ટૅકસ્ટમાં બોર્ડર લગાવવી

તમારા ડૉક્યુમેન્ટની ટૅકસ્ટમાં અગત્યની માહિતી પર ધ્યાન ખેંચવાના હેતુસર એક બોર્ડર લગાવી શકો છો.

  • ૧. જેની ચારે બાજુ તમે બોર્ડર લગાવવા માગતા હોય એ ટૅકસ્ટને સિલેક્ટ કરો.
  • ૨. Format પર ક્લિક કરો.
  • 3. Borders and Shading પર ક્લિક કરો. Borders and Shading ડાયલૉગ બૉક્સ દેખાશે.
  • ૪. Borders tab પર ક્લિક કરો.
  • પ. જે પ્રકારની બોર્ડર તમે લગાવવા માગતા હોય એના ટાઇપ પર ક્લિક કરો.
  • ૬. બોર્ડર માટે ઉપયોગ કરવા માગતા હોય એ line-style પર ક્લિક કરો.
  • ૭. આ એરિયા પર ક્લિક કરીને બોર્ડર માટે કલર સિલેક્ટ કરો.
  • ૮. drop-down menuની width પરથી તમે બોર્ડર લાઇનની પહોળાઈ ઍજસ્ટ કરી શકો છો. આ એરિયા તમે પસંદ કરેલ બોર્ડરનો preview બતાવે છે.
  • ૯. OK પર ક્લિક કરીને તમારા ડૉક્યુમેન્ટની ઉપર બોર્ડર ઉમેરી.

તમે પસંદ કરેલ text બોર્ડર બતાવશે. ટેકસ્ટને ડિસિલેક્ટ કરવી હોય તો સિલેક્ટ કરેલ એરિયાની બહાર ક્લિક કરો.બોર્ડર હટાવવી હોય તો ૧ થી ૫ steps રિપીટ કરો, step પ માં None સિલેક્ટ કરો, પછી Step ૯ અજમાવો.

પેજ બ્રેક અને સેક્શન બ્રેક ઇન્સર્ટ કરવી

જો તમે તમારા ડૉક્યુમેન્ટની કોઈ ખાસ જગ્યાથી નવું પેજ શરૂ કરવા માગતા હોય તો તમે Page break સરળતાથી નાખી શકો છો. ઍક પેજનો અંત અને બીજાનો પ્રારંભ પેજ બ્રેક દ્વારા બતાવવામાં આવે છે. 

તમારા ડૉક્યુમેન્ટને જુદા જુદા ભાગોમાં વહેંચી દેવા માટે તમે Section break નાખી શકો છો. જ્યારે તમે તમારા ડૉક્યુમેન્ટના ભાગોમાં વહેંચી દેશો તો તમારા ડૉક્યુમેન્ટના માત્ર એક ભાગમાં ફૉરમેટિંગ લગાવી શકશો.

પેજ બ્રેક ઇન્સર્ટ કરવું

  • ૧. તમારા ડૉક્યુમેન્ટમાં જે જગ્યા પરથી તમે નવું પેજ શરૂ કરવા માગતા હોય એ જગ્યા પર ક્લિક કરો.
  • ૨. Insert મેનુ પર ક્લિક કરો.
  • ૩. Break પર ક્લિક કરો.
  • ૪. Break Types ઑપ્શનના રેડિયો બટન પર ક્લિક કરીને તમારા ડૉક્યુમેન્ટમાં Page break નાખો.
  • ૫. તમારા સિલેક્શનની ખાતરી કરવા Break ડાયલૉગ બૉક્સમાંના OK બટન પર ક્લિક કરો. Wordતમારા ડૉક્યુમેન્ટમાં Page break જોડી દેશે.

