નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ

નેટવર્ક કાર્ડ, નેટવર્ક અડેપ્ટર કે NIC (Network Interface Controller) એ કૉમ્પ્યૂટર હાર્ડવેરનો એક ટુકડો (piece) છે, જે કૉમ્પ્યૂટર નેટવર્ક ઉપર કૉમ્પ્યૂટરોને માહિતીની આપ-લે કરવા દેવા તૈયાર કરાયાં છે.

હકીકત ધ્યાનમાં લેતાં, નેટવર્ક કાર્ડ્ઝ એક્સપેન્શન કાર્ડ્ઝની જેમ વપરાતાં કાર્ડ છે, જે કૉમ્પ્યૂટર બસ સાથે પ્લગથી જોડેલાં હોય છે. ઓછી કિંમત અને ઈથરનેટ સ્ટાન્ડર્ડની હાજરીનો અર્થ થાય છે કે મોટા ભાગનાં નવાં આવનારાં કૉમ્પ્યૂટરમાં નેટવર્ક ઇન્ટરફેસ હોય છે, જે મધરબોર્ડમાં built થયેલાં હોય છે.

એક વાર નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ બની જાય પછી તે અજોડ હાર્ડવેર એડ્રેસ આપે છે. જ્યારે નેટવર્ક પર માહિતી મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે હાર્ડવેર એડ્રેસ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડની ઓળખ કરવામાં મદદરૂપ થાય છે.

નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ્ઝ જુદા જુદા પ્રકારની ઑપરેટિંગ સિસ્ટમ્સ માટે ડ્રાઇવર્સ સાથે આપે છે. ડ્રાઇવર એક એવું સૉફ્ટવેર છે જે ઑપરેટિંગ સિસ્ટમને નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડની સાથે માહિતીની આપ-લે કરવા દે છે. 

નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ ઉત્કૃષ્ટ રીતે કાર્ય કરે છે કે નહિ તેની ખાતરી કરી લેવી જોઈએ, કરેક્ટ ડ્રાઇવરને ઇન્સ્ટૉલ કરવું જ જોઈએ. નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ કૉમ્પ્યૂટરમાં ઉમેરાઈ ગયા પછી જો ઑપરેટિંગ સિસ્ટમ ઑટોમેટિક રીતે કરેક્ટ ડ્રાઇવરને ઇન્સ્ટોલ ન કરે તો તમારે ડ્રાઇવરને હાથ વડે ઇન્સ્ટૉલ કરવું પડશે .to install the driver manually.

વાયરલેસ નેટવર્ક ઇન્ટરફેસ કન્ટ્રોલર (WNIC) એ એક નેટવર્ક કાર્ડ છે, જે રેડિયો-આધારિત કૉમ્પ્યૂટર નેટવર્કને જોડે છે, તે રેગ્યુલર નેટવર્ક ઇન્ટરફેસ કન્ટ્રોલર (NIC)થી અલગ પડે છે અને વાયર-આધારિત નેટવર્કને જોડે છે. 

WNIC એ વાયરલેસ ડેસ્કટૉપ કૉમ્પ્યૂટરનો એક આવશ્યક ઘટક છે. આ પ્રકારનું કાર્ડ માઇક્રોવેન્ઝ દ્વારા માહિતીની આપ-લે કરવા ઍન્ટેનાનો ઉપયોગ કરે છે.

હબ્સ

હબનો ઉપયોગ વચ્ચેના સ્થાને થાય છે, જ્યાં નેટવર્કના બધા જ કેબલ મળે છે. હબ મોટા ભાગના મૉડર્ન નેટવર્કમાં જોવા મળે છે. પહેલાં સ્ટાર નેટવર્કમાં એનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે કૉમ્પ્યૂટરોને જોડવા માટે એનો ઉપયોગ સામાન્ય બન્યો છે. કેટલાંક નેટવર્ક સ્ટ્રક્યર અત્યારે હબનો ઉપયોગ કૉમ્પ્યૂટરોને જોડવાની પ્રાથમિક પદ્ધતિ રૂપે કરી રહ્યાં છે.

