ઑપરેટિંગ સિસ્ટમ્સના પ્રકારો
પહેલાં ઑપરેટિંગ સિસ્ટમ્સ ડિવાઇસ પર આધારિત હતી. Device- dependent સૉફ્ટવેર એક એવા પ્રકારની પ્રૉડકટ છે જે કોમ્પ્યૂટરના વિશિષ્ટ પ્રકારે પર જ ચાલે છે. જ્યારે મેન્યુફેક્ટરી નવું કોમ્પ્યૂટરનુ મૉડેલ બજારમાં મૂકે ત્યારે તેઓ સુધારો કરેલી અને વિવિધ પ્રકારની ઑપરેટિંગ સિસ્ટમનું ઉત્પાદન અવારનવાર કરતા રહે છે. પ્રૉબ્લેમો ઊભા થાય તેમ છતાં યુઝર, કોમ્પ્યૂટરના મોડેલો કે મેન્યુફેક્ઝરર્સ ઝડપથી બદલવા માગશે.
યુઝરનું એપ્લિકેશન સૉફ્ટવેર ઘણીવાર નવા કોમ્પ્યૂટર પર કામ કરતું નથી. કારણ કે એપ્લિકેશન્સ વિશિષ્ટ ઑપરેટિંગ સિસ્ટમ ચલાવવા માટે બનાવવામાં આવી છે. કેટલીક ઓપરેટિંગ સિસ્ટમ્સ હજુ પણ ડિવાઇસ આધારિત છે. અત્યારે device-independent operating systems જે ઘણા મૅન્યુફેક્ટરોના કોમ્પ્યૂટર્સ પર ચાલી શકે એટલી હદે પહોંચી ગઈ છે.
device-indepent operating systemsનો ફાયદો એ છે કે તે અસ્તિત્વ ધરાવતી એપ્લિકેશન software અને ડેટા ફાઈલોને રોકી રાખી શકે છે, તેમ છતાં તમે કોમ્પ્યૂટરના મૉડેલો બદલી શકો છો.
Dos (ડૉસ)
The term Dos (Disk Operating system) કેટલીક સિંગલ યુઝર ઑપરેટિંગ સિસ્ટમ્સનો ઉલ્લેખ કરે છે, તેને PCs માટે ૧૯૮૦૬ પહેલાં વિકસાવવામાં આવ્યું હતું. PC-DOS અને MS-Dos એ બે DQSના વધુ બહોળા પ્રમાણમાં વપરાતા વર્સન્સ છે. માઇક્રોસૉફ્ટ IBM માટે PC-DOS (Personal Computer Dos) વિકસાવ્યું હતું.
જે IBM દ્વારા તેના કોમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરાયું હતું અને વેચાણ કરાયું હતું. એ જ સમયે, માઇક્રોસૉફ્ટ કંપનીએ IBM-Compatible પર્સનલ કૉપ્યુટર્સ બનાવનારાઓ માટે MS-DOS (Microsoft-Dos)નું માર્કેટિંગ કર્યું હતું.
માઇક્રોસોફ્ટ દ્વારા DOS જ્યારે સૌપ્રથમ વાર વિકસાવાયું હતું, ત્યારે તેમાં Command-line Interfaceનો ઉપયોગ થયો હતો. Dosના પાછળના Versions Command-line અને menu-driven યુઝર interfaces બંનેનો તેમજ સુધારો કરેલી મેમરી અને ડિસ્ક મેનેજમેન્ટનો સમાવેશ કરાયો હતો.
