એમ એસ - વર્ડ (Ms Word) 

પરિચય

માઇક્રોસોફ્ટ વર્ડ એક પૂર્ણ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે, જેની મદદથી આપણે જરૂરી ડૉક્યુમેન્ટ જેવા કે પત્રો, રિઝયુમ્સ, જાહેરાતો અને રિપોર્ટ બનાવીને તેનું રિવિઝન કરી શકીએ છીએ.

Word નાં વિવિધ પ્રકારનાં ફીચર્સ સરળતાથી ડૉક્યુમેન્ટ બનાવવામાં મદદ કરે છે. તેની મદદથી તમે બોર્ડર મારી શકો છો, શેડિંગ કરી શકો છો, કોઠા (tables) અને ગ્રાફિક્સ બનાવી શકો છો. 

તેમ જ ચિત્રો અને વેબ એડ્રેસીસ તમારા ડૉક્યુમેન્ટમાં નાખી શકો છો. વર્ષમાં એક template બનાવવા માટે, આ એક ફોર્મ હોય છે. જેનો તમે ઉપયોગ કરી શકો છો અને તમારી જરૂરિયાત મુજબ તેને બદલી શકો છો.

Word દ્વારા ટાઈપિંગમાં થતી syntax errors (વાક્યવિન્યાસની ભૂલો) સુધારી શકો છો, અને તે પણ વિવિધ પ્રકારની ભાષાઓમાં, wordનો થિસોરસ કોશ તમને એવી સુવિધા કરી આપે છે કે તમારું લખાણ વિવિધતાભર્યું અને એકદમ સાર્થક નીવડી શકે.

Word ટૅક્સ (Text)ને ઉચિત શીર્ષક (headings) આપી શકે છે, તમે lists જ્યારે ટાઇપ કરી રહ્યા હોય ત્યારે તમને fractions અને બોર્ડર તેમ જ વેબ એડ્રેસ પણ બનાવી આપે છે.

જ્યારે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય ત્યારે તમારા વર્ડ ડૉક્યુમેન્ટની કૉપીને તમે ઈ-મેઈલ કરી શકો છો. Ms- wordની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

ડૉક્યુમેન્ટને એડિટ કરવો

વર્ડ દ્વારા તમારા સમયની ઘણી બચત થાય છે. તમારા ડૉક્યુમેન્ટની ટૅક્સ્ટને સરળતાથી edit (સંપાદિત) કરી શકો છો; ભાષાને ફરી વ્યવસ્થિત કરીને એમાં કોઈ ઉમેરો કે ડિલીટ પણ કરી શકો છો. 

વર્ડની મદદથી તમે ડૉક્યુમેન્ટમાં રહેલા શબ્દોની તરત જ ગણતરી કરી શકો છો; સ્પેલિંગ ચેક કરી શકો છો અને વ્યાકરણની ભૂલોને પણ સુધારી શકો છો. Wordના થિસોરસની મદદથી યોગ્ય શબ્દો નાખી શકો છો.

ડૉક્યુમેન્ટને ફૉરમેટ કરવો

તમારા ડૉક્યુમેન્ટને ફૉરમેટ કરીને તમે તેને સુવાચ્ય અને આકર્ષક બનાવી શકો છો. એમાં જુદા જુદા પ્રકારના ફૉન્ટ, સ્ટાઈલ અને રંગ વગેરેનો ઉપયોગ કરીને text ના મહત્ત્વ પર ભાર મૂકી શકો છો. એનાથી ટૅક્સ્ટની લાઇનો વચ્ચેની spacing (જગ્યા) બરાબર કરી શકાય છે; હાંસિયો (margin) પણ બદલી શકાય છે; અને ન્યૂઝપેપરની કૉલમ પણ બનાવી શકાય છે.

ટેબલ અને ગ્રાફિક

Word દ્વારા ટેબલ્સ (કોઠા) બનાવીને માહિતીને કોઈ ડૉક્યુમેન્ટમાં વધારે સુવાચ્ય કરી શકાય છે. Auto shapes અને clip art કે images જેવી ગ્રાફિક્સ નાખીને ડૉક્યુમેન્ટની છબીઓને સારો ઓપ આપી શકાય છે ને પોતાના વિચારોને નવું સ્વરૂપ આપી શકાય છે . 

Wordને સ્ટાર્ટ કરીને કસ્ટમાઇનિંગ કરવું

Word શરૂ કરતાં પહેલાં વિન્ડોઝ ચાલુ રાખેલ હોવો જોઈએ , નીચેના સ્ટેપ્સની મદદથી Wordને શરૂ કરો.

1. Start બટન પર ક્લિક કરો. સ્ટાર્ટ મેનું દેખાશે.

2. All programs પર ક્લિક કરો.

3. All programsના સબ- મેનુમાં Microsoft Office Word ૨૦૦૩ પર ક્લિક કરો. Microsoft Word સામે દેખાશે.

આ એક ખાલી ડૉક્યુમેન્ટ જેનું ટાઈટલ Document 1 છે, તે તમારી સ્કીન પર આવશે.

પછી એક Task pane જોઈ શકાશે, જેના દ્વારા તમે ઝડપથી સામાન્ય કામ પૂરાં કરી શકશો.

વિન્ડોઝના ટાસ્ક બાર પર વર્ડ પ્રોગ્રામ માટે એક બટન દેખાશે.

Task pane એક અલગ વિન્ડો હોય છે. જેના દ્વારા તમે Wordમાં ખૂબ જ સારી રીતે કામ પૂરું કરી શકો છો. તમે Task pane બંધ કરીને Wordમાં વધારેમાં વધારે ટાઈપિંગ એરિયા મેળવી શકો છો.

જ્યારે તમે પહેલી વખત Word ખોલો ત્યારે Tool bar નું બટન એક જ લાઇનમાં દેખાશે. તમે ઇચ્છો તો એની બે અલગ અલગ લાઇનો બનાવીને પણ કામ કરી શકો છો – એનાથી ટુલ બારના બટનનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ શકશે.

1. Close બટન પર ક્લિક કરો, જે ટાઈટલ બારના ઉપરના જમણા ખૂણા પર હોય છે.

2. જો ટુલ બાર એ જ લાઇનમાં દેખાય તો Tool bar option બટન પર ક્લિક કરો. એક લિસ્ટ સામે દેખાશે.

Tool bar option listi માં હશે, જે ટુલ બાર પર પૂરે પૂરાં નહીં દેખાય, જ્યારે ટુલ બાર એક જ લાઇનમાં દેખાશે.

3. Show Buttons on Two Rows પર ક્લિક કરો.

Word ટુલ બાર્સને બે અલગ અલગ લાઇનોમાં પ્રદર્શિત કરશે.

હવે જ્યારે તમે Wordને શરૂ કરશો તો Word વિન્ડો એક જ કે એવી ફૉરમેટ બતાવશે જ્યારે તમે છેલ્લી વખત Word નો ઉપયોગ કર્યો હતો ત્યારે બતાવાઈ હતી.

Post a Comment

Previous Post Next Post