હબમાં સૉકેટ કે પોર્ટ હોય છે. કૉમ્પ્યૂટર ઉપકરણોમાંથી જે કૅબલ નીકળે છે તેને તેમાં પ્લગ કરેલો હોય છે. સામાન્ય રીતે હબમાં ૪, ૮, ૧૬ કે ૨૪ પોર્ટ હોય છે. સામાન્ય રીતે દરેક પોર્ટમાં એક ઇન્ડિકેટર લાઇટ હોય છે, જે લાઇટ ઇમિટિંગ ડાયોડ (LED) કહેવાય છે. 

જ્યારે કૉમ્પ્યૂટર પોર્ટ સાથે જોડાયેલું હોય અને ઑન કરેલું હોય તો લાઇટ ચાલુ રહેશે. પોર્ટના માધ્યમથી માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ રહી હોય એ સમયે પણ કેટલાક LED સંકેત આપે છે.

બે કે તેથી વધારે હબ જોડાય તો તેને ડેજી ચેનિંગ કહેવાય છે. એક મોટું હબ ૨૪ કૉમ્પ્યૂટરો સુધી જોડાયેલું રહી શકે છે. જો નેટવર્કમાં ૨૪ કરતાં વધારે કૉમ્પ્યૂટર હોય તો બે કે વધારે હબનો ઉપયોગ કરવો પડશે.

હબમાં કૉમ્પ્યૂટરો અથવા હબની સિરીઝને જોડવી, હટાવવી કે એક સ્થાનેથી બીજા સ્થાને ફિટ કરવી ખૂબ જ સરળ છે. કેબલને કોઈ પણ પોર્ટમાંથી આસાનીથી કાઢીને બીજા પોર્ટમાં લગાડી શકાય છે. આ પ્રક્રિયા દરમિયાન નેટવર્કને બંધ કરવાની પણ જરૂર પડતી નથી.

સ્વિચ

નેટવર્ક સ્વિચ (કે ફક્ત સ્વિચ) એ નેટવર્કિંગ ડિવાઇસ છે, જે હાર્ડવેરની ઝડપે પારદર્શક પુલની જેમ સાંકળે છે. સામાન્ય હાર્ડવેરમાં સ્વિચીઝનો સમાવેશ થાય છે, જે અડધા કે પૂરા ડુપ્લેક્સ પર દર સેકંડે ૧૦, ૧૦૦ કે ૧૦૦૦ મેગા બાઇટ્સને જોડી શકે છે. 

અડધા ડુપ્લેક્સનો અર્થ એ થાય છે કે ડિવાઇસ ફક્ત કોઈ આપેલા સમયને મોકલી કે મેળવી શકે છે. હકીકત ધ્યાનમાં લેતાં ફુલ ડુપ્લેક્સ એક જ સમયે મોકલી શકે છે અને મેળવી શકે છે. હબ્સની જગ્યાએ સ્વિચોનો ઉપયોગ કરી શકાય છે.

જ્યારે નેટવર્ક નવા યુઝર્સ અને વધુ સૉફિસ્ટિકેટેડ એપ્લિકેશન્સને ઍડ્જસ્ટ કરવા તેનું વિસ્તરણ કરવામાં આવે છે, ત્યારે મોકલવામાં આવતા માહિતીના જથ્થાને ઇક્સીડ કરી શકાય છે, નેટવર્ક મૂળભૂત રીતે સંચાલન કરવા બનાવવામાં આવ્યું છે. આને કારણે નેટવર્કના કાર્યમાં ભરાવો અને ઘટાડો થઈ શકે. 

સ્વિચોવાળા ઓવરલોડેડ નેટવર્ક પર હબ્સને રિપ્લેસ કરીને નેટવર્કની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. જ્યારે તમે સ્વિચોવાળા હબ્સને રિપ્લેસ કરો ત્યારે તમારે હંમેશાં કૅબલ સિસ્ટમ જેવા નેટવર્કના બીજા તત્ત્વોને રિપ્લેસ કરવા પડતા નથી.