આજે , DOSનો બહોળા પ્રમાણમાં કોઈ ઉપયોગ થતો નથી, કારણ કે તે graphical user interfaceની ઑફર નથી કરતું અને તે modern ૩૨ - bit માઇક્રો પ્રોસેસર્સનો પૂરેપૂરો લાભ ઊઠાવી શકતું નથી. તેમ છતાં તે કેટલાક યુઝર્સ પણ, તેમાંથી ઘણા વિન્ડોઝ પ્લેટફૉર્મ્સના ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
Windows 3.x
માઇક્રોસૉફ્ટ કંપનીએ ઓપરેટિંગ સિસ્ટમની જરૂરિયાત પૂરી પાડવા windows વિકસાવ્યું હતું. જેમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હતું . windows 3.x microsoft Windowsના અગાઉના ત્રણ versionsનો ઉલ્લેખ કરે છે : windows ૩.૦, windows ૩.૧ અને Windows ૩.૧૧ આ windows ૩.x versions ઑપરેટિંગ સિસ્ટમ્સ ગણાતા નહોતા. તેને બદલે તે ઑપરેટિંગ environments તરીકે ઓળખાતા હતા.
Operating environment એ graphical User interface છે. જે ઑપરેટિંગ સિસ્ટમના ઉપયોગને સરળ બનાવવા તેની સાથે જોડાઈને કાર્ય કરે છે, Windows ૩.x DOS માટે operating environment તરીકે કાર્ય કરવા બનાવવામાં આવ્યું હતું. Windows ૩.૧ કૉપ્યુટરની સઘળી કામગીરીને અંકુશ કરવા MS- DOSની સાથે કાર્ય કરે છે. MS DOS ચલાવવા માટે તેની જ રૂર પડે છે. અને એટલે જ તે સાચા અર્થમાં ઑપરેટિંગ સિસ્ટમ નથી.
Windows 95
Windows ૩.xને Windows ૯૫ દ્વારા સફળતા મળી હતી. Windows ૯૫ ઑગસ્ટ ૧૯૯૫માં બહાર પડ્યું હતું. તે ૩૨ bit ઑપરેટિંગ સિસ્ટમ છે જેને ઓછામાં ઓછી intel ૩૮૬ ચિપની જરૂર પડે છે. તે સ્વયં-સમાવિષ્ટ ઑપરેટિંગ સિસ્ટમ છે. જેમાં DOSના built-in અને enhanced versionનો સમાવેશ થાય છે.
Windows ૯૫ વિન્ડોઝ ૯૫, windows ૩.x અને DOS એપ્લિકેશન્સને ચલાવે છે. Plug and Play અને નેટવર્કની ક્ષમતાઓનો Windows ૯૫માં સમાવેશ થાય છે.
Windows NT
Windows NTનો NT તરીકે પણ ઉલ્લેખ કરાય છે. માઇક્રોસૉફૂટ દ્વારા ઉત્પન્ન કરાયેલું તે ઑપરેટિંગ સિસ્ટમ્સનું કુટુંબ છે, જેનો સૌથી પહેલો Version જુલાઈ, ૧૯૯૩માં બહાર પડ્યો હતો. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ NT એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, જે client-server નેટવર્ક્સ માટે બનાવવામાં આવી છે, સર્વરમાં Windows NT Serverનો ઉપયોગ થતો અને સર્વર સાથે જોડાયેલ ક્લાયન્ટો windows NT work stationનો ઉપયોગ કરતા, જેમાં windows ૯૫ interface હતું.
Windows 98
Windows ૯૮ એ ૧૯૯૮ની ૨૫ જૂનના દિવસે માઇક્રોસૉફ્ટ કંપની દ્વારા અને Windows ૯પની સફળતા મેળવનાર દ્વારા બહાર પાડવામાં આવેલ એક ગ્રાફિકલ ઑપરેટિંગ સિસ્ટમ છે. ઑપરેટિંગ સિસ્ટમથી અદ્યતન, Windows ૯૮ second Edition (Windows ૯૮S E) ૧૯૯૯માં મેની ૫ તારીખે બહાર પડ્યું હતું.
