નેટવર્કના પ્રકારો
નેટવર્કના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે : LAN, MAN અને WAN, જેનો ઉપયોગ વ્યક્તિગત, બિઝનેસ ગૃહો અને સંસ્થાઓમાં થાય છે. કારણ કે દરેક બિઝનેસ અને સંસ્થાને તેની પોતાની જરૂરિયાત હોય છે. દરેક નેટવર્ક અદ્વિતીય છે.
નેટવર્કની સાઇઝ ઘણી વાર કેવા પ્રકારના નેટવર્કનો બિઝનેસ કે સંસ્થાએ ઉપયોગ કરવો જોઈએ તે નક્કી કરે છે. જુદા જુદા પ્રકારની સાઇઝનાં નેટવર્ક્સ ડેટાને જુદી જુદી રીતે મોકલે છે.
દા.ત. ૧૦૦૦ યુઝર્સવાળું નેટવર્ક જુદી જુદી રીતે કામ કરી શકે તેવું હોય છે, અને નેટવર્ક પર જોવા ન મળતા વિવિધ પ્રકારના ઘટકોની જરૂર રહે છે. તેમાં ફક્ત પાંચ યુઝર્સ હોય છે.
LOCAL AREA NETWORK (LAN)
કૉમ્પ્યૂટર નેટવર્ક ભૌગોલિક રીતે મર્યાદિત એરિયાની અંદર (સામાન્ય રીતે એક બિલ્ડિંગ કે બિલ્ડિંગનું ગ્રૂપ) જે બે કે વધારે કૉમ્પ્યૂટરોને ભૌતિક રીતે જોડે છે.
જોડાયેલાં કૉમ્પ્યૂટરોને વર્ક-સ્ટેશન્સ કહેવાય છે.
લેસર પ્રિન્ટ૨, ક્લાયન્ટ સર્વર નેટવર્ક્સ જેવાં ખર્ચાળ peripheralsને શેઅર કરવા જોડાયેલાં કૉમ્પ્યૂટરોને Peer- to Peer LANS સક્ષમ બનાવે છે, તે વર્ક-સ્ટેશન યુઝર્સ પર ઉપલબ્ધ ડેટાબેઝ અને એપ્લિકેશન્સ જેવા સ્રોતો બનાવવા LAN સર્વરનો ઉપયોગ કરે છે. લોકલ એરિયા નેટવર્ક્સમાં bus, ring કે star જેવી લાક્ષણિક ટૉપોલૉજી flLE જોવા મળે છે અને Apple talk, Ethernet * Tcp/IP જેવાં એક કે વધારે નેટવર્કિંગ પ્રોટોકોલ્સનો અમલ કરે છે.
મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક્સ (MAN)
MAN એ હાઈ-સ્પીડ નેટવર્ક છે, જે વૉઇસ, ડેટા અને ઇમેજીસને ૨૦૦ mbps (megabit per second) કે બિલ્ડિંગના કેટલાક બ્લોકથી માંડીને સમગ્ર શહેરો સુધી ૭૫ કિલોમીટરની રેન્જવાળા અંતરે વધુ ઝડપી વહન કરે છે. નેટવર્ક આર્કિટેક્ટર પર આધારિત ટ્રાન્સમિશનની ઝડપ ટૂંકા અંતર માટે વધારે હોઈ શકે.
MAN, જેમાં એક કરતાં વધારે LANSનો તેમ જ માઇક્રોવેવ અને સેટેલાઇટ રીલે સ્ટેશન્સ જેવાં ટેલિકૉમ્યુનિકેશન્સનાં સાધનોનો સમાવેશ થઈ શકે છે. તે વાઇડ એરિયા નેટવર્ક કરતાં નાનું છે, પરંતુ સામાન્ય રીતે વધુ ઝડપથી ચાલે છે.