સલામતી

નેટવર્ક ઉપર માહિતીનો ઉપયોગ કરનારાઓ શિફ્ટ કરે છે એ સલામત છે કે નહિ તેની ખાતરી કરવા સ્વિચો મદદરૂપ થઈ શકે છે. હબથી અલગ નેટવર્ક સેમેન્ટ પર દરેક કૉમ્પ્યૂટર માહિતી ટ્રાન્સફર કરે છે, સ્વિચ ઇચ્છિત મેળવનારને જ માહિતી મોકલે છે.

રાઉટિંગ સ્વિચ

કેટલીક સ્વિચો રાઉટિંગ સ્વિચો કહેવાય છે. તે ક્ષમતાઓવાળી હોય છે જે તેના રાઉટરને સમાન હોય છે. રાઉટિંગ સ્વિચો નેટવર્ક પર ઇચ્છિત સ્થાન પર માહિતીનું દિશાસૂચન કરી શકે છે અને માર્ગ બતાવી શકે છે. રાઉટિંગ સ્વિચો ટ્રાન્સવર્સ કરવા માહિતીનો સૌથી વધુ ક્ષમતાવાળો માર્ગ પણ શોધી શકે છે.

રિપીટર્સ

રિપીટર એક પ્રકારનું ઇલેક્ટ્રૉનિક સાધન છે, જે નિર્બળ કે નીચી કક્ષાનું સિગનલ મેળવે છે અને તેને ઊંચી સપાટીએ કે ઊંચા પાવરથી ફરીથી મોકલે છે. તેથી સિગનલ હલકી સ્થિતિએ પહોંચ્યા વગર લાંબા અંતરો આવરી શકે છે. તેનો ઉપયોગ LANs માં સેગ્મેન્ટ્સને એકબીજા સાથે જોડવા માટે થાય છે અને WAN ટ્રાન્સમિશનનો ફેલાવો કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.

સિગનલ કેબલના એક છેડેથી બીજા છેડે ઠેર ઠેર ફરશે તો તે વધારે નિર્બળ બની જશે. આનો ઉલ્લેખ ઘણીવાર સૂશ્મતા એવો થાય છે. સિગનલને મજબૂત કરીને નબળા સિગલો પરથી ઉદભવતા પ્રૉબ્લેમો રિપીટર્સ રોકે છે.

કૉમ્પ્યૂટર ડિવાઇસીસને નેટવર્ક પર એકસાથે જોડતા કૅબલોની લંબાઈને વિસ્તૃત કરવા માટે રિપીટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. વધારે લંબાઈ ધરાવતા કૅબલની જ્યાં જરૂર હોય એવા એરિયામાં કૉમ્પ્યૂટર ડિવાઇસને એકબીજા સાથે જોડવા ખાસ કરીને રિપીટર્સ ઉપયોગી છે. દા.ત, મોટા કોઠારમાં નેટવર્ક હોય છે તેમ.

બ્રિજીસ (Bridges)

એક મોટા લૉજિકલ નેટવર્કમાં બે નેટવર્કને ડિવાઇસ જોડતું હોવાથી તેની વચ્ચે માહિતીનું વહન કરી શકાય છે. ઓછી સંખ્યામાં વ્યક્તિગત નેટવર્ક્સને એક મોટા નેટવર્કની જેમ એકસાથે કામ કરી શકે એવી રીતે જોડવામાં બ્રિજીસ ઉપયોગી થાય છે. વધારે નાના નેટવર્ક્સનો સમાવેશ કરતા નેટવર્કને ઇન્ટરનેટ વર્ક કહેવાય છે.

બિઝી નેટવર્કને નાના નાના ભાગમાં વહેંચી દેવામાં પણ બ્રિજીસ ઉપયોગી થાય છે. બિઝી નેટવર્કને તો નાના નાના ભાગમાં વહેંચી દઈને નેટવર્કના વધતા ટ્રાફિકના ઘસારાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. દા.ત. જો એક ડિપાર્ટમેન્ટના કૉમ્પ્યૂટરો પુષ્કળ નેટવર્ક ટ્રાફિક ઉત્પન્ન કરશે તો, બ્રિજ બાકીના નેટવર્કથી એ વિભાગને અલગ પાડી દેશે.

