વર્ડ આર્ટનો ઉમેરો કરવો

તમારા ડૉક્યુમેન્ટમાં તમે word artનો ઉમેરો કરીને સજાવેલું સુંદર ટાઇટલ પ્રદર્શિત કરી શકો છો કે કોઈ ખાસ માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

  •  ૧. તમારા ડૉક્યુમેન્ટમાં જ્યાં તમે word art નો ઉમેરો કરવા માગો છો તે જગ્યા પર ક્લિક કરો.
  • ૨. Insert પર ક્લિક કરો.
  • ૩. Picture પર ક્લિક કરો.
  • ૪. Word Art પર ક્લિક કરો. Word Art Gallery ડાયલૉગ બૉક્સ દેખાશે.
  • ૫. જે Word Artની સ્ટાઇલનો તમે ઉપયોગ કરવા માગો છો તેના પર ક્લિક કરો.
  • ૬. પછી OK પર ક્લિક કરો. Edit Word Art Text ડાયલૉગ બૉક્સ દેખાશે.
  • ૭. Word Art દ્વારા પ્રદર્શિત કરવા માગતા હોય એ textને ટાઇપ કરો.
  • ૮. OK પર ક્લિક કરો. Word Art તમારા ડૉક્યુમેન્ટમાં આવી જશે.

Word Artને ડિલીટ કરવા માગતા હોય તો એના પર ક્લિક કરો. હૅન્ડલ્સ Word Artની ચારે બાજુ દેખાશે. પછી Delete key દબાવીને Word Artને ડિલીટ કરી દો.

પિક્સર ઉમેરવું

તમારા ડૉક્યુમેન્ટમાં તમે પિક્સર ઉમેરી શકો છો.

  • ૧. તમારા ડૉક્યુમેન્ટમાં તમે કોઈ તસવીર રાખવા માગતા હોય એવી જગ્યા પર ક્લિક કરો.
  • ૨. Insert પર ક્લિક કરો.
  • ૩. Picture પર ક્લિક કરો.
  • ૪. From File ક્લિક કરો. Insert Picture ડાયલૉગ બૉક્સ દેખાશે.

આ એરિયા જ્યાં પિકચર પ્રદર્શિત થશે તે જગ્યા બતાવે છે. તમે આ એરિયા પર ક્લિક કરીને એ જગ્યાને બદલી પણ શકો છો.

  • ૫. જે પિક્સરને ડૉક્યુમેન્ટમાં જોડવા- માગતા હોય એ પિકચર પર ક્લિક કરો.
  • ૬. Insert પર ક્લિક કરીને તમારા ડૉક્યુમેન્ટમાં પિકચર ઉમેરો. તે પિક્સર તમારા ડૉક્યુમેન્ટ પર દેખાશે.

જો આ પિક્ચરને ડિલીટ કરવું હોય તો એ પિકચર પર ડિલીટ કરવા માટે ક્લિક કરો. હૅન્ડલ્સ તે પિક્યરની ચારે બાજુ દેખાશે. પછી Delete કી દબાવો, પિકચર ડિલીટ થઈ જશે.

ગ્રાફિકની ચારે બાજુ ટૅક્સ્ટને Wrap કરવી

તમારા ડૉક્યુમેન્ટ પર કોઈ ગ્રાફિક ઉમેરી રહ્યા પછી એની ચારે બાજુ ટૅક્સ્ટને મનપસંદ રીતે Wrap કરી શકાય છે.

  • ૧. પ્રિન્ટ લેઆઉટ બૂમાં ડૉક્યુમેન્ટ જોવા Print Layout Button પર ક્લિક કરો.
  • ૨. ટૅકસ્ટની ચારે બાજુ wrap કરવા માગતા હોય એ ગ્રાફિક પર ક્લિક કરો. હૅન્ડલ્સ તે ગ્રાફિકની ચારે બાજુ દેખાશે.
  • ૩. Format પર ક્લિક કરો.
  • ૪. ગ્રાફિકના પ્રકારને પ્રાપ્ત કરવા માટે Auto shape Picture કે Word Art વગેરે Command પર ક્લિક કરો. Format ડાયલૉગ બૉક્સ દેખાશે.
  • ૫. Layout ટેબ પર ક્લિક કરો.
  • ૬. ગ્રાફિકની ચારે બાજુ textને Wrap કરવા માગતા હોય એ રીતે ક્લિક કરો.
  • ૭. Textની સાથે ગ્રાફિકને અલાઇન કરવા માગતા હોય એ રીતે ક્લિક કરો.
  • ૮. તમારા ફેરફારોને કન્ફર્મ કરવા OK પર ક્લિક કરો.