કેટલાક પ્રોગ્રામો ઇન્ટરનેટ Explorer પરની માહિતી જોવા દે છે અને તેની આપ-લે કરવા દે છે, Outlook Express અને Front Page Expressનો વિન્ડોઝ ૯૮માં સમાવેશ કરાયો છે. વિન્ડોઝ ૯૮ સિસ્ટમને વધારે ઝડપી સ્ટાર્ટઅપ અને શટડાઉન કરી આપે છે, તેમ જ વધારે સારી રીતે ફાઈલની ગોઠવણી પણ કરી આપે છે.
વિન્ડોઝ ૯૮ Universal Serial Bus (USB)ને ટેકા રૂપ હોવાથી તમે તમારા કોમ્પ્યૂટર માં ડિવાઇસીસ સરળતાથી ઉમેરી શકો છો અને તેને કાઢી પણ શકો છો.
Windows 2000
તે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ NT લાઇનની ઑપરેટિંગ સિસ્ટમ્સનો એક ભાગ છે. તે ૨૦૦૦ની ૧૭ ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવ્યું હતું. વિન્ડોઝ ૨૦૦૦ એ NT Kernel પર બાંધવામાં આવ્યું છે. અને ઇન્ટરફેસ ફીચર્સ જે વિન્ડોઝ NT, વિન્ડોઝ ૯૫ અને ૯૮ને ગાઢ રીતે મળતું આવે છે. વિન્ડોઝ ૨૦૦૦ લાઇનમાં સમાવિષ્ટ કરાયેલ છે.
વિન્ડોઝ ૨૦૦૦ Professional, Windows ૨૦૦૦ Advanced Server અને Windows ૨૦૦૦ Data Center Serverના વિન્ડોઝ ૨૦૦૦ને મૂળભૂત રીતે Windows NT ૫.૦ તરીકે જાહેર કરાયું હતું.
Windows ME
વિન્ડોઝ મિલેનિયમ એડિશનને Windows me પણ કહેવાય છે, તે વિન્ડોઝ ૯૫ અને વિન્ડોઝ ૯૮નો Successor છે, વિન્ડોઝ meનું ‘Home Edition' તરીકે માર્કેટિંગ કરાયું હતું. વિન્ડોઝ ૨૦૦૦ની સાથે તેની સરખામણી કરવામાં આવી હતી ત્યારે સાત મહિના પહેલાં તે બહાર પડી ગયું હતું. તે Internet Explorer ૫.૫, Windows Media Player ૭ પૂરું પાડે છે, અને નવું વિન્ડોઝ મુવી મેકર Software જે પાયાનું વિડિયો એડિટિંગ પૂરું પાડે છે અને ઘરેલુ ઉપયોગકર્તાઓ માટે સહેલું થઈ પડે એ માટે બનાવવામાં આવ્યું છે.
માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ meમાં કેટલાંક ફીચર્સની મદદથી graphical user interfaceને અદ્યતન બનાવ્યું હતું. જે સૌપ્રથમ windows 2000માં બજારમાં મુકાયું હતું. Windows me ફીચરની સાથે તમે તમારા કોમ્પ્યૂટર ને રિસ્ટોર પણ કરી શકો છો. જો તમારા કૉયૂટરમાં તમે પ્રૉબ્લેમો અનુભવી રહ્યા હોવ તો પ્રોબ્લેમ ઊભા થાય એ પહેલાં કોમ્પ્યૂટરમાં પાછા જવા માટે તમે System Restore featureનો ઉપયોગ કરી શકો છો.
Windows XP
માઇક્રોસૉફ્ટ વિન્ડોઝ xp ઘરે બેસીને ગણતરી કરવા અને મોટી સંસ્થાઓ માટે ખાસ કરીને બનાવવામાં આવ્યું છે. વિન્ડોઝ એક્સપી તમારી આંગળીનાં ટેરવાં પર ડિજિટલ ageના ઉત્તેજનાત્મક અનુભવોને અમલમાં મૂકે છે.
