નેટવર્ક


સૌથી પહેલાં કૉમ્પ્યૂટર્સ બજારમાં મુકાયાં ત્યારે તે એકલાં ડિવાઇસીસ જ હતાં. તે કૉમ્પ્યૂટરનો બહોળો ઉપયોગ, હાર્ડવેર અને સૉફ્ટવેર બનાવવામાં મેન્યુફેક્યરને દોરવણી આપે છે, જેના કારણે કૉમ્પ્યૂટર એકબીજાની સાથે માહિતીની આપ-લે કરી શકશે. 

કૉમ્પ્યૂટર કૉમ્યુનિકેશનની પ્રક્રિયાનું વર્ણન કરે છે, જેમાં એક કૉમ્પ્યૂટર બીજા કૉમ્પ્યૂટરમાં ડેટા, સૂચનાઓ અને માહિતીની ફેરબદલી કરે છે. પહેલાં, ફક્ત મોટાં કૉમ્પ્યૂટરની માહિતીની આપ-લેની ક્ષમતાવાળાં હતાં. આજે નાનામાં નાનાં કૉમ્પ્યૂટર અને ડિવાઇસીસ એકબીજાની સાથે માહિતીની આપ-લે કરી શકે છે.

નેટવકર્સ

નેટવર્ક એ કૉમ્પ્યૂટર્સ અને ડિવાઇસીસનો સંગ્રહ છે, જે કૉમ્યુનિકેશન ચૅનલ્સ દ્વારા જોડાયેલું છે. તે યુઝર્સને ડેટા, માહિતી, હાર્ડવેર અને સૉફ્ટવેર બીજા યુઝર્સ સાથે શેઅર કરવા દે છે. હાર્ડવેર, સૉફ્ટવેર, ડેટા અને માહિતીને શેઅર કરવાની અને માહિતીની આપ-લેને સરળ બનાવવાની ક્ષમતા સાથે વિવિધ પ્રકારનાં કારણોસર વ્યક્તિઓ અને સંસ્થાઓ નેટવર્ક દ્વારા કૉમ્પ્યૂટર સાથે જોડાય છે.

નેટવર્કિંગની જરૂરિયાત

હાર્ડવેર શેઅરિંગ

નેટવર્કવાળા વાતાવરણમાં નેટવર્ક પરનું દરેક કૉમ્પ્યૂટર હાર્ડવેર સુધી પહોંચી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. દા.ત. માની લો કે નેટવર્ક પર અસંખ્ય પર્સનલ કૉમ્પ્યૂટરો છે. અને દરેક કૉમ્પ્યૂટરને લેસર પ્રિન્ટરની જરૂર છે. જો પર્સનલ કૉમ્પ્યૂટરર્સ અને લેસર પ્રિન્ટર નેટવર્કમાં જોડાયેલાં હશે, તો દરેકને પર્સનલ કૉમ્પ્યૂટર યુઝર જરૂર પડે ત્યારે નેટવર્ક પરના લેસર પ્રિન્ટર સુધી પહોંચી શકશે.

ડેટા અને માહિતીનું શેઅરિંગ

નેટવર્કવાળા પર્યાવરણમાં કોઈ અધિકૃત યુઝર નેટવર્કનાં બીજાં કૉમ્પ્યૂટરોમાં સ્ટૉર કરેલી માહિતી અને ડેટા સુધી પહોંચવા નેટવર્ક પરના કૉમ્પ્યૂટરનો ઉપયોગ કરી શકે છે. મોટી કંપની, દા.ત. સર્વરની હાર્ડ ડિસ્ક પર કસ્ટમરની માહિતીના ડેટાબેઝને સ્ટૉર કરી શકશે. 

કોઈ અધિકૃત વ્યક્તિ, નેટવર્ક સાથે જોડવા કોઈ હાથવગા કૉમ્પ્યૂટરનો ઉપયોગ કરીને મોબાઈલનો ઉપયોગ કરનાર આ ડેટાબેઝ સુધી પહોંચી શકે છે. પહોંચની ક્ષમતા અને શેઅર કરેલા સ્ટોરેજ ડિવાઇસીસ પરની ડેટા અને માહિતીનો સંગ્રહ એ અનેક નેટવર્કનું એક અગત્યનું લક્ષણ છે.

સૉફ્ટવેર શેરિંગ

સૉફ્ટવેર શેઅરિંગ કરવાની સાથે, સર્વરની હાર્ડ ડિસ્ક પર સ્ટૉર કરાયેલ સૉફ્ટવેરનો અવારનવાર ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને નેટવર્ક પર અનેક પ્રકારના યુઝર્સ સૉફ્ટવેર સુધી પહોંચી શકે છે. સૉફ્ટવેર શેઅરિંગને આધારરૂપ બનવા મોટા ભાગના સૉફ્ટવેરના વેપારીઓ તેમના સૉફ્ટવેરના નેટવર્ક versionsનું વેચાણ કરે છે. 

જ્યારે તમે સૉફ્ટવેર પૅકેજના નેટવર્ક versionની ખરીદી કરશો, તો સૉફ્ટવેરના વેપારીઓ સાઇટ લાઇસન્સ નામનો લીગલ ઍગ્રીમેન્ટ આપશે, જે ઘણાબધા યુઝર્સને સૉફ્ટવેર પૅકેજ ચલાવવા દેશે. 

સાઇટ લાઇસન્સ ફી હંમેશાં નેટવર્ક સાથે જોડાયેલ યુઝર્સની સંખ્યા કે કૉમ્પ્યૂટરની સંખ્યા પર આધાર રાખે છે. શેરિંગ સૉફટવેર નેટવર્ક મારફત હંમેશાં દરેક કૉમ્પ્યૂટરના સૉફ્ટવેર કેજની વ્યક્તિગત કૉપીઓની ખરીદી કરતાં તેની કિંમત ખૂબ ઓછી થાય છે.

માહિતીની આપ-લેને સરળ બનાવવી

નેટવર્કનો ઉપયોગ કરીને ઇ-મેઇલ, ઇન્સ્ટન્ટ મૅસેજ , ચૅટ રૂમ્સ, ટેલિફોની અને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા લોકો કુશળતાપૂર્વક અને સરળતાથી માહિતીની આપ-લે કરી શકે છે. ઇ-મેઇલ મૅસેજ હંમેશાં લગભગ તાત્કાલિકપણે ડિલિવર કરવામાં આવે છે. કોઈ કોઈ વાર આ પ્રકારનું કોમ્યુનિકેશન્સ બિઝનેસના નેટવર્કની અંદર થતું હોય છે.

નેટવર્ક્સ ઇન્ટરનેટની જેમ નાના નેટવર્ક પરથી ગ્લોબલ નેટવર્કને બે કૉમ્પ્યૂટરની સાથે જોડીને સાઇઝની રેન્જમાં અસ્તિત્વ ધરાવે છે, જે આખા જગતનાં લાખો કૉમ્પ્યૂટરોને જોડે છે. નેટવર્ક્સ હાથ વડે ચાલતાં કૉમ્પ્યૂટરોથી માંડીને સુપર કૉમ્પ્યૂટરો સુધીનાં બધી જ સાઇઝનાં કૉમ્પ્યૂટરોને પણ જોડી શકે છે.

Post a Comment

Previous Post Next Post