું મોનિટરિંગ કરવું અને હાઉસકીપિંગ સેવાઓ પૂરી પાડવી વગેરેનો સમાવેશ થાય છે. બીજા કેટલીક ઓપરેટિંગ સિસ્ટમ્સ પણ નેટવર્ક અને એડમિનિસ્ટર સિક્યોરિટીને એકશ કરવામાં મદદરૂપ થાય છે.


મોટા ભાગના કિસ્સાઓમાં, ઑપરેટિંગ સિસ્ટમ કૉમ્પ્યૂટર હાર્ડ ડિસ્ક પર સમાવિષ્ટ હોય છે. નાનાં હાથવગાં કૉમ્પ્યૂટર ઑપરેટિંગ સિસ્ટમ ROM (Read Only Memory) ચિપ જુદી જુદી સાઇઝનાં કૉમ્પ્યૂટર જુદા જુદા પ્રકારની અૉપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે. 


દા.ત. ડેસ્કટૉપ કૉમ્પ્યૂટર જે ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે તેના જેવી સિસ્ટમનો ઉપયોગ મેઇન ફ્રેમ કૉમ્પ્યૂટર કરતું હતું. ડેસ્કટૉપ જેવા જ પ્રકારનાં કૉમ્પ્યૂટર પણ એક જ જેવી ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં નથી.


એક પર્સનલ કૉમ્પ્યૂટર વિન્ડોઝનો ઉપયોગ કરી શકે છે અને બીજું કૉમ્પ્યૂટર macosનો ઉપયોગ કરી શકે છે. વધારામાં આવી વિવિધ પ્રકારની ઑપરેટિંગ સિસ્ટમ્સ ઘણીવાર એકબીજા માટે સુસંગત નથી થતી, ઑપરેટિંગ સિસ્ટમ જે PC પર ચાલે છે, પરંતુ Apple કૉમ્પ્યૂટર પર ચાલી નથી શકતી. વધારામાં એક ઑપરેટિંગ સિસ્ટમ સાથે કામ કરતું એપ્લિકેશન સૉફ્ટવેર બીજી ઑપરેટિવ સિસ્ટમ સાથે કામ કરી શકતું નથી.

Post a Comment

Previous Post Next Post