ડિજિટલ ફોટોઝ, મ્યુઝિક અને વિડિયોથી માંડીને હોમ નેટવર્કના ઘડતર સુધી, વિન્ડોઝ Xpની Home Edition તમને ease સાથે ડિજિટલ Ageમાં આણે છે. Windows 2000ના નક્કર પાયા પર રચાયેલ વિન્ડોઝ xp સંતોષકારક પરિણામ નીપજાવનાર અને વિશ્વાસપાત્ર ગણતરી માટે નવા ધોરણની ગોઠવણી કરે છે.
Windows xpના બે લોકપ્રિય versions છે : (૧) Windows Home Edition અને Windows Xp Professional.Windows xp Media Center Editionમાં રેકૉર્ડ કરવાની, TV Shows અને DVDs જોવાની અને મ્યુઝિક સાંભળવાની ક્ષમતાનો ઉમેરો કરાયેલ વધારાના મલ્ટિમિડિયા ફીચર્સ જોવા મળે છે.
વિન્ડોઝ વિસ્ટા (Windows Vista)
વિન્ડોઝ વિસ્ટા એ માઇક્રોસૉફ્ટ વિન્ડોઝની લેટેસ્ટ રિલીઝનું નામ છે, તે home અને બિઝનેસ ડેસ્કટૉપ નોટબુક કોમ્પ્યૂટર્સ અને મિડિયા સેન્ટર્સના સમાવેશ સાથેની પર્સનલ કોમ્પ્યૂટરમાં વપરાતી ગ્રાફિકલ ઑપરેટિંગ સિસ્ટમની લાઇન છે.
વિન્ડોઝ વિસ્ટામાં નવાં હજારો ફીચર્સનો સમાવેશ હોય છે. કેટલાંક સૌથી મહત્ત્વના ફીચરમાં અદ્યતન ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને વિઝયુઅલ સ્ટાઇલમાં Windows ઍરો ડબિંગ કરેલ, સુધારો કરેલ સર્ચિંગ ફીચર્સ, નવાં મલ્ટિમિડિયા ક્રીએશન ટુલ્સ જેવાં કે વિન્ડોઝ DVD Maker અને સંપૂર્ણ રીતે ફરી બનાવેલ નેટવર્કિંગ ઓડિયો પ્રિન્ટ અને ડિપ્લે sub- સિસ્ટમ્સ છે.
વિન્ડોઝ NT સર્વર
માઇક્રોસોફ્ટ કંપનીએ client/server networks માટે ઑપરેટિંગ સિસ્ટમ તરીકે windows NT વિકસાવ્યું હતું. આ પ્રકારના વાતાવરણમાં સર્વર વિન્ડોઝ NT serverનો ઉપયોગ કરશે. Client કોમ્પ્યૂટર માં વિન્ડોઝ NT workstation કે બીજા કેટલાક વિન્ડોઝના stand-alone versionનો ઉપયોગ થતો હતો.
Windows NT Workstation
વિન્ડોઝ NT Work-Station એ વિન્ડોઝ NT ઑપરેટિંગ સિસ્ટમનો એક Version છે જેનો ઉપયોગ client /server અને કેટલાક peer-to-peer નેટવર્ક્સમાં થાય છે. ઘણી શક્તિશાળી એપ્લિકેશન્સ વિશિષ્ટ રીતે વિન્ડોઝ NT વર્કસ્ટેશન ચલાવવા તૈયાર કરવામાં આવી છે.
