ડિરેક્ટરીઝ (Directories)
એક હાર્ડ ડિસ્ક ખૂબ જ વધારે ડેટા સ્ટોર કરી શકે છે હજારો મેગા બાઇટ્સ સુધી તેથી હાર્ડ ડિસ્ક હજારો ફાઈલો પણ સ્ટોર કરી શકે છે. પરંતુ યુઝરની સંખ્યા વધવાની સાથે ફાઈલોની સંખ્યા પણ વધી જાય છે - તેથી ડિસ્કની બધી જ ફાઈલો સાથે સંપર્ક રાખવાનું કામ ઘણું મુશ્કેલ થઈ જાય છે.
DOS આ સમસ્યાનું સમાધાન કરી આપે છે. એના દ્વારા હાર્ડ ડિસ્કને અનેક ભાગોમાં વહેંચી દેવામાં આવે છે જેને ડિરેક્ટરીઝ કહેવાય છે. દરેક ડિરેક્ટરી તેની ફાઈલોનો આ સિવાય ડિરેક્ટરીની એન્ટ્રીઝ સબ-ડિરેક્ટરીઝમાં પણ રાખી શકાય છે. આવી વ્યવસ્થા દ્વારા ફાઈલ રાખવાથી ફાઈલ સિસ્ટમ નીચે બતાવેલ એક વૃક્ષનો સમન્વય છે, જેને ‘ડિરેક્ટરી ટ્રી' કહેવાય છે.
DOS ફાઈલ સિસ્ટમ હંમેશા root નામની ડિરેક્ટરીથી શરૂ થાય છે. back slash (\) દ્વારા આ rootને સ્પષ્ટ રીતે બતાવાય છે. અન્ય ડિરેક્ટરીઝ root ડિરેક્ટરીમાંથી શાખામાં વહેંચાઈ જાય છે. તેને રૂટ ડિરેક્ટરીની સબ-ડિરેક્ટરીઝ કહેવાય છે.
તેને ઉદાહરણ આપીને સમજાવવા માટે પાછળના પેજ પર એક રેખાચિત્ર બનાવવામાં આવ્યું છે, જેમાં રૂટ ડિરેક્ટરીની ત્રણ ડિરેક્ટરીઝ A, B અને C ક્રમ મુજબ નીકળે છે. આમાંથી A અને Cમાં બીજી ડિરેક્ટરીનો પણ સમાવેશ થયેલો હોય છે, જેને A અને Cની સબ-ડિરેક્ટરી (sub-directory) કહેવાય છે.
ડૉસ કમાન્ડઝ (Dos Commands)
Dos કમાન્ડ એવા વિશિષ્ટ પ્રોગ્રામ છે જે કૉમ્પ્યૂટરની સિસ્ટમને અતિ સુંદર સંગ્રહ કરવામાં મદદ કરે છે. DoSમાં અનેક જુદા જુદા કમાન્ડ્ઝ આવેલા છે. અને દરેક કમાન્ડ એક નિશ્ચિત અને ઇચ્છિત ફંકશન છે. DoSમાં બે પ્રકારના કમાન્ડઝ હોય છે.
આંતરિક કમાન્ડઝ (Internal Commands)
DoS શરૂ થતાં જ ઇન્ટરનલ કમાન્ડઝ મેમરીમાં લોડ કરી દેવામાં આવે છે. આ કમાન્ડઝ મેમરીમાં રહેતા હોવાથી તે હંમેશા ઉપયોગ માટે ઉપલબ્ધ થાય છે, તેમ છતાં યુઝર ફાઈલોનાં નામોની ડિસ્ક ડિરેક્ટરી સ્ક્રીન પર બતાવે છે ત્યારે તે દેખાશે નહિ. DoSના કેટલાક Internel Commands છે : DIR, COPY, DEL, MD, CD, CLS, DATE, TIME અને TYPE.
DIR
DIR ટાઇપ કરતાં જ બધી જ ફાઈલોનું લિસ્ટ અને ચાલુ ડિરેક્ટરીમાં સ્ટોર કરેલ બધી જ સબ-ડિરેક્ટરીઝ પણ દેખાશે. જો તમારે કોઈ ખાસ ડિરેક્ટરીની જરૂર હોય તો સ્ટોર કરેલી ફાઈલોમાંથી તે શોધી શકો છો.
