નેટવર્ક સ્ટ્રક્વર (નેટવર્કનું માળખું)

નેટવર્ક સ્ટ્રક્યરનાં બે લેવલ છે, અર્થાત્ ભૌતિક અને તાર્કિક બસ, રિંગ, સ્ટાર અને હાઇબ્રિડ એ નેટવર્ક સ્ટ્રક્ટર્સના મુખ્ય ચાર પ્રકારો છે. ભૌતિક સ્તર ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતા નેટવર્કના કૉમ્પ્યૂટરો, કૅબલો અને કનેક્ટર્સ જેવા ભાગોનું બનેલું છે.

આ સ્તર નેટવર્ક પરનાં કૉમ્પ્યૂટરનું સ્થાન ક્યાં આવેલું છે અને નેટવર્કના બધા જ ભાગો કેવી રીતે જોડાયેલા છે એ જણાવે છે. કેબલો એ નેટવર્ક પર માહિતીને ટ્રાન્સફર કરવા માટેનું સૌથી લોકપ્રિય ટ્રાન્સમિશન મિડિયા છે.

તાર્કિક સ્તર એ નેટવર્ક પરના સ્થાન સુધી પહોંચવાની માહિતીના માર્ગને શોધી બતાવે છે. નેટવર્કનું તાર્કિક સ્તર ઘણો અવયવો પર આધાર રાખે છે, જેમ કે એપ્લિકેશનોને ઉપયોગ અને માહિતીના વૉલ્યુમને નેટવર્ક ઉપર બદલી શકાય છે.

કૉમ્પ્યૂટર ઇલેક્ટ્રિકલ સિગ્નલની અદલાબદલી કરીને માહિતી શેઅર કરે છે. સિગનલને ટ્રાન્સમિશન માધ્યમ મારફતે મોકલવામાં આવે છે, જે કૉમ્પ્યૂટરને જોડે છે.

1. સ્ટાર નેટવર્ક સ્ટ્રક્ટર

સ્ટાર નેટવર્ક્સ સૌથી સામાન્ય કૉમ્પ્યૂટર નેટવર્ક ટોપોલૉજીઝમાંનું એક છે. સેન્ટ્રલ નેટવર્ક કનેક્ટર સાથે જોડાયેલ સ્ટાર નેટવર્ક એ કૉમ્પ્યૂટરોનું બનેલું છે, જે હંમેશાં હબ કે સ્વિચ જેવું હોય છે. નેટવર્ક પર એક કૉમ્પ્યૂટર પરથી બીજા કૉમ્પ્યૂટર પર ટ્રાન્સફર કરાતી સઘળી માહિતીને હબ કે સ્વિચ દ્વારા પસાર છે કરવામાં આવે છે.

સ્ટાર નેટવર્ક પરના દરેક કૉમ્પ્યૂટરને સેન્ટ્રલ નેટવર્ક કનેક્ટર સાથે ગાઢ રીતે નિકટ સ્થાને જ રાખેલું હોય છે. કૉમ્પ્યૂટર અને કનેક્ટર વચ્ચેના કૅબલની લંબાઈ ૧૦૦ મીટરથી ઓછી હોવી જોઈએ. હબ્સ અને અસ્વિચીઝ સામાન્ય રીતે ૨A કૉમ્પ્યૂટરોને જોડે છે.

મોટી ઑફિસોના બિલ્ડિંગમાં તેના દરેક ફ્લોર પર hub કે Switch જોવા મળશે. એક મોટા લોકલ એરિયા નેટવર્કનું સ્વરૂપ આપવા હલ્સ કે Switchesને પછી જોડી શકાય છે.

વિસ્તરણ (ફેલાવો)

જો સેન્ટ્રલ નેટવર્ક કનેક્ટર પર એક ખુલ્લો પોર્ટ હશે તો સ્ટાર નેટવર્કના બીજા કૉમ્પ્યૂટરોને જોડવા માટે એક જ કેબલની જરૂર પડશે. જ્યારે નવાં પિયર-ટુ-પિયર નેટવર્ક કોમ્પ્યૂટરો જોડાય ત્યારે નેટવર્કને શટડાઉન (બંધ) કરવું જરૂરી નથી.

