ટેકસ્ટના ફોન્ટ બદલવા


ટેકસ્ટના ફોન્ટ બદલીને તમે ડોક્યુમેન્ટને વધુ સારો બનાવી શકો છો.

  • ૧. જે ટેકસ્ટના ફોન્ટ બદલા માગતા હોય તેને સિલેક્ટ કરો.
  • ૨. ફોન્ટના ડાઉન એરો બટન પર ક્લિક કરીને ઉપલબ્ધ ફોન્ટસનું લિસ્ટ મેળવો.
  • ૩. બદલવા માગતા હોય તે Font પર ક્લિક કરો.
  • તમે સિલેક્ટ કરેલી ટૅક્સ હવે નવા ફૉન્ટમાં આવી જશે. જો ટૅક્સને ડિસિલેક્ટ કરવી હોય એટલે કે સિલેક્શનમાંથી હટાવવી હોય તો સિલેક્ટ કરેલા એરિયાની બહારની બાજુ એ ક્લિક કરો.

ટેકસ્ટની સાઇઝ બદલવી

તમારા ડોક્યુમેન્ટમાં ટેકસ્ટની સાઇઝ તમે નાની મોટ કરી શકો છો.

  • ૧. નવી સાઇઝ આપવા માગતી હોય એવી ટૅક્સ્ટને સિલેક્ટ કરો.
  • ૨. સાઇઝના ડાઉન ઍરો બટન પર ક્લિક કરીને ઉપલબ્ધ સાઇઝોનું લિસ્ટ મેળવી લો.
  • ૩. ઉપયોગ કરવા માગતા હોય એવી સાઇઝ પર ક્લિક કરો. તમે સિલેક્ટ કરેલ ટૅસ્ટ હવે નવી સાઇઝમાં દેખાશે.

ટેકસ્ટને બોલ્ડ, ઇટાલિક કે અન્ડરલાઇન કરવી

તમારા ડોક્યુમેન્ટની માહિતી પર ભાર મૂકવા માટે તમે ટેકસ્ટને બોલ્ડ, ઇટાલિક કે અન્ડરલાઇન કરી શકો છો.

  • ૧. જે ટૅક્સ્ટને તમે બોલ્ડ,ઇટાલિક કે અન્ડરલાઇન કરવા માગતા હોય એને સિલેક્ટ કરો.
  • ૨. નીચે આપેલાં બટનોમાંથી કોઈ એક પર ક્લિક કરો.

 Bold (બોલ્ડ)

 Italic (ઇટાલિક)

 Underline (અન્ડરલાઇન)

હવે તમે જે ટૅક્સ્ટ સિલેક્ટ કરી હતી એ નવી સ્ટાઇલમાં દેખાશે. કોઈ બોલ્ડ, ઇટાલિક કે અંડરલાઇન સ્ટાઇલને તમે હટાવવા માગતા હોય તો steps ૧ અને ૨ રિપીટ કરો.

ટૅસ્ટનો રંગ બદલવો

તમારા ડૉક્યુમેન્ટમાં ટેસ્ટનો રંગ બદલીને કોઈ હેડિંઝ કે અગત્યની માહિતી પર સીધું ધ્યાન દોરીને તેને યોગ્ય બનાવી શકાય છે.

  • ૧. રંગ બદલવા માગતા હોય એવી textને સિલેક્ટ કરો.
  • ૨. Font Colorના ડાઉન અંરો બટન પર ક્લિક કરીને ઉપલબ્ધ રંગ જુઓ.
  • ૩. તમારા મનપસંદ રંગ પર ક્લિક કરીને ટૅસ્ટને રંગીન બનાવો.

હવે ટેસ્ટ તમે સિલેક્ટ કરેલા રંગમાં આવી જશે. ટૅક્સ્ટને ફરીથી તેના મૂળ રંગમાં ફેરવવા માગતા હોય તો steps ૧ થી ૩ રિપીટ કરો, અને step ૩માં Automatiને પસંદ કરી લો.

ટૅસ્ટને હાઇલાઇટ કરવી

કોઈ ટૅક્સ્ટને હાઇલાઇટ કરીને તમે તમારા ડૉક્યુમેન્ટને નવું સ્વરૂપ આપી શકો છો. ત્યારે જ્યારે કોઈ ખાસ માહિતીને પાછળથી વાંચવા માટે માર્ક કરીએ ત્યારે ટૅક્સ્ટને હાઇલાઇટ કરવી વધારે ઉપયોગી થઈ પડે છે.