જો ડિસ્ક ડ્રાઈવના લેટરને ટાઈપ કરશો તો બીજી ડિસ્કની પણ કન્ટેન્ટ તમે જોઈ શકો છો. પરંતુ જો તમારે ડિસ્ક ડ્રાઇવ લેટર ટાઇપ કર્યા પછી કોલન (:) આ કમાન્ડ પછી આપવો જરૂરી છે.
COPY
COPY કમાન્ડનો ઉપયોગ એક કે વધારે ફાઈલોને એક જ ડિરેક્ટરીમાં, બીજી ડિરેક્ટરીમાં કે બીજી ડિસ્કમાં કૉપી કરવા માટે થાય છે. Copy કમાન્ડ ટાઇપ કર્યા પછી જો ફાઈલની તમે કૉપી કરવા માગતા હોય એનું પૂરું પાથનેમ ટાઇપ કરો અને, જેમાંથી તમે તે કૉપી ઉઠાવવા માગતા હોય તે ડિરેક્ટરીને પૂરું પાથનેમ આપો.
જો એક જે ડિરેક્ટરીમાં એક આખી ફાઈલની Duplicate કૉપી કરવા માગતા હોય તો એના મૂળ નામ પરથી કોઈ બીજા નામ પર એની કૉપી કરવી પડશે.
DEL
DEL (ડેલ) ટાઇપ કર્યા પછી ફાઈલનું નામ આપવાથી ફાઈલ ડિલીટ થઈ જશે. જેનાથી તમારી હાર્ડ ડિસ્ક પર કે કૉપી ડિસ્ક પર વધારે જગ્યા બચી જશે.
MKDIR કે MD
જો તમે ડિસ્ક પર નવી ડિરેક્ટરી બનાવવા માગતા હોય તો MKDIR કે MD ટાઇપ કરો. પછી તમે જે ડિરેક્ટરી બનાવવા માગતા હોય તેનું નામ લખો.
CHDIR કે CD
હાલમાં તમે જે ડ્રાઇવ અને ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા હોય, એનું નામ બતાવવા માટે CD કમાન્ડનો ઉપયોગ કરો. તે ડિરેક્ટરીને ફરી બદલીને કોઈ બીજી ડિરેક્ટરી પર જવા માગતા હોય તો CD ટાઇપ કરીને બીજી ડિરેક્ટરીનું પાથનેમ ટાઇપ કરો. રૂટ ડિરેક્ટરી પર પહોંચવા માટે CD પછી બેંક સ્લેશ ()નો ઉપયોગ કરો.
CLS
CLS કમાન્ડનો ઉપયોગ સ્ક્રીન clear કરવા માટે અને કમાન્ડ પ્રો— (prompt)ને સૌથી ઉપર ડાબી બાજુ તરફ લઈ જવા માટે કરવામાં આવે છે.
DATE
DATE થી PCના ઇન્ટરનલ કેલેન્ડર દ્વારા રેકૉર્ડ કરવામાં આવી હોય તારીખ તમને મળે છે. જો તે ખોટી હોય તો તમે તેને સુધારી શકો છો.
TIME
TIME કમાન્ડ દ્વારા PCની અંદરની ઘડિયાળ મુજબ ચાલુ સમય સ્ક્રીન પર આવશે. તે સમયને તમે બદલી પણ શકો છો. પરંતુ તે સાચો સમય હોય તો ફક્ત Enter દબાવો.
TYPE
આ TYPE કમાન્ડના આધારે ટેક્સ ફાઈલની બધી જ કન્ટેન્ટસ (વિગત) સ્ક્રીન પર તમે જોઈ શકો છો, પરંતુ TYPE કમાન્ડ આપ્યા પછી ફાઈલ નેમ પણ ટાઇપ કરો.
બાહ્મ કમાન્ડઝ (External Commands)
આ કમાન્ડ ઇન્ટરપ્રિટર માં આંતરિક રીતે ઉપલબ્ધ નથી થતો, એટલે કે Command. com માં. Dosના બહારના કમાન્ડઝ નાના નાના પ્રોગ્રામોની જેમ ગણવામાં આવે છે, જે કોઈ ખાસ કાર્ય કરવા માટેની સુવિધા માટે તૈયાર કરવામાં આવ્યા છે. કમાન્ડઝની બહારની ખાસ ફાઈલો હોવી જરૂરી છે.
