વર્ડ વિન્ડો
Word window અનેક આઇટમ્સ દેખાડશે, જેનો ઉપયોગ તમે ડોક્યુમેન્ટ બનાવવા કે તેને કામમાં લઈ શકો છો.
ટાઇટલ બાર
ટાઈટલ બાર તમારા ડૉક્યુમેન્ટનું નામ બતાવે છે.
મેનુ બાર
મેનુ બાર એક ખાસ ટુલ બાર છે જે Wordના મેનુનાં નામ બતાવે છે.
સ્ટાન્ડર્ડ ટુલ બાર (Standard Tool bar)
આ સ્ટાન્ડર્ડ ટુલ બારમાં ઘણાં બટન હોય છે, જેનો ઉપયોગ તમે સામાન્ય commands જેવા કે Save અને Print ને પસંદ કરી શકો છો.
ફૉર્મેટિંગ ટુલ બાર (Formatting Tool bar)
ફૉર્મટિગ ટુલ બાર પર એવાં બટન હોય છે જેનો ઉપયોગ Bold અને Italic જેવા સામાન્ય Fomatting commands પસંદ કરવા માટે કરી શકો છો.
રૂલર (Ruler)
રૂલર દ્વારા તમારા ડૉક્યુમેન્ટ પ૨ Tab અને indentનું સેટિંગ બદલી શકાય છે.
ઈન્સર્શન પૉઇન્ટ (Insertion point)
સ્ક્રીન પરની આ એક ચમકતી લાઇન છે, જે સૂચવે છે કે તમે ટાઈપ કરેલી text ક્યાં દેખાશે.
એન્ડ માર્ક (End mark)
એન્ડ માર્ક એક નાની હોરિઝોન્ટલ (ઊભી) લાઇન છે, જે ડૉક્યુમેન્ટનો એન્ડ બતાવે છે.
ડોક્યુમેન્ટના વ્યૂઝ (Views of Document)
આના દ્વારા તમે ડૉક્યુમેન્ટનાં ચાર જુદાં જુદાં દૃશ્ય જોઈ શકો છો.
સ્ક્રોલ બાર (Scroll bar)
સ્ક્રોલ બાર દ્વારા ડૉક્યુમેન્ટમાં તમે ગમે ત્યાં જઈ શકો છો.
સ્ટેટસ બાર (Status bar)
સ્ટેટસ બાર સ્ક્રીન પર દેખાતી ડૉક્યુમેન્ટના એરિયા વિશેની માહિતી પૂરી પાડે છે અને ઇન્સર્શન પૉઇન્ટની સ્થિતિ (position) બતાવે છે.
માઉસ પૉઇન્ટર (Mouse pointer)
Wordમાં કામ કરતી વખતે માઉસ પૉઇન્ટરનો આકાર અને સ્ક્રીન પર પૉઇન્ટરનું લોકેશન તમારા કામ મુજબ બદલાઈ જાય છે.
મેનુ બાર અને ટુલ બાર
ટાઈટલ બારની બરાબર નીચે અને સ્ક્રીનની ઉપર મેનુ બાર અને ટુલ બાર જોવા મળે છે.
મેનુ બાર (Menu bar)
Menu bar એક વિશિષ્ટ ટુલ બાર છે. જે word મેનુનાં નામ બતાવે છે. દરેક menuમાં commandsનું લિસ્ટ આપેલું હોય છે, જેનો ઉપયોગ તમારા ડૉક્યુમેન્ટમાં ડેટા સેવ કરવા અને ફૉરમેટ કરવા જેવાં કામોમાં થઈ શકે છે.
દા.ત. Format Menu બતાવવા માટે મેનુ બાર પર ફૉરમેટ મેનુના નામ પર ક્લિક કરો. ક્યારેક ક્યારેક મેનુ એક બીજું મેનુ પણ બતાવે છે, જેને સબ-મેનુ કહેવાય છે, જેને તેના જમણા ખૂણા પરના એક Arrow (ઍરો) દ્વારા બતાવવામાં આવે છે.
મેનુ બાર પર મેનુ નેમ પર ક્લિક કરવાથી એક Short menu દેખાશે, જે તમને હાલમાં જ ઉપયોગ કરાયેલા commands બતાવશે. Short menuની બરાબર નીચે બે ઍરો હોય છે એના પર ક્લિક કરો.
મેનુ બાર પરના મેનુ નેમ પર ક્લિક કર્યા પછી થોડી વાર રાહ જોશો તો Full menu મેનુ સામે દેખાશે. આ મેનુની સાથે જોડાયેલ બધા જ કમાન્ડઝનું લિસ્ટ Full menu બતાવશે.
Tool bar (ટુલ બાર)
Wordમાં અનેક એકસાથે રાખેલાં ટુલ બાર હોય છે. એક ટુલ બારમાં ઘણાં બટન, બૉક્સ અને મેનુ હોય છે. જેના દ્વારા મેનુ બાર અને સંબંધિત મેનુના ઉપયોગ કરતાં તમે વધુ ઝડપથી કામ કરી શકો છો.
દા.ત. કોઈ ડૉક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવા માટે તમે Tool bar ના print બટન પર ક્લિક કરી શકો છો. ટુલ બાર પર. દરેક બટન એક ઈમેજ બતાવે જેની મદદથી તમે એનાં કાર્ય યાદ રાખી શકો છો.
Standard toolbar અને formatting toolbar એ બે અંદર આવેલાં ટુલ બાર (Built in tool bar) છે. સ્ટાન્ડર્ડ ટુલ બારનાં બટન અને બૉક્સને નીચે figure-૧માં બતાવવામાં આવ્યાં છે. ફોર્મેટિંગ ટુલ બારને Figure ૨માં બતાવવામાં આવ્યું છે. એ બતાવવા માટે કે દરેક બટન અને બૉક્સનું વિગતવાર વર્ણન તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.
Post a Comment