ટ્રબલ શુટિંગ

જ્યારે કોમ્પ્યૂટર કે કેબલમાં એરર આવે ત્યારે બાકીના નેટવર્કને અસર થતી નથી, ઘણાં સેન્ટ્રલ નેટવર્ક કનેક્ટર્સમાં એર૨ શોધી કાઢવાની ક્ષમતા રહેલી હોય છે અને પછી તેને બાકીના નેટવર્ક પરથી પ્રૉબ્લેમવાળા એરિયાને અલગ પણ કરી બતાવે છે. હબ કે સ્વિચ તૂટી જાય તો કોમ્પ્યૂટરમાં માહિતીની વધુ લાંબો સમય આપ-લે કરી શકાશે નહિ.

ખર્ચ

સ્ટાર નેટવર્ક્સની કિંમત સાધન કરતાં વધારે હોય છે. સ્ટાર નેટવર્કનું દરેક કોમ્પ્યૂટર નેટવર્કની હબ કે સ્વિચ સાથે જોડાયેલું હોવું જોઈએ, કૅબલનો મોટો જથ્થો સ્ટાર નેટવર્ક્સમાં પણ વપરાય છે, કારણ કે નેટવર્ક પરનું દરેક કોમ્પ્યૂટર હબ કે સ્વિચ સાથે સ્વતંત્રપણે જ જોડાયેલું હોવું જોઈએ.

2. બસ નેટવર્ક સ્ટ્રક્ચર

બસ નેટવર્ક એક પ્રકારનું નેટવર્ક આર્કિટેક્ટર છે, જેમાં ક્લાયન્ટોનો સમૂહ શેઅર કરાયેલ કૉમ્યુનિકેશનની લાઇન મારફત જોડાયેલો હોય છે, તેને bus કહેવાય છે.

ફક્ત એક જ કોમ્પ્યૂટર તરત જ માહિતી મોકલી શકે છે. જ્યારે કોમ્પ્યૂટર માહિતી ટ્રાન્સફર કરે છે ત્યારે કૅબલની સમગ્ર લંબાઈ દ્વારા માહિતીનું સ્થાન બદલાઈ જાય છે. ડેસ્ટિનેશન કોમ્પ્યૂટર કૅબલ પરથી માહિતી પાછી મેળવે છે.

ટર્મિનેટર

નેટવર્ક કેબલ પર ટ્રાન્સમિટ કરાતાં સિગનલને ટર્મિનેટર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. દરેક કેબલના છેડે ટર્મિનેટર હોવું જરૂરી છે. ટર્મિનેટર્સ કેબલમાંથી પાછા મોકલાના સિગ્નલ્સને રોકે છે અને દખલગીરી થતી અટકાવે છે. જરૂરી ટર્મિનેટરનો પ્રકાર નેટવર્ક પર વપરાતા કૅબલના પ્રકાર પર આધાર રાખે છે.

સેટઅપ

Bus નેટવર્કનું સેટઅપ એ તદ્દન સરળ છે, કારણ કે દરેક કોમ્પ્યૂટર કૅબલની સળંગ લંબાઈ સાથે જોડાયેલું હોય છે. બસ નેટવર્ક્સનો ઉપયોગ નાના એરિયામાં રહેલાં કોમ્પ્યૂટરૈને જોડવા માટે ઉપયોગ થતો હોવાથી સેન્ટ્રલ નેટવર્ક કનેક્ટરની કોઈ જરૂર રહેતી નથી. કૅબલની લંબાઈને બસ નેટવર્ક સાથે સેટઅપ કરવાની જરૂરિયાત ઘણીવાર પૂરતી નથી હોતી.