રાઉટર્સ

રાઉટર એ કૉમ્પ્યૂટર નેટવર્કિંગ ડિવાઇસ છે જે નેટવર્કમાં ડેટાને ગમે ત્યાંથી કોઈ બીજી જગ્યાએ મોકલી શકે છે. તેની આ પ્રક્રિયાને રાઉટિંગ કહેવાય છે.

રાઉટર બે કે તેથી વધારે નેટવર્કમાં જંકશન તરીકે કાર્ય કરે છે. જેથી એની વચ્ચે ડેટા પૅકેટ્સની ફેરબદલી થઈ શકે. રાઉટર એ સ્વિચનું જ એક જુદા પ્રકારનું સ્વરૂપ છે. 

લોકલ એરિયા (LAN) નેટવર્કને રચવા સ્વિચ ડિવાઇસીસને જોડે છે. રાઉટર્સ અને સ્વિચોનાં જુદા જુદા પ્રકારનાં કાર્યોને સમજવાનો એક સરળ ઉપાય છે કે સ્વિચને પડોશની સડક માની લો અને રાઉટરને સડકના ચિહ્નોથી બનેલા ભાગો.

એક મોટા નેટવર્કને એક રૂટ કરતાં વધારે રૂટ હોઈ શકે. જેના આધારે માહિતી તેના ઇચ્છિત સ્થાને મોકલી શકાય છે. કેટલાંક રાઉટર્સ એવાં હોય છે કે તે ઑટોમેટિક રીતે નેટવર્કનો કોઈ ભાગ બરાબર કાર્ય કરતો ન હોય કે ધીમો થઈ ગયો હોય તો તે શોધી કાઢે છે. 

રાઉટર્સ માહિતીને પ્રોબ્લેમવાળા એરિયામાંથી ન મોકલતાં કોઈ બીજા રસ્તેથી તેના સ્થાને મોકલવામાં આવે તો નેટવર્કની ગરબડની અસર ઓછી થઈ જશે. રાઉટર્સને બુદ્ધિશાળી હોવાનું કહેવાય છે. કારણ કે તે માહિતી મેળવવાના ઉત્તમ રૂટને નક્કી કરવા નેટવર્કનું પૃથક્કરણ કરી શકે છે.

રાઈટર્સના પ્રકારો

મોટા ભાગનાં રાઉટર્સ માહિતીના ઉત્તમ માર્ગને ઑટોમેટિક રીતે નક્કી કરી શકે છે. સ્ટેટિક રાઉટર્સના નામે ઓળખાતા વધારે જૂના દરેક રાઉટરની માહિતી જાણવા નેટવર્ક એડમિનિસ્ટ્રેટરને દરેક રાઉટરની રચના જાતે જ કરવી જ પડે છે. નવાં આવેલાં રાઉટર્સને ડાઇનેમિક રાઉટર્સ કહેવાય છે. તે નેટવર્ક પર ઉપલબ્ધ રૂટના કોઠાનું ઑટોમેટિક રીતે સર્જન કરે છે અને તેની જાળવણી પણ કરે છે.

વાઇડ એરિયા નેટવર્ક (WAN)

રાઉટર્સ લોકલ એરિયા નેટવર્ક્સને વાઇડ એરિયા નેટવર્કની સાથે જોડવામાં મદદરૂપ થાય છે. રાઉટર્સ વાઇડ એરિયા નેટવર્કને વિભાગોમાં વહેંચી દેવામાં ઉપયોગી થાય છે. નેટવર્કની ઉપર ફેરબદલી કરવામાં આવતા માહિતીના જથ્થાને ઘટાડવામાં તે મદદરૂપ થાય છે અને WANની કાર્યક્ષમતામાં સુધારો કરે છે.

Post a Comment

Previous Post Next Post