  • ૧. ઉપલબ્ધ હાઇલાઇટ કલર્સ જોવા Highlightના ડાઉન એરો બટન પર ક્લિક કરો.
  • ૨. તમારા મનગમતા હાઇલાઇટ રંગ પર ક્લિક કરો. જ્યારે માઉસનું પોઇન્ટર તમારા ડોક્યુમેન્ટની ઉપર હશે તે બદલાઈ જશે.
  • ૩. હાઇલાઇટ કરવા માગતા હોય એવા ટૅકસ્ટના દરેક એરિયાને સિલેક્ટ કરો.તમે સિલેક્ટ કરેલી ટેકસ્ટ હાઇલાઇટ થઈ જશે.
  • ૪. જ્યારે ટૅક્સ્ટને હાઇલાઇટ કરવાનું કામ પૂરું થઈ જાય પછી કી-બોર્ડની Esc key દબાવી દો. જો હાઇલાઇટ ટૅકસ્ટને હટાવવા માગતા હોય, તો steps ૧ થી ૪ રિપીટ કરો અને step ૨માં Noneસિલેક્ટ કરો.

ટેકસ્ટનું અલાઇન્મેન્ટ બદલવું

ટેકસ્ટના અલાઇન્મેન્ટને જુદી જુદી રીતે બદલી શકાય છે.

  • ૧. અલગ રીતે લાઇન કરવા માગતા હોય એ ટૅક્સ્ટને સિલેક્ટ કરો.
  • ૨. નીચેનામાંથી કોઈ એક બટન પર ક્લિક કરો.

  Left align

  Center

  Right align

  Justify

હવે ટેકસ્ટ નવી એલાઇન્મેન્ટ બતાવશે. ટેકસ્ટને ડિસિલેક્ટ કરવી હોય તો સિલેક્ટ કરેલ એરિયાની બહાર ક્લિક કરો.

ટેસ્ટનો કેસ (case) બદલવો

તમારા ડૉક્યુમેન્ટમાં ટૅના કેસને ફરી ટાઇપ કર્યા વિના તમે બદલી શકો છો. Word તમને

  • ૧. નવી case style  બદલવા માગતા હોય એ text સિલેક્ટ કરો.
  • ૨. Format પર ક્લિક કરો.
  • ૩. Change case પર ક્લિક કરો. Change case ડાયલૉગ બૉક્સ દેખાશે.
  • ૪. તમે ઉપયોગ કરવા માગતા હોય એ કેસ સ્ટાઇલના Radio button (રેડિયો બટન) પર ક્લિક કરો.
  • ૫.તમારી પસંદગીની ખાતરી કરવા OK પર ક્લિક કરો.

તમે પસંદ કરેલ ટૅકસ્ટ નવી કેસ સ્ટાઇલમાં બદલાઈ જશે. ટૅક્સ્ટને ડિસિલેક્ટ કરવા પસંદ કરેલ એરિયાની બહારની બાજુએ ક્લિક કરો.

ટૅસ્ટનો દેખાવ બદલવો

તમારા ડૉક્યુમેન્ટમાં રહેલી ટેસ્ટને જુદા જુદા પ્રકારના fonts, styles, sizes, effects અને colorsનો ઉપયોગ કરીને વધુ આકર્ષક દેખાય એવી બનાવી શકાય છે.

  • ૧. બદલવા માગતા હોય એ text સિલેક્ટ કરો.
  • ૨. Format પર ક્લિક કરો.
  • ૩. Font પર ક્લિક કરો. Font ડાયલોગ બોક્સ દેખાશે.
  • ૪. Font ટેબ પર ક્લિક કરો.
  • ૫. ટૅસ્ટના ફૉન્ટ સિલેક્ટ કરવા માટે ઉપયોગ કરવાના ફૉન્ટ પર ક્લિક કરો.
  • ૬. જે સ્ટાઇલમાં તમે ફૉન્ટ નાખવા માગતા હોય એ style પર ક્લિક કરો.
  • ૭. ટેસ્ટની સાઇઝ સિલેક્ટ કરવા માટે તમે ઉપયોગ કરવા માગતા હોય એ size પર ક્લિક કરો.
  • ૮. ટૅક્સ્ટની ઇફેક્ટ સિલેક્ટ કરવા માટે Effectના ચેક માર્ક પર ક્લિક કરો. દરેક ઇફેક્ટના અલગ ચેક હશે. તમે મનપસંદ પર ક્લિક કરી શકો છો .
  • ૯. Textના રંગને સિલેક્ટ કરવા માટે આ એરિયા પર ક્લિક કરો.
  • ૧૦. હવે તમારા મનપસંદ રંગ પર ક્લિક કરો. આ એરિયા તમારા ડૉક્યુમેન્ટમાં text કેવી લાગશે તેનો Preview બતાવશે.
  • ૧૧. OK પર ક્લિક કરીને તમે કરેલા ફેરફારોને લાગુ પાડો.

જે ટૅક્સ્ટ તમે પસંદ કરી છે તે બદલાઈ ગયેલી જોવા મળશે. જો ટેકસ્ટને ડિસિલેક્ટ કરવી છે તો સિલેક્ટ કરેલ એરિયાની બહાર ક્લિક કરો.

Post a Comment

Previous Post Next Post