એક્સપેન્શન વિસ્તરણ

બસ નેટવર્કના અસ્તિત્વનું વિતરણ મુશ્કેલીઓ સર્જી શકે છે. બસ નેટવર્કમાં કોમ્પ્યૂટરનો ઉમેરો કરતી વખતે કૅબલને લંબાવવા અને તેને કોમ્પ્યૂટર સાથે જોડવા કૅબલને તોડવો પડે છે. નેટવર્ક પરનાં બીજાં કોમ્પ્યૂટરો કૅબલ તૂટી જાય ત્યારે માહિતી ટ્રાન્સફર કરી શકશે નહિ.

ટ્રબલ શૂટિંગ

જો કોમ્પ્યૂટર બરાબર કામ કરતું ન હોય અને માહિતીની ફેરબદલી છિન્ન ભિન્ન કરી નાખે તો આખું નેટવર્ક અસરગ્રસ્ત બની જશે.

કોસ્ટ (Cost)

બસ નેટવર્ક્સ ખર્ચાળ હોતાં નથી. મોટા ભાગનાં બસ નેટવર્ક્સમાં તાંબાના તારના ટુકડાનો લગાતાર ઉપયોગ થાય છે.

3. રિંગ નેટવર્ક સ્ટ્રક્ટર

રિંગ નેટવર્ક એ કોમ્પ્યૂટર નેટવર્કની ટોપોલોજી છે. જેમાં દરેક નોડ બીજા નોડ સાથે જોડાયેલ હોવાથી રિંગ બનાવી શકાય છે. જ્યારે નોડ મેસેજ મેળવે છે ત્યારે મૅસેજ સાથે જોડાયેલ ડેસ્ટિનેશન એડ્રેસની તપાસ કરે છે. કોઈ ખોટી રીતે કામ થતું હોય કે નોડ ફેઇલ થઈ જાય તો બાઇપાસ કરવા માટે રિંગ પણ બનાવી શકાય છે.

માહિતી ફક્ત એક જ દિશામાં પસાર થાય છે. જ્યારે કોમ્પ્યૂટર માહિતી મોકલે છે, ત્યારે તે કોમ્પ્યૂટરના સ્થાન પછીના સ્થળે તે માહિતીને ટ્રાન્સફર કરે છે. જો કોમ્પ્યૂટર માહિતી મેળવે તો તેને સંબોધન કરાતું નથી. કોમ્પ્યૂટર માહિતીને રિંગની અંદર બાજુમાં આવેલા કોમ્પ્યૂટરમાંથી પસાર કરે છે. જ્યાં સુધી માહિતી તેના સૂચિત સ્થાને ન પહોંચે ત્યાં સુધી કોમ્પ્યૂટર માહિતીની આપ-લે કરવાની શરૂઆત કરતું નથી.

સેટઅપ (Setup)

કોમ્પ્યૂટર હંમેશા રિંગ નેટવર્કમાં ગાઢ રીતે જોડાયેલાં હોય છે. કોમ્પ્યૂટર્સ કેબલની એક જ રીંગ સાથે જોડાયેલ હોવાને કારણે તેની ગોઠવણી સરળ પડે છે, અને હબ જેવા કોઈ સેન્ટ્રલ કનેક્ટરની પણ જરૂર પડતી નથી. રિંગ નેટવર્કમાં કોઈ શરૂ આત કે અંત હોતો નથી.

ફેલાવો (Expansion)

રિંગ નેટવર્કનો ફેલાવો મુશ્કેલીઓ સર્જી શકે, કારણ કે જ્યારે તમે રિંગ નેટવર્કની સાથે નવું કૉમ્પ્યૂટર ઉમેરો તો કૉમ્પ્યૂટરને જોડવા માટે કંબલને તોડવો જ પડશે. જો નવા કૉમ્પ્યૂટરને જોડવામાં નહીં આવે તો નેટવર્ક યોગ્ય રીતે કામ કરશે નહિ.