Windows 2000 Server
વિન્ડોઝ ૨૦૦૦ સર્વર એ વિન્ડોઝ NT Serverથી તદ્દન અદ્યતન છે. વિન્ડોઝ ૨00 serverનાં ઉત્પાદનો એક જ જેવા યુઝર ઇન્ટરફેસને વિન્ડોઝ ૨૦૦૦ પ્રોફેશનલમાં શેઅર કરે છે, પરંતુ ઇન્ફાસ્ટ્રક્યર અને ઍપ્લિકેશન સૉફ્ટવેર ચલાવવા માટે વધારાના ઘટકોનો સમાવેશ કરે છે. સર્વરની જરૂરિયાતોનાં વિવિધ પ્રકારનાં સ્તરને પહોંચી વળવા, વિન્ડોઝ ૨૦૦૦ server ફૅમિલી ત્રણ પ્રોડક્ટ્સનું બનેલું છે :
Windows ૨૦૦૦ server, Windows ૨૦૦૦ Advanced Server, Bft Windows ૨૦૦૦ Data Center Server. વિન્ડોઝ ૨000 સર્વર એ ખાસ બિઝનેસ નેટવર્કની ઑપરેટિંગ સિસ્ટમ છે. વિન્ડોઝ ૨000 Advanced Server એક પ્રકારની ઑપરેટિંગ સિસ્ટમ છે જે ઇ-કોમર્સ એપ્લિકેશન્સ માટે બનાવવામાં આવી છે. Windows ૨૦00 ડેટા સેન્ટર, સર્વર એ ડેટા Warehousing જેવી મોટા પાયા પરની એપ્લિકેશન્સની ડિમાનિંગ માટે ઉત્તમ છે.
યુનિક્સ (Unix)
યુનિક્સ એ મલ્ટિયુઝર, મલ્ટિટાસ્કિંગ ઑપરેટિંગ સિસ્ટમ છે જેનો master control program તરીકે ઉપયોગ થાય છે. વર્કસ્ટેશનો અને સર્વર્સમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. PC Worldને માર્કેટમાં Unixના ઘણા versions છે. બાદ કરતાં Windows પર આધારિત છે, લગભગ દરેક હાર્ડવેરનો વેપારી તેની પ્રાથમિક કે ગૌણ પરેટિંગ સિસ્ટમની માંગણી કરે છે.
Sun અને Sco વર્ષોથી Unix ના મુખ્ય સ્પોન્સર્સ બન્યા છે. Unix એ Cમાં લખાય છે, Unix અને C બંનેને AT & T દ્વારા તેને વિકસાવવામાં આવ્યું હતું અને બીજી કોઈ ઑપરેટિંગ સિસ્ટમ કરતાં મશીન પરિવારની વિવિધતામાં તેને ported બનાવીને ગવર્નમેન્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને મુક્ત રીતે વિતરણ કરાયું હતું. પરિણામે, Unix 'Open Systems'નો સમાનાર્થી બન્યો છે.
સૌથી પહેલાં આવેલાં કૉપ્યુટરોમાંનાં ઘણાં કોમ્પ્યૂટર સારુ ઇન્ટરનેટની સ્થાપના કરવા માટે Unix ઑપરેટિંગ સિસ્ટમ ચલાવાઈ હતી. આજે પણ ઇન્ટરનેટ પરના server માટે Unix સૌથી વધુ બહોળા પ્રમાણમાં વપરાતી ઑપરેટિંગ સિસ્ટમ છે.
પાવર (Power) :
Unix ઑપરેટિંગ સિસ્ટમ એ ખૂબ જ શક્તિશાળી છે. બીજી મોટા ભાગની ઑપરેટિંગ સિસ્ટમ્સ કરતાં તેને ઇન્સ્ટોલ કરવાનું અને સેટઅપ કરવાનું વધુ અઘરું છે, પરંતુ કોમ્પ્યૂટરના રિસોર્સ અને પાવર પર વધુ સારો અંકુશ પૂરો પાડે છે. Unix ચલાવતી વખતે કોમ્પ્યૂટર ના કાર્યને નોંધપાત્ર રીતે સુધારી શકાય છે.
સિકયોરિટી (Security):
આકસ્મિક રીતે ડિલીટ થઈ જતી અને બિનઅધિકૃત યુઝર્સ સુધી પહોંચતી માહિતીનું રક્ષણ કરવા Unixમાં ઘણાં built-in security features છે. તેનાં કડક સિક્યૉરિટી ફીચર્સ એ તેના કારણોમાંનું એક છે, Unix એ આવી જ એક ઇન્ટરનેટ પરની લોકપ્રિય ઑપરેટિંગ સિસ્ટમ છે.