સેકશન બ્રેક નાખવું (ઇન્સર્ટ કરવું)

  • ૧. તમારા ડૉક્યુમેન્ટમાં જ્યાં તમે નવું ઍક્શન શરૂ કરવાના હોય એ જગ્યા પર ક્લિક કરો.
  • ૨. Insert Menu પર ક્લિક કરો.
  • ૩. Break પર ક્લિક કરો. Break ડાયલૉગ બૉક્સ જોવા મળશે.
  • ૪. Section Break ઑપ્શનના રેડિયો-બટન પર ક્લિક કરો.

Next Page -- એક નવા પેજ પર એક નવું section શરૂ થાય છે.

Continuous -- ચાલુ પેજ પર નવું સેકશન શરૂ થાય છે.

  • ૫. તમારા સિલેક્શનની ખાતરી કરવા Break ડાયલૉગ બૉક્સના OK બટન પર ક્લિક કરો. Word આવી રીતે તમારા ડૉક્યુમેન્ટમાં section break જોડી દેશે.

પેજ બ્રેક અને સેક્શન બ્રેકને ડિલીટ કરવું

  • ૧. નીચેના ડાબા ખૂણા પર નૉર્મલ view બટન પર ક્લિક કરીને તમારા ડૉક્યુમેન્ટનું Normal view જુઓ.

એક Page/sectionનો અંત અને બીજાની શરૂઆતની માહિતી Page break કે section breakની લાઇનથી મળે છે. આ લાઇન પ્રિન્ટ કરવાના ડૉક્યુમેન્ટ પર દેખાશે નહિ. આ લાઇન જોવા માટે તમારે તમારા ડૉક્યુમેન્ટને scroll કરવાની જરૂર પડશે.

  • ૨. માઉસ પૉઇન્ટરની સાથે Page break કે section break પર ક્લિક કરો અને કી-બોર્ડની Delete key દબાવી દો.

પેજ નંબર જોડવો

તમારા ડૉક્યુમેન્ટમાં તમે પેજ નંબર જોડી શકો છો. આ પેજ નંબરોને સ્ક્રીન પર જોવા માટે તમારો ડૉક્યુમેન્ટ Print Layout Viewમાં પ્રદર્શિત થવો જોઈએ. તમે Page numbers કમાન્ડનો ઉપયોગ કરીને પેજ પર નંબરની જગ્યા પણ નકી કરી શકો છો.

  • ૧. Insert મેનુ પર ક્લિક કરો. ઇન્સર્ટ  મેનુ દેખાશે.
  • ૨. Page numbers પર ક્લિક કરો. Page numbers ડાયલોગ બોક્સ દેખાશે.
  • ૩. Positionના ડ્રોપ-ડાઉન લિસ્ટ પર ક્લિક કરીને Position સિલેક્ટ કરી લો. તમે ઇચ્છો કે ત્યાં તમને પેજ નંબર જોવા મળે.
  • ૪.Alignmentના ડ્રોપ-ડાઉન લિસ્ટ પર ક્લિક કરીને જેનો ઉપયોગ તમે Page નંબર્સ માટે સમજી જશો કે પેજ કેવું લાગશે.
  • ૫. ડૉક્યુમેન્ટના પ્રથમ પેજ પર Page number બતાવવા Show number on first page ઓપ્શનના ચેક માર્ક પર ક્લિક કરો.

જયારે તમારા ડોક્યુમેન્ટનું પ્રથમ પેજ એક ટાઇટલ પેજ હશે. ત્યારે આ ઓપ્શન ઉપયોગી થઈ પડશે.

  • ૬. Ok બટન પર ક્લિક કરીને તમારા ડૉક્યુમેન્ટમાં Page numbers જોડી દો.

જો પાછળથી તમે ડૉક્યુમેન્ટના પેજ માં કંઈ વધારાનું જોડવા, હટાવવા માગતા હોય કે મારી ટેકક્ટને ફરીથી ગોઠવવા માગતા હોય તો word  ઓટોમેટિક રીતે તમારા પેજ નંબરને adjust કરી દેશે.

Post a Comment

Previous Post Next Post