વાઇડ એરિયા નેટવર્ક્સ (WAN)
WAN એક પ્રકારનું કૉમ્પ્યૂટર નેટવર્ક છે. જે વધારે લાંબા અંતરની માહિતીની આપ-લેને કારણે લોકલ એરિયા નેટવર્કથી અલગ - પડે છે, નેટવર્ક આખા દેશને આવરી શકે છે મોટી મલ્ટિનેશનલ સંસ્થાની સાઇટોનો સમાવેશ કરી શકે, WANs નો ઉપયોગ લોકલ એરિયાના નેટવકર્સ (LANs)ને અને બીજા પ્રકારના નેટવર્કને ભેગા જોડવા માટે થાય છે, જેથી કરીને એક જગ્યા પરથી યુઝર્સ અને કૉમ્પ્યૂટર્સ બીજી જ ગ્યાએ યુઝર્સ અને કૉમ્પ્યૂટર્સ સાથે માહિતીની આપ-લે કરી શકે છે.
ઘણા WANs એક ચોક્કસ સંસ્થા માટે બનાવવામાં આવ્યાં છે, જે ખાનગી હોય છે. બીજા WANs ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સથી બનેલ છે, જે ઇન્ટરનેટ પર સંથાના LAN પરથી કનેકશન્સ જોડી આપે છે. કૉમ્યુનિકેશન્સ હંમેશાં એક કે વધારે નેશનલ કે ઇન્ટરનેશનલ ગવર્નમેન્ટની સત્તા દ્વારા પૂરું પાડવામાં આવે છે.
નેટવર્ક હાર્ડવેર
નેટવર્ક હાર્ડવેર એ નેટવર્ક પર વપરાતાં ભૌતિક ડિવાઇસીસનું બનેલું છે. બધા જ નેટવર્કને કામગીરી કરવા માટે નેટવર્ક હાર્ડવેરની જરૂર પડે છે.
કૉમ્પ્યૂટર
નેટવર્કનું સૌથી વધુ મહત્ત્વનું કાર્ય કૉમ્પ્યૂટરોને એકસાથે જોડવાનું છે. જ્યારે કૉમ્પ્યૂટરોનું જોડાણ થાય છે ત્યારે લોકો કૉમ્પ્યૂટરોનો ઉપયોગ કરીને વધારે કુશળતાપૂર્વક કામ કરી શકે છે, નેટવર્કની સાથે જોડાયેલાં કૉમ્પ્યૂટરો એક જ પ્રકારનાં હોતાં નથી, દા.ત, નેટવર્ક IBM કમ્પેટિબલ અને મેકિન્ટોશ કૉમ્પ્યૂટરો જેવાં ડેસ્કટૉપ કૉમ્પ્યૂટરો કે નોટબુક્સ અને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ્સ (PDAs) જેવાં પોર્ટલ કૉમ્પ્યૂટરોનો સમાવેશ કરાયો છે.
નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ (NIC)
વિસ્તરણ કાર્ડ કે બીજા ડિવાઇસનો ઉપયોગ પ્રિન્ટર જેવા કોઈ કૉમ્પ્યૂટર કે બીજા ડિવાઈસને નેટવર્ક પૂરું પાડવા માટે કરવામાં આવે છે. નેટવર્ક ઇન્ટરફેસ કાડર્ઝ કૅબલિંગ જેવા કૉમ્પ્યૂટર અને ભૌતિક મિડિયા વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે, જેની ઉપર ટ્રાન્સમિશન્સ ટ્રેવલ થાય છે.
કનેક્ટર
કનેક્ટર એક પ્રકારનું ડિવાઇસ છે જે બે નેટવર્કને એકસાથે જોડે છે. hub, bridges અને routerને સૌથી સામાન્ય કનેકટર્સ ગણવામાં આવે છે.
કૅબલ્સ
ફ્લેક્સિબલ મેટલ કે ગ્લાસ વાયર હોય કે પછી વાયરનું ગૂંચળું હોય, ઇલેક્ટ્રૉનિક્સમાં વપરાતાં બંધા જ કૅબલો પ્લાસ્ટિક કે રબરના મટિરિયલમાંથી બનેલા ઇન્સુલિન વાળા હોય છે.
રિસોર્સ
કૉમ્પ્યૂટર સિસ્ટમ કે નેટવર્ક ચાલુ કરતી વખતે ડિસ્ક ડ્રાઇવ, પ્રિન્ટર કે મેમરી જેવા કોઈ ભાગને પ્રોગ્રામ કે પ્રોસેસ ફાળવણી કરે છે.
Post a Comment