ગ્રાફિકની ચારે બાજુ text wrap થઈ જશે ગ્રાફિકને ડિસિલેક્ટ કરવી હોય તો ગ્રાફિકની બહાર ક્લિક કરો.

ક્લિપ આર્ટનો ઉમેરો કરવો

તમારા ડૉક્યુમેન્ટની સાથે Clip Art ઇમેજ ઉમેરીને તેને વધારે રસપ્રદ અને મનોરંજક બનાવી શકાય છે.

  • ૧. Insert પર ક્લિક કરો. Insert menu દેખાશે.
  • ૨. Picture પર ક્લિક કરો.
  • ૩. Clip Art પર ક્લિક કરો.

ડૉક્યુમેન્ટ પર પ્રથમ વાર Clip Art ઇમેજ ઉમેરશો તો Add Clips to Organizer ડાયલૉગ બૉક્સ જોવા મળશે. 

આ ડાયલોગ બોક્સમાં Now પર ક્લિક કરીને તમારા કૉમ્પ્યૂટર પર ઇમેજ, સાઉન્ડ, અને વિડિયો ફાઇલ્સ વ્યવસ્થિત કરો. Clip Art ટાસ્ક પેન દેખાશે.

  • ૪. હવે Clip Organizerમાં ઇમેજ , સાઉન્ડ અને વિડિયો ફાઈલ જોવા માટે Clip Organizer પર ક્લિક કરો. Microsoft Clip Organizer વિન્ડો દેખાશે.

આ એરિયામાં ઇમેજ, સાઉન્ડ અને વિડિયો ફાઈલ રાખનાર ફોલ્ડરનું લિસ્ટ આવશે જેને તમે તમારા ડૉક્યુમેન્ટમાં ઉમેરી શકો છો. plus sign (+) પ્રદર્શિત કરનાર ફોલ્ડરોમાં છુપાયેલાં ફોલ્ડર હશે.

  • પ. ફોલ્ડરની અંદર છુપાયેલાં ફોલ્ડરો બતાવવા ફોલ્ડર પાસેની Plus Sign (+) પર ક્લિક કરો. (+) sign (-) signમાં બદલાઈ જશે. Hidden ફોલ્ડર સામે દેખાશે.

ફોલ્ડરની અંદર ફોલ્ડરોને ફરીથી છુપાવવાના હેતુથી ફોલ્ડરની પાસે આવેલ માઇનસ સાઇન (-) પરે ક્લિક કરો.

  • ૬. તમારી ઇચ્છા મુજબના ફોલ્ડર પર ક્લિક કરો. આ એરિયા તમે સિલેક્ટ કરેલ ફોલ્ડરની કન્ટેન્ટ્સ બતાવશે.
  • ૭. તમારા ડૉક્યુમેન્ટ પર તમે જે ઇમેજ ઉમેરવા માગો છો, એના પર ક્લિક કરો.
  • ૮. ઇમેજ સિલેક્ટ કર્યા પછી Copy પર ક્લિક કરીને તમે સિલેક્ટ કરેલ ઇમેજની કૉપી કરો.
  • ૯. Microsoft Clip Organizerને બંધ કરવા માટે (x) પર ક્લિક કરો. એક ડાયલૉગ બૉક્સ બહાર દેખાશે જે બતાવશે કે તમારી પાસે એક કે વધારે Clip Art ઇમેજ Clip board પર છે.
  • ૧૦. Yes પર ક્લિક કરીને Clip board પર ઇમેજને સલામત રાખો.
  • ૧૧. તમારા ડૉક્યુમેન્ટમાં જ્યાં તમે ઇમેજ ઉમેરવા માગતા હોય ત્યાં ક્લિક કરો.
  • ૧૨. Paste પર ક્લિક કરીને તમારા ડૉક્યુમેન્ટ પર મનપસંદ જગ્યા પર ઇમેજ રાખો.

તે ઇમેજ તમારા ડૉક્યુમેન્ટમાં દેખાશે. ઇમેજને તમે ડિલીટ કરવા ઇચ્છતા હોય તો ઇમેજ પર ક્લિક કરીને કીબોર્ડ પરની Delete key દબાવી દો.

Post a Comment

Previous Post Next Post