ટ્રબલ શૂટિંગ

જ્યારે રિંગમાં તડ પડી જાય તો તડ પડે એ પહેલાં કૉમ્પ્યૂટરના કૅબલમાંથી માહિતી ખસેડી શકાય છે, પરંતુ તડ પડી ગયા પછી માહિતી ખસેડી શકાતી નથી. આને કારણે પ્રૉબ્લેમની જગ્યા નક્કી કરી શકાય છે. ઘણાં રિંગ નેટવર્કમાં ડબલ રિંગ હોય છે જે નેટવર્ક સર્વિસમાં છિન્ન ભિન્ન થતું અટકાવવા જુદી જુદી દિશાઓમાં માહિતીની આપ-લે કરે છે.

કોસ્ટ (Cost)

રિંગ નેટવર્કની ગોઠવણી (સેટઅપ) ખર્ચાળ છે. રિંગ નેટવર્ક પરનાં બધાં જ કૉમ્પ્યૂટરો કૅબલની એક રિંગ પર જોડાયેલાં હોવાથી જો કૉમ્પ્યૂટરોને અલગ પાડી દીધાં હશે તો નેટવર્કને કંબલના વધારે જ થ્થાની જરૂર પડશે.

4. હાઇબ્રિડ નેટવર્ક સ્ટ્રક્વર

હાઇબ્રિડ નેટવર્ક રિંગ, સ્ટાર અને બસ જેવાં જુદા જુદા પ્રકારનાં ટોપોલૉજીસનું બનેલું છે.

વાઇડ એરિયા નેટવર્ક

વાઇડ એરિયા નેટવર્ક્સ (WANS) એ સામાન્ય રીતે હાઇબ્રિડ નેટવર્ક્સ છે. WANs ઘણીવાર એક મોટું નેટવર્ક બનાવવા અનેક નેટવર્ક સ્ટ્રક્ટર્સને જોડે છે.

દા.ત. એક કંપની તેની એક ઓફિસમાં સ્ટાર નેટવર્ક સ્ટ્રક્યરનો ઉપયોગ કરી શકે અને બીજી ઑફિસમાં બસ નેટવર્ક સ્ટ્રક્ટરનો ઉપયોગ કરી શકે. હાઇબ્રિડ નેટવર્કનું સ્વરૂપ આપવા વ્યક્તિગત નેટવર્ક માઇક્રોવેવ કે સેટેલાઇટ દ્વારા તેને જોડી શકાય.

સેટઅપ

જ્યારે નેટવર્ક ટ્રાફિકના વધારાને અનુકૂળ બનાવવા ફેલાવો કરવા મથે છે ત્યારે હંમેશાં હાઇબ્રિડ નેટવર્કનું સર્જન થાય છે. હાઇબ્રિડ નેટવર્ક્સ જુદાં જુદાં નેટવર્ક સ્ટ્રક્ટર્સને જોડવા વિવિધ પ્રકારનાં હલ્સ, રાઉટર્સ અને બ્રિજીસ જેવાં ડિવાઇસીસનો ઉપયોગ કરી શકે છે. હાઇબ્રિડ નેટવર્કને સેટઅપ કરવું તદ્દન મુશ્કેલ છે. કારણ કે ડિવાઇસીસની એવી રચના કરેલી હોય છે કે તે જુદાં જુદાં નેટવર્ક સ્ટ્રક્ટર્સને એકસાથે કામ કરવા દે છે.

ટ્રબલ શૂટિંગ

હાઇબ્રિડ નેટવર્ક કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ કરતું હોવાથી તેનું સંચાલન કરવું અને તેને ટ્રબલ કરવું થઈ શકે. જ્યારે હાઇબ્રિડ નેટવર્કમાં એરર આવે ત્યારે, પ્રોબ્લેમના સ્ત્રોતને શોધવો મુશ્કેલ થઇ પડે. મોટા હાઇબ્રિડ નેટવર્કનો ઉપયોગ કરતી કંપનીને હંમેશા તેનો પોતાનો નેવર્ક સપોર્ટ ડિપાર્ટમેન્ટ હોય છે.

Post a Comment

Previous Post Next Post