મલ્ટિટાસ્કિંગ :
મેઇન ફ્રેમ કોમ્પ્યૂટર તરીકે ઓળખાતું Unix એક મોટા કૉપ્યુટર માટે ઑપરેટિંગ સિસ્ટમ તરીકે મૂળભૂત રીતે વિકસાવાયું હતું. અનેક ઉપયોગકર્તા (યુઝર્સ) એક જ સમયે મેઇન ફ્રેમ કોમ્પ્યૂટર સુધી પહોંચી શકે એ કારણે ઘણા પ્રોગ્રામો ચલાવવા અને મલ્ટિટાસ્કિંગ નામે ઓળખાતાં તાબડતોબ અસંખ્ય કાર્યો કરવા માટે Unix વિકસાવાયું હતું. Unixની મલ્ટિટાસ્કિંગ ક્ષમતાઓ નેટવર્ક ઑપરેટિંગ સિસ્ટમ માટે કાર્યદક્ષ બનાવે છે.
લાઇનક્સ (Linux)
Linux એ Unix આધારિત ઑપરેટિંગ સિસ્ટમ છે, જે વર્લ્ડ વાઇડ વેબ પર મુક્ત રીતે ઉપલબ્ધ થાય છે. Red Hat, Corel અને Man drake જેવી ઘણી કંપનીઓ Linuxના સરળ ઉપયોગ માટેના Versions બનાવે છે. જેને તમે ખરીદી શકો છો. Red Hat Linux એક લોકપ્રિય Version છે જે Gnome ડેસ્કટૉપ એન્વાઇરનમેન્ટની સાથે આવે છે. કાર્ય કરવામાં મદદરૂપ થવા Gmome તમને સ્ક્રીન પર ચિત્રો બતાવશે.
Linux એ ખુલ્લી સોર્સ કોડ ઑપરેટિંગ સિસ્ટમ છે. અલ્પ નિયંત્રણોથી તેની કૉપી કરી શકાય છે, મોડિફાઇડ અને ફરીથી વિતરિત કરી શકાય છે. Linux એક Open Source Code હોવાથી, ઑપરેટિંગ સિસ્ટમને કસ્ટમાઇઝૂડ કરી શકાય છે. જુદાં જુદાં નેટવર્કની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી પાડી શકાય છે.
Windows 2003 Server
Linux આટલું બધું લોકપ્રિય કેમ છે એની પાછળનાં કારણોમાંનું એક કારણ આ પ્રકારની ફ્લેકિસબિલિટી છે. ઉપયોગકર્તાઓમાં વિન્ડોઝ ૨૦૦૩ સર્વર માઇક્રોસૉફ્ટ કંપનીએ ઉત્પન્ન કરેલ Windows Server ૨૦૦૩ એક Server પરેટિંગ સિસ્ટમ છે. Windows ૨૦૦૦ serverના Successor તરીકે March ૨૮, ૨૦૦૩માં બજારમાં મુકાયેલ તેની બિઝનેસ સર્વર પ્રોડર્સની વિન્ડોઝ સર્વર સિસ્ટમ લાઇન Corner stone હોવાની માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તેની ગણના થાય છે.
અધિકૃત રીતે Windows Server ૨૦૦૩નું અપડેટ, ૨૨ કહેવાય છે, તે ડિસેમ્બર ૩, ૨૦૦૫માં મેન્યુફેક્યરિંગ કરીને બહાર પડાયું હતું. તેનું વિતરણ સેકન્ડ CD તરીકે કરવામાં આવે છે. પ્રથમ CDની સાથે Windows Server ૨૦૦૩ SP૧ હોવાથી આ રિલીઝ ઘણા વિકલ્પરૂપે ઇન્સ્ટોલ કરી શકાય તેવાં ફીચર્સ SP૧ સાથેના વિન્ડોઝ સર્વર ૨૦૦૩ માટે ઉમેરે છે.

Post a Comment