આ specification fileનું પ્રાઇમરી નામ એ જ હોય છે જે કમાન્ડઝ અને એક્સટેન્શન્સને હોય છે COM કે EXE. પરંતુ જે કમાન્ડ અહીં આપવામાં આવ્યા છે તે સિસ્ટમમાં ત્યારે કામ કરશે જ્યારે specification ફાઈલો સિસ્ટમમાં ઉપલબ્ધ હોય, નહીં તો ‘File Not Found’ એરર મૅસેજ સ્ક્રીન પર આવશે
Dos ના કેટલાક બાહ્મ કમાન્ડઝ છે. : CHKDSK, FORMAT, XCOPY, PRINT, DISKCOPY, TREE, MEM અને ATTRIB.
CHKDSK
જ્યારે હાર્ડ ડિસ્ક અને ફ્લૉપીની વર્તમાન સ્થિતિ Status ચેક કરવી હોય તો CHKDSKનો ઉપયોગ કરો. MS-DOS તમને બતાવશે કે ડિસ્કમાં કેટલી જગ્યા ભરેલી છે અને કેટલી ખાલી છે. ડિસ્કમાં કેટલી ફાઈલો પડેલી છે, અને ડિસ્કના કોઈ ભાગો ખરાબ થઈ ગયા છે તે.
FORMAT
આપણે આ કમાન્ડનો ઉપયોગ ફ્લૉપી ડિસ્કને ફોર્મેટ કરવા માટે કરીએ છીએ, જેના કારણે તે MS-DOSની સાથે કામ કરી શકે. FORMAT પછી, તે ડિસ્ક ડ્રાઇવનું નામ લખો. જેમાં ડિસ્ક હોય, જેને આપણે ફૉર્મેટ કરવા માગતા હોઈએ. ત્યાર પછી કૉલન (:) લગાવો.
XCOPY
xcopy કમાન્ડ copy જેવો જ છે, પરંતુ વધારે ઝડપથી કામ કરે છે. તેનો ઉપયોગ directories અને sub- directoriesની કૉપી કરવા માટે થાય છે.
DISK COPY
આ કમાન્ડ દ્વારા એક ફ્લોપી ડિસ્ક પરથી બીજી ફ્લૉપી ડિસ્ક પર કન્ટેન્ટ્સને ડુપ્લિકેટ બનાવી શકાય જે ડિસ્કમાં કૉપી કરવાની છે તે ફૉર્મેટ કે અનફૉર્મેટ હોઈ શકે છે, પરંતુ એની સાઇઝ અને ક્ષમતા મૂળ ડિસ્ક જેવી જોઈએ.
TREE
આ કમાન્ડનો ઉપયોગ ચાલુ ડિરેક્ટરીની નીચે સંપૂર્ણ ડિરેક્ટરી ટ્રી સ્ટ્રક્ટર બતાવવા માટે કરવામાં છે. જો ડિસ્કની root ડિરેક્ટરીમાં ઉપયોગ કરવામાં આવે તો તે ડિસ્કનું આખું સ્ટ્રક્ટર બતાવશે.
MEM
આના દ્વારા તમારા કૉમ્પ્યૂટરમાં કેટલી મેમરી વપરાઈ છે અને કેટલી ખાલી તે જાણી શકાય છે. MEM ઉપયોગ કરવાથી એલોકેટેડ મેમરી એરિયા, ફ્રી મેમરી એરિયા અને તાજેતરમાં જ મેમરીમાં લોડ કરેલા પ્રોગ્રામો દેખાવા મંડે છે.
એટ્રીબ (ATTRIB)
કોઈ કોઈ વાર એવી ઇચ્છા થાય છે કે ફાઈલ અચાનક કોઈ ફેરફાર કે deletionનો શિકાર બની જાય એટલે તેને બચાવીને રાખવી જોઈએ. આવી જ રીતે કોઈ યુઝરની એવી ઇચ્છા પણ હોઈ શકે કે કોઈ ફાઈલ એ રીતે છુપાવીને રાખવામાં આવે કે DIR કમાન્ડ તેને સ્ક્રીન પર લાવી ન શકે, આ પ્રકારનાં કાર્યો કરવા માટે ATIR કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
Post a Comment