ટેબલમાં સેલને સ્પ્લિટ કરવો

તમારા ટેબલમાં એક cellને split કરીને બે કે વધારે cells બનાવી શકાય છે. તમે cellsને split કરીને column કે Row બનાવી શકો છો.

  • ૧. જેને વિભાજિત કરીને તમે બે cells બનાવવા માગો છો એ cellને ક્લિક કરો.
  • ૨. Table પર ક્લિક કરો.
  • ૩. Split cells પર ક્લિક કરો. Split cells ડાયલૉગ બૉક્સ દેખાશે.
  • ૪. એક celને split કરીને columns બનાવવા માટે આ એરિયા પર ડબલ-ક્લિક કરો અને જેટલા column તમે cellને split કરીને બનાવવા માગો છો એ columnની સંખ્યા ટાઈપ કરો.
  • ૫. એક cellને split કરીને rows બનાવવા માટે આ એરિયા પર ડબલ- ક્લિક કરો અને જેટલી rows તમે તે cellને split કરીને બનાવવા માગો છો એ સંખ્યા ટાઇપ કરો.
  • ૬. OK પર ક્લિક કરીને cellને split કરો.

ટૅક્સ્ટને cellમાં એલાઇન કરવી

તમારા ટેબલનો દેખાવ વધુ સુંદર બનાવવા માટે cellsમાં ટૅક્સ્ટની સ્થિતિ (Position) પણ બદલી શકાય છે.

  • ૧. માઉસ પૉઇન્ટરને cellsના ઉપર ડ્રેગ કરીને એ cellsને પસંદ કરી લો, જેમાં align કરવાની ટૅક્સ્ટ રહેલી હોય.
  • ૨. પર ક્લિક કરીને Tables and Borders ટુલ બારને પ્રદર્શિત કરી લો.
  • ૩. આ એરિયાના ડાઉન-ઍરો પર ક્લિક કરો. .
  • ૪. ઉપયોગમાં લેવાના અલાઇન્મેન્ટ પર ક્લિક કરો. ટૅકસ્ટ નવું એલાઇન્મેન્ટ બતાવશે. cellને ડિસિલેક્ટ કરવા હોય તો સિલેક્ટ કરેલ એરિયાની બહાર ક્લિક કરો.
  • ૫. Tables and Borders ટુલ બારને છુપાવવા માટે પર ક્લિક કરો.

સેલ પર શેડ લગાવવા

તમે સેલ પર શેડ કરીને ટેબલમાં તેને અલગ રીતે બતાવી શકો છો.

  • ૧. જે cellsમાં તમે shade બતાવવા માગો છો, તેના પર માઉસ પૉઇન્ટરને ડ્રેગ કરીને લઈ જાઓ.
  • ૨.પર ક્લિક કરીને Tables and Borders ટુલ બાર પ્રદર્શિત કરો.
  • ૩. Shading colourના ડાઉન-ઍરો પર ક્લિક કરીને શેડિંગ માટે ઉપયોગ કરવાના રંગને સિલેક્ટ કરો.
  • ૪. કોઈ પણ મનપસંદ રંગ (color) પર ક્લિક કરો. તમે પસંદ કરેલ cells shading બતાવશે.

કોઈ cells ડિસિલેક્ટ કરવા હોય તો સિલેક્ટ કરેલ એરિયાની બહાર ક્લિક કરો.

shadingને હટાવવા ૧ થી ૪ સુધીનાં steps રિપીટ કરો, અને ચોથા step માં No fill સિલેક્ટ કરો.

ટેબલની બોર્ડર બદલવી

તમારા ટેબલમાં cellsની બોર્ડરનો દેખાવ બદલીને તેને વધારે સુંદર બનાવી શકાય છે.

  • ૧. માઉસ પૉઇન્ટરને ડ્રેગ કરીને એવા cellsને સિલેક્ટ કરો જેમાં બોર્ડર બદલવાની હોય એવી ટૅકસ્ટનો સમાવેશ થયેલો હોય.
  • ૨. પર ક્લિક કરીને Tables and Borders ટુલ બારનેશપ્રદર્શિત કરો. Tables and Borders ટુલ બારશબૉક્સ સામે દેખાશે.
  • ૩. આ એરિયા પર ક્લિક કરીને બોર્ડર માટે ઉપલબ્ધ Line styles નું લસ્ટ મેળવી લો.
  • ૪. પ્રયુક્ત કરવાની Line styles પર ક્લિક કરો.
  • ૫. આ એરિયાના ડાઉન-ઍરો પર ક્લિક કરીને તમે બદલવા માગતા હોય એ બોર્ડર  જુઓ.
  • ૬. બદલવા માગતા હોય એ બોર્ડર પર ક્લિક કરો.

તમે સિલેક્ટ કરેલ cell નવી બોર્ડર બતાવશે. cellને સિલેક્ટ કરવાશમાટે સિલેક્ટ કરેલ એરિયાની બહાર ક્લિક કરો.

  • ૭. Tables and Bordersના ટુલ બારને છુપાવવા માટે  પર ક્લિક કરો.

ટેબલનું ફોરમેટિંગ કરવું

Word અનેક ઉપયોગો માટે તૈયાર ડિઝાઇન આપે છે, જેને પસંદ કરીને તમારી ટેક્સ્ટને તમે પ્રોફેશનલ સ્વરૂપ આપી શકો છો.

  • ૧. જે ટેબલને તમે ફૉરમેટ કરવા માગો છો એના પર ક્લિક કરો.
  • ૨. Table પર ક્લિક કરો, ટેબલ મેનુ દેખાશે.
  • ૩. Table Auto format પર ક્લિક કરો.Table Auto format ડાયલોગ બોક્સ સામે જોવા મળશે.આ એરિયા ઉપલબ્ધ ટેબલની ડિઝાઇન બતાવે છે.
  • ૪. ઉપયોગમાં લેવાની ટેબલની ડિઝાઇન પર ક્લિક કરો. આ એરિયા ટેબલની ડિઝાઇનનું sample બતાવે છે, જેને તમે ચોથા stepમાં સિલેક્ટ કર્યું છે .

તમે step ૪ રિપીટ કરીને જુદી જુદી ડિઝાઇનના નમૂના જોઈ શકો છો. આ એરિયા ટેબલના ભાગો બતાવે છે જે તમે ખાસ ફૉરમેટ માટે લાગુ પાડી શકો છો.

ઓપ્શનની પાસે લાગેલ ચેક-માર્ક બતાવે છે કે Word ટેબલના એ ભાગમાં special formats એપ્લાઇ કરી શકે છે.

  • પ. કોઈ ઑપ્શનની પાસે આવેલ ચેક-માર્ક પર ક્લિક કરીને તેના આપ્શનને on કે off કરી શકો છો.
  • ૬. Apply પર ક્લિક કરો કે Enter key દબાવો જેનાથી તે ડિઝાઇન તમારા ટેબલમાં લાગુ પડી શકે કે એપ્લાઇ થઈ શકે.

ટેબલ તમે સિલેક્ટ કરી લીધી છે તે ડિઝાઇન બતાવે છે. ટેબલની ડિઝાઇનને હટાવવા માટે ૧ થી ૪ સુધીનાં steps રિપીટ કરો, step ૪માં Table grid સિલેક્ટ કરો. પછી step ૬નો ઉપયોગ કરો.

Post a Comment

Previous Post Next Post